Abtak Media Google News

આજના અત્યાધુનિક યુગમાં ટેકનોલોજીના સહારે શું અશક્ય છે..? દરેક ક્ષેત્રે સુવિધાઓ સરળ બની છે. એમાં પણ ખાસ અદ્યતન ટેકનોલોજીની મદદથી આરોગ્ય ક્ષેત્રે મોટા ફેરફારો આવ્યા છે. ત્યારે હાલ ડાયાબિટીસના દર્દીઓ માટે ટેકનોલોજી મોટા આશીર્વાદ સમાન બની છે.

હવે ડાયાબિટીસના દર્દીઓ વગર સોયએ પોતાનું સુગર લેવલ ચેક કરી શકશે. સોયની અણીને અડાડ્યા વગર પણ ગ્લુકોઝ માપી શકાશે. ડાયાબિટીસના દર્દીઓને સોઈથી છુટકારો મળે તેવું એક નાનકડું મશીન શોધાયું છે. એક રૂપિયાના સિક્કા જીવડા સેન્સરથી પણ સુગર લેવલ માત્ર ચકાસી જ નહીં પરંતુ યોગ્ય સ્તરે જાળવી રાખવામા પણ મદદ કરશે..!!

જેમ ડાયાબિટીસગ્રસ્ત દર્દીઓ જાણે છે તેમ દૈનિક ગ્લુકોઝ મોનિટરિંગ ઘણીવાર પીડાદાયક અને કંટાળાજનક બની જાય છે.  પીડાદાયક ફિંગરપ્રિક અને ગ્લુકોઝ મોનિટરિંગ ડિવાઇસ અને ટેસ્ટિંગ સ્ટ્રીપ્સને આસપાસ રાખવાથી ગ્લુકોઝ મેનેજમેન્ટ પ્લાનને વળગી રહેવું મુશ્કેલ બની શકે છે, જે ઘણી વખત ગૂંચવણો તરફ દોરી જાય છે. એબોટના ક્રાંતિકારી ગ્લુકોઝ મોનિટરિંગ ડિવાઇસ – ફ્રીસ્ટાઇલ લિબ્રે- ડાયાબિટીસના દર્દીઓ માટે નવી ક્રાંતિ સર્જી છે.

Abbott'S Freestyle Libre System Helps Vietnamese Diabetes Patients Manage Glucose

ફ્રીસ્ટાઇલ લિબ્રેમાં અત્યાધુનિક તકનીક છે જે સોય નહીં પણ સેન્સર અને રીડર દ્વારા 24×7 ગ્લુકોઝના સ્તરને મોનિટર કરવા માટે વિકસાવવામાં આવી છે. આનો અર્થ એ છે કે પરંપરાગત ગ્લુકોમીટર સાથેના કેસથી વિપરીત, વપરાશકર્તાને હવે પીડાદાયક ફિંગરપ્રિક્સ કરવાની જરૂર નહીં રહે. ફ્રી સ્ટાઈલ લિબ્રે રીડરમાં ડ્યુઅલ કેપેબિલિટી ટેસ્ટિંગ પણ છે, જેમાં ટેસ્ટ સ્ટ્રીપ પોર્ટ છે જે ગ્લુકોઝ અને બ્લડ કીટોન લેવલને માપે છે.

ફ્રીસ્ટાઇલ લિબ્રે સેન્સર દ્વારા ગ્લુકોઝના સ્તરને માપે છે – જે સિક્કાના કદ કરતા મોટો નથી. સેન્સરમાં એક નાનો ફિલામેન્ટ છે જે તમારા ઇન્ટર્સ્ટિશિયલ પ્રવાહીમાં ગ્લુકોઝના સ્તરને માપે છે અને 14 દિવસ સુધી રીઅલ-ટાઇમ ગ્લુકોઝ રીડિંગ પ્રદાન કરે છે. અન્ય સામાન્ય ગ્લુકોમીટર છે તે માત્ર એક જ સમયે ગ્લુકોઝ રીડિંગ આપે છે, જ્યારે ફ્રી સ્ટાઇલ લિબ્રે ગ્લુકોઝના વલણો અને પેટર્નને ટ્રેક કરે છે અને દિવસમાં 1440 સુધી રીડિંગ આપે છે.

આ ઉપરાંત, 90 દિવસ સુધીનો ગ્લુકોઝ ડેટા પણ સંગ્રહ કરી શકે છે. ટ્રેન્ડ એરો સાથે 8 કલાક ગ્લુકોઝ રીડિંગ બતાવે છે જે બતાવે છે કે શું ગ્લુકોઝનું સ્તર વધી રહ્યું છે, નીચે જઈ રહ્યું છે અથવા સ્થિર છે. આ સુવિધાથી દર્દી ગ્લુકોઝના સ્તરને શ્રેણીમાં રાખવા માટે તેઓએ કેવો ખોરાક લેવો જોઈએ ? કેવી જીવનશૈલી અપનાવવી જોઈએ ? આ સાથે કસરતના નિયમો વિશે પણ દર્દી સારી રીતે જાણી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.