Abtak Media Google News

આ વાતમાં કોઇ શંકા નથી કે સ્ટ્રેચનર હોય કે કર્લિગ આયરન, સ્ટાઇલિંગ ટુલ્સ તમારા વાળને ખૂબ નુકશાન પહોંચાડે છે. માટે જ એક્સપર્ટ પણ તેને ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવાની સલાહ આપે છે. જો આ આયરન કે ટુલના ઉપયોગ વગર જો વાળ કર્લ થતા હોય તો ? તો ચાલો જાણીએ તેના વિશે.

૧- હેર બેન્ડ

– હા, હેરબેન્ડની મદદથી તમે સરળતાથી એક રાતમાં વાળને કર્લ કરી શકો છો. સહેજ ભીના વાળના લેયર્સ લો અને તેને હેરબેન્ડમાં ટિવસ્ટ કરતા ટેવ કરો સવારે તમારા વાળ કર્લી બની જશે. બનની મદદથી

– તેના માટે તમારે કંઇ કરવાની જરુરી નથી, માત્ર સૂતા પહેલા બન બનાવો. સહેજ ભીના વાળને ટિવસ્ટ કરતા નાના-નાના ત્રણથી ચાર બન બનાવો. જો તમે વધુ બન બનાવવામાં સમય બગાડવા ન માંગતા હોય તો સેન્ટર પાર્ટિગની સાથે બે બન બનાવો. સવારે તમને વેવી કર્લ મળશે.

૨- એલ્યુમિનિયમ ફોઇલ અથવા

– તમારા ઘરમાં રહેલી એલ્યુમિનિયમ ફોઇલ અથવા તમારા વાળને સોફ્ટ વેવી લુક આપવામાં મદદ કરશે. તેના માટે એલ્યુમિનિયમ ફોઇલ લો અથવાં પાતળી લેયરમાં કટ કરી લો. હવે વાળના નાના-નાના સેક્સન ટિવસ્ટ કરતા બંનેમાંથી કોઇનો પણ ઉપયોગ કરો બસ સવારે ઉઠીને તેને કાઢી દો સોફ્ટ વેવી કર્લ બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.