Abtak Media Google News

ભારતમાં ગો-ડિજિટલનો વાપરો ફુંકાતા સાઈબર સિકયુરીટી સેકટરમાં રોજગારની ઉજળી તકો

માધ્યમોનો દુરઉપયોગ ન થાય માટે સાઈબર સિકયુરીટી જરી છે

ભારતે ડિજિટાઈઝેશનને સફળ બનાવવાના મહત્વપૂર્ણ પ્રયાસને ગતિ આપી દીધી છે ત્યારે સાઈબર સિકયુરીટી પણ સરકારની જવાબદારી બની ચૂકયું છે. જેના લીધે ગત વર્ષ કરતા આ વર્ષે સાઈબર સિકયોરીટી ક્ષેત્રે નવી નોકરીઓની ઉજ્જવળ તકોમાં ૨૫ થી ૩૫ ટકાનો વધારો નોંધાયો છે. રેકિંગ, સાઈબર એટેક આ પ્રકારની પ્રવૃતિઓએ પેઢીને નવી ભરતી માટે અનિવાર્ય આવશ્યકતા બનાવી દીધી છે. જેમાં નોકરીયાતોની પ્રતિભા ખીલીને આવશે તેમને વળતર સાથે ટોપ પેકેજ પણ ઓફર કરવામાં આવશે.

ક્ષમતા પ્રમાણે ટોપ પોસ્ટના ‚ા.૨ કરોડ તેમજ તેથી વધુ હાઈ પોસ્ટના ‚ા.૪ કરોડ કમાવાની ઉજ્જવળ તકોનું સર્જન થયું છે. ગત વર્ષે નોટબંધી બાદ સરકારનું વલણ જયારે ડિજિટલ ઈન્ડિયા તરફ થયું છે ત્યારે સાઈકર સિકયુરીટીની ડિમાન્ડ પણ વધી છે. આ તકો તેમના જીવનમાં ઘણો ફેરફાર લાવશે, તેઓ હાલ પોતાના રિપોર્ટ તેનાથી ઉચ્ચ અધિકારીઓને બતાવવાને બદલે કંપનીના બોર્ડને જ જણાવતા થયા છે. તેવી પેઢીઓમાં હન્ટ પેન્થર અને ટ્રાન્સર્ચનો સમાવેશ થાય છે. જોકે ગત વર્ષે તેમણે સાઈબર સિકયુરીટી માટે સમિતિની રચના કરી દીધી હતી.

પરંતુ સાઈબર સિકયુરીટીના ભાગીદાર તેમજ કેપીએમજીના માર્ગદર્શક અતુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ૧૮ મહિના પૂર્વે સાઈબર સિકયોરીટીની જવાબદારી આઈટી સર્વિસને જોખમે સોંપવામાં આવી હતી પરંતુ આજે તે કંપની બોર્ડથી લઈને સંપૂર્ણ વેપારનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, તેમની ટેકસ અને એડવાઈસરી પેઢીએ ખુદ પોતાની ટીમમાં વધારો કર્યો છે. જોકે નેતૃત્વમાં પણ ૨૫ ટકાનો વધારો નોંધાયો છે. ત્યારે હાલ માર્કેટમાં પ્રોફેશ્નલ સાઈબર સિકયુરીટીમાં નેતૃત્વ માટેની ભરતી તેમજ નિમ્ન સ્તરે પણ ભરતી ચાલી રહી છે.

ઈન્ડિયાના મેનેજીંગ ડિરેકટર કોર્ન ફેરીએ જણાવ્યું હતું કે, ગત ૬ મહિનામાં સાઈબર સિકયોરીટીમાં અનેક નોકરીઓની તકોનું સર્જન થયું છે. જે રીતે ડિજિટાઈઝેશન વધ્યું છે. કંપનીઓને સાઈબર ક્રાઈમનો ભય સતાવતો રહેતો હોય છે માટે આ સુરક્ષા ખુબ જ જ‚રી છે. આ સાથે જ બેંકો, અન્ય પેઢીઓ, સરકારી ક્ષેત્રો સહિત રિટેઈલ બિઝનેસમાં પણ સાઈબર સિકયોરીટીની માગ વધી રહી છે. જે માટે ખાસ કોર્સ પણ થાય છે તો ભારતીય ટ્રાન્સર્ચ કંપનીઓ હાલ સાઈબર સિકયોરીટીનું નેતૃત્વ સંભાળી શકે તેવા યોગ્ય ઉમેદવારની ભરતી કરવા માંગે છે.

જોકે ઓનલાઈન શોપિંગ, ટ્રાન્સેકશન, પેમેન્ટ પણ લોકો ડિજિટલ માધ્યમથી કરતા થયા છે. ત્યારે આ માધ્યમોનો દુરઉપયોગ ન થાય માટે સાઈબર સિકયુરીટી જ‚રી છે. જોકે સરકાર પણ ડિજીટલ માધ્યમોથી દુષણ તત્વો પર નજર રાખી રહી છે

સોશિયલ મીડિયા પર કોઈ પણ બેફામ ટિપ્પણી કરતા તેમજ ધર્મ જ્ઞાતિની લાગણીઓને દુભાવશે તેને દંડનીય કરવાનો સરકારે નિર્ણય લઈ લીધો છે. તેથી સાઈબર સિકયોરીટી વિભાગમાં નોકરીની નવી તકોનું સર્જન થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.