Abtak Media Google News

લોકોની વિચારશકિત અને ખરીદ પેટર્નમાં આવી રહ્યો છે બદલાવ: રહેવાસીઓની જરૂરીયાતને પહોંચી વળવા હિન્દુસ્તાન લીવર કંપની ઈ-કોમર્સ ક્ષેત્રે સજ્જ

વૈશ્વિક મહામારી દરમિયાન લોકોની ખરીદ શકિત અને તેમની ખરીદ પેટનમાં બદલાવ નોંધાતા હવે અનેકવિધ કંપનીઓ ઈ-કોમર્સ ક્ષેત્રે ઝંપલાવી રહી છે ત્યારે હવે એફએમસીજી સાથે સંકળાયેલી હિન્દુસ્તાન યુનિ લીવર કંપની ઈ-કોમર્સ ક્ષેત્રે આગળ આવી રહી છે. હાલનાં સમયમાં લોકોની વિચારશકિત અને ખરીદ પેટનમાં અનેકગણો સુધારો અને વધારો પણ નોંધાયો છે ત્યારે આટલા મોટા માર્કેટ શેરને ગુમાવવા ન દેતા કંપની હાલ ઓનલાઈન વ્યાપાર તરફ આગળ આવી રહી છે. હિન્દુસ્તાન યુનિ લીવર કંપનીનો માર્કેટ શેર ખુબ જ મોટો જોવા મળ્યો છે જે તેને ગુમાવવો નથી જેથી હવે હિન્દુસ્તાન લીવર ચા-કોફી, સાબુ-સેમ્પુ જેવી વસ્તુઓ લોકોને ઘેર બેઠા પહોંચાડશે.

કંપનીનાં સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આવનારા સમયમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી સંસ્થા અથવા તો કંપની લોકોની તમામ જરૂરીયાતોને પુરી કરવા માટે પ્રયત્નો કરશે. આવનારો સમય ઓનલાઈન અને ઈ-કોમર્સ ક્ષેત્રનો હોવાથી કંપની હાલ આ દિશામાં કામગીરી હાથ ધરી રહી છે. ઘણી ખરી લોકલ બ્રાન્ડ પણ હવે ઈ-કોમર્સ ક્ષેત્રે પ્રાધાન્ય આપશે અને લોકોની તમામ જીવન જરૂરીયાત ચીજવસ્તુઓને પહોંચી વળવા કાર્યરત પણ થશે.

બીજી તરફ ઓનલાઈન અને ઈ-કોમર્સ ક્ષેત્રમાં વધારો થતા નવી તકોની સાથોસાથ કોમ્પીટીશન પણ કંપનીઓ વચ્ચે પુષ્કર પ્રમાણમાં જોવા મળી રહી છે. આ તકે કંપનીઓ જો માર્કેટમાં ટકવું હશે તો તેઓએ લોકોની જરૂરીયાતોને ખુબ સરળતાથી પુરી કેવી રીતે કરી શકાય તે દિશામાં પણ આગળ વધવું પડશે. કંપની જે જુની સ્ટ્રેટેજી પ્રમાણે આગળ વધી રહી છે તેમાં પણ કયાંકને કયાંક ફેરબદલ જોવા મળે તેવી સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે. મહામારી પૂર્વે લોકો તેમની જરૂરીયાત મુજબની ચીજવસ્તુઓ અનેકવિધ સ્થળેથી લેવા જતા હતા પરંતુ હાલનાં સમયગાળા દરમિયાન હવે તેઓને તેમની વસ્તુઓ ઓનલાઈન એટલે કે ઈ-કોમર્સ મારફતે મળી રહેેશે તેવી સ્થિતિ બનવા પામી છે. લોકોને ચા-કોફી, સાબુ-સેમ્પુ જેવી ચીજવસ્તુઓ ઘરબેઠા મળી રહે તે હેતુસર હિન્દુસ્તાન લીવર કંપની ઈ-કોમર્સનો સહારો લઈ ઓનલાઈન વ્યાપારમાં આવી રહી છે. બીજી તરફ વૈશ્ર્વિક મહામારી બાદ વ્યવસાયનાં પ્રકારોમાં ઘણોખરો ફેરફાર પણ આવી ગયો છે જેને લોકોએ અથવા તો ઉધોગપતિઓએ પૂર્ણત: સ્વીકારવો પડશે. પહેલાનાં સમયમાં લોકોની જે જરૂરીયાત ઉદભવિત થતી હતી તેમાં હવે ફેરફાર આવ્યો છે. લોકોની ખરીદ શકિત અને તેમની ખરીદી કરવાની પેટનમાં પણ અનેકઅંશે બદલાવ જોવા મળ્યો છે. જો આ સ્થિતિને પહોંચી વળવા કોઈ કંપની સફળ નહીં થાય તો તેઓ બજારમાંથી ફેંકાઈ જશે તે સ્થિતિનું પણ નિર્માણ થવા પામ્યું છે. આ સંકટને ધ્યાને લઈ હિન્દુસ્તાન યુનિ લિવર કંપની ઈ-કોમર્સ ક્ષેત્રે આગળ વધી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.