- શંખેશ્વર તાલુકાના કુવારદ ગામમાં નકલી ડોક્ટરને ઝડપાયો
- SOG પોલીસે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- શંખેશ્વર પોલીસ વધુ તપાસ કરી રહી છે
રાજ્યભરમાંથી અવાર નવાર નકલી ડૉક્ટર, નકલી હોસ્પિટલ, નકલી વકીલ, નકલી પોલીસ ઝડપાતા રહેતા હોય છે. ત્યારે આવો જ બનાવ ગુજરાતનાં આણંદમાંથી નકલી ડૉક્ટર ઝડપાયો હતો. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઝોલા છાપ તબીબો ઝડપાઈ રહ્યાના કિસ્સા વધી રહ્યા છે. જેમાં કોઈપણ ડિગ્રી વગર બનાવટી ડૉકટર મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર પાટણ જિલ્લામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો વધુ એક નકલી ડૉકટર ઝડપાયો હતો. જેને SOG પોલીસે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાટણ જિલ્લામાં જાણે નકલી તબીબોનો રાફડો ફાટયો હોય તેમ અગાઉ પણ એક ઝોલા છાપ ડૉકટર ઝડપાયો હતો. ત્યારે શંખેશ્વર તાલુકાના કુંવારદ ગામે SOG પોલીસના દરોડામાં બિપિન દેત્રોજા નામનો નકલી ડૉકટર ઝડપાયો હતો. આ ઉપરાંત પોલીસે આ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતા મુન્નાભાઈ MBBSને ઝડપી પાડ્યો હતો. તેમજ તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઝડપાયેલ નકલી ડૉકટર પાસેથી ઈન્જેક્શન, દવાઓ અને મેડિકલ સાધનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા.
અનુસાર માહિતી દરમિયાન, પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુવારદ ગામમાં SOG પોલીસે એક નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત આરોપી બિપિનકુમાર દેત્રોજા કોઈપણ મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર દવાખાનું ચલાવતો હતો. તેમજ પોલીસ અધીક્ષક વી.કે.નાયીની સૂચના અને SOG PI ના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી બિપિનકુમાર મૂળ અમદાવાદ જિલ્લાના માંડલનો રહેવાસી છે. તેમજ તે હાલમાં કુવારદમાં રહે છે. આ ઉપરાંત દર્દીઓને તપાસીને દવા અને ઇન્જેક્શન આપતો હતો. પોલીસે તેની પાસેથી ઇન્જેક્શનો, દવાઓ અને મેડિકલ સાધનો મળી કુલ 1449 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપી સામે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં BNS-2023ની કલમ 319 અને મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. શંખેશ્વર પોલીસ વધુ તપાસ કરી રહી છે.