Abtak Media Google News

અબતક, રાજકોટ :

હવેનો સમય સ્ટાર્ટ અપનો જ છે. માત્ર એક ઇનોવેટિવ આઈડિયા શોધો, બાકી ફન્ડિંગ તો આપમેળે આવી જશે. કારણકે રોકાણકારો સ્ટાર્ટઅપમાં રોકાણ કરવા અધિરા છે. મોટી કંપનીઓ સ્ટાર્ટ અપ ઉપર ચાંપતી નજર રાખી સારા સ્ટાર્ટ અપને પીઠબળ પૂરું પાડે જ છે. બીજી તરફ સ્ટાર્ટ અપ કંપનીઓએ શેરબજારમાં પણ તોફાન મચાવી જૂની કંપનીઓને પાછળ છોડી દીધી છે.

ગઈકાલના સ્ટાર્ટ અપે આજે શેરબજારમાં ઉતરીને મોટી કંપનીઓને પણ પાછળ છોડી રહ્યા છે. પેટીએમ, મોબીકવિક, નાઇકા, ઝોમેટો, કાર ટ્રેડ પોલિસી બઝાર જેવા મોટા સ્ટાર્ટ અપ આઇપીઓ આ દિશામાં આગળ વધી રહ્યા છે.

સ્ટાર્ટ અપે માર્કેટમાંથી આઇપીઓ પેટે એકત્ર કરેલા ફંડ અને માર્કેટ કેપની વિગતો જોઈએ તો પેટીએમની આઈપીઓ સાઈઝ રૂ. 18,300 કરોડ અને માર્કેટ કેપ 1.48 લાખ કરોડ, ઝોમેટોની આઈપીઓ સાઈઝ રૂ. 9375 કરોડ અને માર્કેટ કેપ રૂ. 1.20 લાખ કરોડ, નાયકાની આઈપીઓ સાઈઝ રૂ. 5352 કરોડ અને માર્કેટ કેપ રૂ. 1.11 લાખ કરોડ, પોલિસી બઝારની આઈપીઓ સાઈઝ રૂ. 5625 કરોડ અને માર્કેટ કેપ રૂ. 46,125 કરોડ, ઇઝી ટ્રીપ પ્લાનર્સની આઈપીઓ સાઈઝ 510 કરોડ અને માર્કેટ કેપ રૂ. 5472 કરોડ તથા કાર ટ્રેડની આઈપીઓ સાઈઝ 2999 કરોડ અને માર્કેટ કેપ રૂ. 5194 કરોડે પહોંચી છે.

ઇન્વેસ્ટરો સારા સ્ટાર્ટ અપમાં રોકાણ કરવા આતુર

બીજી તરફ આ સ્ટાર્ટ અપના આઇપીઓની ડિમાન્ડ પણ ખૂબ જોવા મળી છે. તેની આંકડાકીય વિગતો જોઈએ તો નાયકાની ઇસ્યુ સાઈઝ રૂ. 2980 કરોડ હતી. સામે ડિમાન્ડ રૂ. 2.43 લાખ કરોડ હતી. ઝોમેટોની ઇસ્યુ સાઈઝ રૂ. 5466 કરોડ હતી. સામે ડિમાન્ડ રૂ. 2.09 લાખ કરોડ હતી. પોલિસી બઝારની ઇસ્યુ સાઈઝ રૂ. 3382 કરોડ હતી. સામે ડિમાન્ડ રૂ. 56,094 કરોડ હતી. ઇઝી ટ્રીપ પ્લાનર્સની ઇસ્યુ સાઈઝ 282 કરોડ હતી. સામે ડિમાન્ડ રૂ. 44,932 કરોડ હતી. કાર ટ્રેડની ઇસ્યુ સાઈઝ રૂ. 2099 કરોડ હતી. સામે ડિમાન્ડ 42,582 કરોડ હતી. પેટીએમની ઇસ્યુ સાઈઝ રૂ. 10,404 કરોડ હતી. સામે ડિમાન્ડ રૂ. 19,653 હતી.

ગઈકાલના સ્ટાર્ટ અપે આજે શેરબજારમાં ઉતરી તોફાન મચાવીને મોટી કંપનીઓને પણ પાછળ છોડી દીધી

સ્ટાર્ટ અપના આગામી આઇપીઓની પણ ખૂબ ડિમાન્ડ રહેવાની છે. આવનારા આઇપીઓની આંકડાકીય વિગતો જોઈએ તો ઓયો રૂમસની આઇપીઓ સાઈઝ રૂ. 8430 કરોડ હશે. જેની વેલ્યુએશન રૂ. 90 હજાર કરોડ છે. ફાર્મઇઝીની આઈપીઓ સાઈઝ રૂ. 6250 કરોડની છે. કંપનીની વેલ્યુએશન રૂ. 45 હજાર કરોડ છે. દિલ્હીવેરીની આઇપીઓ સાઈઝ રૂ. 7500 કરોડ છે. કંપનીની વેલ્યુએશન રૂ. 33,750 કરોડ છે. સ્નેપડીલની આઇપીઓ સાઈઝ રૂ. 3 હજાર કરોડ છે. કંપનીની વેલ્યુએશન 17,500 કરોડ છે. મોબીકવિકની આઇપીઓ સાઈઝ રૂ. 1900 કરોડ છે. કંપનીની વેલ્યુએશન રૂ. 7500 કરોડ છે. લક્ષીગોની આઇપીઓ સાઈઝ રૂ. 1600 કરોડ છે. કંપનીની વેલ્યુએશન રૂ. 5600 કરોડ છે.

આઇપીઓ લાવ્યા પૂર્વે કંપનીઓ પ્રાઇવેટ લિમિટેડ રહે છે. જો કે ત્યારબાદ કંપનીઓના નામમાં પબ્લિક લિમિટેડ ઉમેરાય જાય છે. આવું કરવાથી કંપનીઓ પાસે મોટું ફંડ ઉપલબ્ધ થાય છે. જેની મદદથી તે નવા સાહસો કરી શકે છે.

નાના રોકાણકારો આઇપીઓના માધ્યમથી કંપનીઓના હિસ્સેદાર બની જાય છે. સેબીના નિયમો હેઠળ કંપનીઓએ નાના રોકાણકારોનું પણ ધ્યાન રાખવાનું હોય છે. આઈપીઓ લાવ્યા બાદ કંપનીઓ સેબીની સખ્ત નિગરાનિમાં આવી જાય છે. બોર્ડમાં નિયમો અનુસાર નિર્દેશક રાખવા કે હટાવવા માટે સેબીની મંજૂરી લેવી પડે છે. નિષ્ણાંતોના માટે આવું કરવું નાના રોકાણકારો માટે હિતાવહ છે.

આઈપીઓ પહેલા કંપનીઓને સેબી સમક્ષ ખુલાસો કરતા દસ્તાવેજ જમા કરાવવા પડે છે. જેને ડીઆરએચપી કહે છે. આમાં કંપની અને તેના સંચાલક વિશે માહિતી આપવાની હોય છે. જો તેમાં કોઈ ગરબડ જોવા મળે તો સેબી આઇપીઓની મંજૂરી આપતી નથી. આવુ ઘણી કંપનીઓ સાથે ભૂતકાળમાં થયું છે.

સોફ્ટબેન્ક 9 હજાર કરોડના રોકાણ માટે શોધી રહી છે સારી સ્ટાર્ટઅપ કંપની

ભારતીય સ્ટાર્ટ એપમાં રોકાણ કરવા માટે અનેક કંપનીઓ તલપાપડ છે. જેમની એક સોફ્ટ બેંક છે. આ સોફ્ટ બેંક કંપની આવનાર વર્ષે 3થી 6 હજાર કરોડનું રોકાણ કરી શકે છે. સોફ્ટ બેંક ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના સીઇઓ રાજીવ મિશ્રાએ કહ્યું કે તેમની કંપની સારી સ્ટાર્ટઅપ કંપનીઓ ઉપર આવનાર વર્ષે 3થી 6 હજાર કરોડનું રોકાણ કરવા ઈચ્છે છે. મિશ્રાએ એક કાર્યક્રમમાં કહ્યું કે સોફ્ટ બેંક ભારતમાં લગભગ એક દશકથી રોકાણ કરતી આવી છે. છેલ્લા છ વર્ષમાં સોફ્ટ બેન્કે અંદાજે 9 હજાર કરોડ જેટલું રોકાણ કર્યું છે.તેમણે ઉમેર્યું કે અમે ચાલુ વર્ષે અંદાજે 2 હજાર કરોડનું રોકાણ કર્યું છે. અમે ભારતની 24 કંપનીઓમાં રોકાણ કર્યું છે. હજુ જો અમને સારી સ્ટાર્ટ અપ કંપનીઓ મળે તો અમે બીજા 9 હજાર કરોડનું રોકાણ કરવા તૈયાર છીએ.

23 વર્ષના ઉદ્યોગ સાહસિકના અનોખા સ્ટાર્ટ અપ ઉપર આનંદ મહિન્દ્રા ફિદા થઈ ગયા, ફન્ડિંગની ઓફર કરી

ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા એક 23 વર્ષીય ભારતીય ઉદ્યોગસાહસિક છોકરાથી ઇમ્પ્રેસ થયા છે. અને તેમને ફન્ડિંગ કરવા સુધીની ઓફર કરી દીધી છે. ખરેખરમાં આનંદ મહિન્દ્રા જે છોકરાની ઉદ્યોગ સાહસિકતા પર ફિદા થયા છે તે છોકરો પ્લાસ્ટિકના કચરામાંથી શૂઝ બનાવે છે.

23 વર્ષીય ઓ છોકરો ભારતીય ઉદ્યોગસાહસિક છે, તેનુ નામ આશય ભાવે છે. આશય ભાવે જ્યારે બિઝનેસ સ્કૂલમાં હતો તો તેને એક એવી કંપની શરૂ કરવાનો આઇડિયા આવ્યો, જે પ્લાસ્ટિક વેસ્ટને રિસાયકલિંગ કરીને સ્નીકર્સ બનાવે. તેના આ સ્ટાર્ટઅપનુ નામ ‘થૈલી’ છે. આશયની કંપનીનો ઉદેશ્ય દર વર્ષે ઉપયોગમાં લેવાનારા 100 અબજ પ્લાસ્ટિંક બેગ્સની સમસ્યાનુ સમાધાન શોધવાનુ હતુ. આ પ્લાસ્ટિક બેગ વર્ષના 1.2 કરોડ બેરલ તેલનો ઉપયોગ કરે છે, અને વાર્ષિક 100,000 સમુદ્રી જાનવરોને મારે છે.

આનંદ મહિન્દ્રાએ આશયની આ ક્રિએટિવિટી વિસે નોર્વેના પૂર્વ ડિપ્લોમેટ તથા મંત્રી અને પૂર્વ યુએન એનવાયરમેન્ટ ચીફ એરિક સોલહેમના ટ્વીટથી જાણવા મળ્યુ. તેઓએ પોતાના ટ્વીટમાં બિઝનેસ ઇનસાઇડરની ‘થૈલી’ અને આશય પર બેઝ્ડ બેસ્ટ વીડિયો શેર કર્યો છે, સાથે જ આ સ્ટાર્ટઅપની પ્રસંશા પણ કરી છે. આનંદ મહિન્દ્રાએ આના પર વાત કરતા અફસોસ વ્યક્ત કર્યો, તેમને કહ્યું કે, આ પ્રકારના સ્ટાર્ટઅપને વધારવાની જરૂર છે. આશયના આ સાહસને જોતા હવે ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા ખુશ થયા છે, તેને આશય ભાવે દ્વારા બનાવવામાં આવેલા જુતા ખરીદવાની ડિમાન્ડ કરી છે, એટલુ જ નહીં આનંદ મહિન્દ્રાએ આશય ભાવેના સ્ટાર્ટઅપને ફન્ડિંગ કરવાની પણ ઇચ્છા વ્યક્ત કરી છે.

આશયે પોતાની થૈલી સ્ટાર્ટઅપને જુલાઇ 2021માં શરૂ કર્યુ હતુ. એક જોડી જુતા બનાવવા માટે 12 પ્લાસ્ટિક બોતલો અને 10 પ્લાસ્ટિક બેગ લાગે છે. જુતા બનાવવા દરમિયાન પ્લાસ્ટિક બેગને ગરમ અને પ્રેશરની મદદથી થેલી ટેક્સ નામનુ ફેબ્રિકમાં કન્વર્ટ કરવામાં આવે છે. આ પછી તેને શૂટની પેટર્નમાં કાપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.