Abtak Media Google News

ગમે તેવી હાઈએસ્ટ મોડર્ન ટેકનોલોજી વિકસે પણ કુત્રિમ રીતે ‘કોમન સેન્સ’ને વિકસાવી શકાય ખરા??

હવે સુપર કોમ્પ્યુટર નહી ટોકિંગ કોમ્પ્યુટરનો જમાનો; ‘બોલતા’ મશીન બનાવવા સંસ્કૃત ભાષા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં

અવનવી ટેકનીકલ સેવાઓ વિકસતા માનવની તાર્કિક શકિત, કોઠાસુઝ ઓછી થવા લાગી ??

આજના 21મી સદીના આધુનિક યુગમાં વિભિન્ન ટેકનોલોજી વિકસતા અવનવા યાંત્રિક સાધનો વિકસ્યા છે. આજથી સદીઓ પહેલા ક્યારેય ધાર્યું પણ ન હોય તેવી તકનિકીઓ વિકસી છે. આ કારણસર આજનું માનવ જીવન સરળ બન્યું છે. ડગલે ને પગલે આપણે ડિજિટલ સેવા મેળવતા થયા છીએ. યાંત્રિક સાધનોની મળદથી આપણે આપણી જરૂરિયાતો સંતોષતા થયા છીએ. હાલ તો ઠેક ઠેકાણે કંપનીઓ, સંસ્થા કે હોટેલ-રેસ્ટોરાં અને હોસ્પિટલોમાં માનવનું સ્થાન રોબોટ લેતા થયા છે. જે કામ માણસનું છે, માણસ તે સમય બચાવી પોતાની બુદ્ધિમત્તા અને કોઠાસૂઝથી કામને ડાયવર્ટ કરી આવા કૃત્રિમ સાધનોને સોંપી રહ્યા છે.

હવે તો આવા રોબોટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ માનવનું સ્થાન લઈ રહી છે. પણ શું ખરેખર આ યાંત્રિક સાધનો માનવનું સ્થાન લઈ શકે ખરા..? નહીં, કારણ કે માનવ પાસે પોતાનું મગજ, પોતાની તાર્કિક શક્તિઓ છે. માનવ પાસે જેટલી કોઠાસૂઝ ઊંડી એટલો તે દરેક ક્ષેત્રનો નિષ્ણાંત. પણ હા,  વિભિન્ન સેવાઓ ઘેર બેઠા આંગળીના ટેરવે મળતા મોટાભાગના લોકો આળસુ થયા છે. કોઠાસૂઝ, તાર્કિક શક્તિ ખોઈ બેઠા છે. જેમ કે, વાત કરીએ કોમ્પ્યુટરની તો આજે ગાણિતિક સાધન તરીકે કોમ્પ્યુટર અને કેક્યુલેટરનો ઉપયોગ ખૂબ વધ્યો છે. જો કે હવે તો ફોનમાં ઓન ગાણિતિક ટુલ્સ આવતા કેલ્ક્યુલેટનું અસ્તિત્વ પણ ખોવાયું છે.

નાની એવી ગણતરી કરવી હોય તો પણ ઝટ,, કોમ્પ્યુટર, કેલ્સી અથવા મોબાઈલમાં કરી લઈએ છીએ. આમ, આપણા મગજને આપણે કસરત કરાવ્યા વિના તમામ સુવિધા મેળવીએ છીએ. આથી જ તો આજે લોકોની તાર્કિક, ગાણિતિક કે યાદ શક્તિ કમજોર પડી છે. માણસને જો વગર નિષ્ણાત બનીએ, વગર અભ્યાસે “મોટું” થવું હોય તો તે કોઠાસૂઝ દ્વારા થઈ શકે. મતલબ કે ઈંગ્લીશનો જાણીતો બનેલો શબ્દ કોમન સેન્સ. કોમન સેન્સ હોવી ખૂબ જરૂરી છે. આના દ્વારા તમે “મોટા” તો હજુય ઠીક છે પરંતુ ક્યાંય “નાના” તો નહીં જ દેખાવ.

બસ, કોમ્પ્યુટર પાસે આ એક કોમનસેન્સ જ નથી..!! જે આંકડા આપીએ તેને જટથી ગણીને આપી દે. પણ જો તમે ખોટું ઇનપુટ આપશો તો આઉટપુટ પણ ખોટું જ આપશે. કોમ્યુટર પાસે કોમનસેન્સ નથી એટલે તે આપણને જાણ નહિ કરે કે,, નોમ સેન્સ આ ખોટું છે..!! હાલ તો ટોકિંગ કોમ્પ્યુટર વિકસાવવા પર વિશ્વ આખું મથી રહ્યું છે. કોમ્પ્યુટર, સુપર કોમ્પ્યુટર બાદ હવે ટોકિંગ કોમ્પ્યુટર વિકસશે. પણ અહીં એક અનિવાર્ય શરત એ છે કે આ પ્રકારના કોમ્પ્યુટર માટે એક એવી ભાષા હોવી જોઈએ કે જેનો મતલબ સ્પષ્ટ અને ચોક્સાઇભર્યો હોય.

કોમ્યુટર બહુવિધ ભાષા ન સમજી શકે. જેમ કે, ગુજરાતી અને ઈંગ્લીશના ઘણાં એવા શબ્દો છે જેના ડબલ મતલબ થતા હોય. આપણે કોમ્પ્યુટરને જે ઇનપુટ આપીએ તે બીજો મતલબથી ઇનપુટ લે તો આઉટપુટ પણ ખોટું નીકળે છે. આમ, વિશ્વમાં માત્ર એક જ એવી ભાષા છે જેને ટોકિંગ કોમ્પ્યુટરમાં એપ્લાય કરી શકાય છે અને એ ભાષા છે સંસ્કૃત. વિશ્વને સંસ્કૃત ભાષાની દેન ભારતે જ આપી છે. પરંતુ કમનસીબી છે કે આજના દિવસે ભારતીયઓ જ આ સંસ્કૃત ભાષાથી વિમુખ થઈ રહ્યા છે. જો ભવિષ્યમાં કોમ્પ્યુટર સાથે વાતો કરતા કરતા કામ કરવું હોય તો આ સંસ્કૃત ભાષા શીખવી અનિવાર્ય છે એટલે જ તો અમેરિકા, રશિયા, ચીન જેવા દેશોના નાગરિકો હાલ ભારતમાં આવી સંસ્કૃતના પાઠ ભણી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.