Abtak Media Google News

આજના યુગમાં વહેલી તકે કોઈ પણ જગ્યાએ પહોંચવા માટે વાહનની જરૂર લોકોને પહેલા પડે છે પરંતુ તે વાહનને ચલાવવા માટે જરૂર પડે છે ડ્રાઇવિંગ લાઇસન્સની. આ ડ્રાઇવિંગ લાઇસન્સ RTO દ્વારા આપવામાં આવે છે. ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે પણ ઘણા નિયમોનું પાલન કરવું પડતું તેમાં પણ ડ્રાઇવિંગ સ્કૂલ તથા આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ કરવવામાં આવતા પરંતુ હવે લાઈસન્સ મેળવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ કરવવામાં આવશે નહીં.

હવે તમારે કોઈ પણ રિજિનલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર રહેશે નહીં. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આ મુજબ, તમે કોઈપણ ગ્રાન્ટ મેળવેલી ડ્રાઇવિંગ ટ્રેનીંગ સ્કૂલમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નોંધણી કરાવી શકો છો. અહીંથી તાલીમ પૂર્ણ કર્યા પછી અને ટેસ્ટ પાસ કર્યા બાદ , તમને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવશે. આ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે કોઈ પણ આરટીઓમાં જવાની જરૂર રહેશે નહીં.

રેકોર્ડ કરવામાં આવશે સમગ્ર પ્રક્રિયા:

વિશેષ બાબત એ છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ ટ્રેનીંગ અને તેના ટેસ્ટ સંબંધિત સંપૂર્ણ પ્રક્રિયા ઇલેક્ટ્રોનિક રીતે રેકોર્ડ કરવામાં આવશે. મંત્રાલય સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે આ સંપૂર્ણ પ્રક્રિયા ટેકનિકલ રીતે સંચાલિત છે જેનાથી અન્ય કોઈ વ્યક્તિની જરૂર રહેતી નથી. આનો અર્થ એ કે તમારે લાઇસન્સ પહેલાં ટેસ્ટ માટે તમારી બાઇક અથવા કાર લેવાની રહેશે નહીં.

નિયમોને પરિપૂર્ણ કરનારને જ માન્યતા મળશે

અધિકારીના કહેવા મુજબ, ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરની માન્યતા ફક્ત તે જ કેન્દ્રોને આપવામાં આવશે, જે જગ્યા, ડ્રાઈવિંગ ટ્રેક, આઇટી અને બાયોમેટ્રિક સિસ્ટમ અને નિર્ધારિત સિલેબસ પ્રમાણે ટ્રેનીંગ સંબંધિત જરૂરીયાતોને પૂર્ણ કરશે. એકવાર તાલીમ કેન્દ્ર દ્વારા સર્ટિફિકેટ આપ્યા બાદ, તે સંબંધિત મોટર વાહન લાઇસન્સ અધિકારી સુધી પહોંચશે.
માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા સૂચિત નવા નિયમો આ વર્ષ જુલાઇથી અમલમાં આવશે. આ સ્થિતિમાં તે લોકો અથવા સંસ્થાઓ કે જેઓ આવી ડ્રાઇવિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવવા માંગે છે તે રાજ્ય સરકારને આ માટે અરજી કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.