હવે ઘરે બનાવો ટેસ્ટી અને હેલ્ધી ઢોંસા પિત્ઝા..

recipes
recipes

આજ-કાલનાં સમયમાં દરેક લોકોએ અવનવા પિત્ઝા તો ખાધા જ હશે કેમ કે ઘરમાં જ્યારે પણ કોઇ પણ પ્રસંગ હોય ત્યારે ઘરનાં દરેક મેમ્બર્સ બહાર પિત્ઝા ખાવા જતા જ હોય છે. ને એ સિવાય તમે ઢોંસા પણ ખાધા હશે પરંતુ શું તમે ક્યારેય ઢોંસા પિત્ઝા ખાધા છે. નહીં ને તો અમે તમને આજે બનાવતા શીખવીશું ઢોંસા પિત્ઝા. કે જે તમારા બાળકોને જરૂરથી ભાવશે.

ઢોંસા પિત્ઝા બનાવવા જોઇતી સામગ્રીઃ
ઈડલી ઢોંસાનું બટર બે કપ
છીણેલું ચીઝ અડધો કપ
કાપેલી ઝીણી ડુંગળી એક નાનો કપ
ઝીણું કાપેલું એક નાનું ટામેટું
ઝીણું સમારેલું એક નાનું શિમલા મિર્ચ
સ્વીટ કોર્ન (બાફેલા) બે મોટી ચમચી
ગાજર (ઝીણા સમારેલા) બે મોટી ચમચી
ટોમેટો સોસ બે મોટી ચમચી
ચિલી સોસ બે મોટી ચમચી
પીસેલા કાળા મરી એક નાની ચમચી
તેલ ૨-૩ મોટી ચમચી

ઢોંસા પિત્ઝા બનાવવા માટેની રીતઃ
સૌ પ્રથમ તમે અલગ-અલગ શાકભાજીની સામગ્રી લો. પછી એ શાકભાજીને કાપીને તમે તેને મિક્ષ કરી લો. હવે તમે એક તવો કે પેન લો. તેને ગરમ કરો ને એક મોટી ચમચી બટર નાંખી મોટા ઢોંસાને ફેલાવો પરંતુ તેને વધુ પાતળો ન થવા દો.

હવે ઢોંસાની ઉપર ટોમેટો સોસ અને ચિલી સોસ નાંખી તેને ફેલાવી દો. ત્યાર બાદ કાપેલી શાકભાજી નાંખી તેને પૂરી રીતે ફેલાવી દો. પછી કાળા મરીનો પાવડર અને થોડું મીઠું ભભરાવી દો. તેમજ છીણેલું ચીઝ નાંખીને પણ ફેલાવી દો, ને તવાને ઢાંકણથી બંધ કરી દો. હવે ધીમા તાપ પર એક-બે મિનીટ સુધી તેને ચડવા દો કે જ્યાં સુધી ચિઝ ગળે ત્યાં સુધી તેને બરાબર થવા દો. હવે ઢાંકણ ખોલીને તમે પિત્ઝાને તવામાંથી પ્લેટમાં નીકાળી લો અને ટુકડાં કરીને ટોમેટો સોસની સાથે તેને સર્વ કરો. આ રીતે બધા બટરથી પિત્ઝા ઢોંસા બનાવો અને તેને પ્લેટમાં ગરમ-ગરમ સર્વ કરો.