Abtak Media Google News

સલામત મુસાફરી પ્રાધાન્યતા અમારી

ઓટો મોબાઈલમાં આધુનિક સુવિધા અને ટેકનોલોજીની સાથે સાથે સલામતીના ફીચર્સને પ્રાધાન્ય આપવા સરકાર પ્રતિબદ્ધ

વાહનો અને રસ્તાઓની સુધરતી જતી સ્થિતિ અને ઓટોમોબાઇલની  ટેકનોલોજી અને આધુનિક ફીચર્સ વચ્ચે લોકોની સુખાકારી અને ખાસ કરીને માર્ગ અકસ્માતો ની સંખ્યા કાબૂમાં રાખવા અને અકસ્માતમાં માનવ મૃત્યુનો દર નહિવત કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે,

માર્ગ વાહન મંત્રી નીતિન ગડકરી એ તાજેતરમાં જ લીધેલા એક નિર્ણયમાં જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં દેશની તમામ મોટર બનાવતી કંપનીઓ માટે  એટ સીટર વાહનોમાં ફરજિયાત પણે છ એર બેગ નો નિયમ બનાવી રહી છે, ઇન્ટેલ ઇન્ડિયા સેફટી ફાયર કોન્ફરન્સ ને સંબોધન કરી મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે દર વર્ષે દેશમાં 500,000 વાહન અકસ્માતોમાં દોઢ લાખ લોકોના મોત થાય છે દેશમાં સલામત સવારી અને મુસાફરોની જિંદગી વેડફાઈ ન જાય તે માટે સરકારે વાહન નિર્માણ માટે સુરક્ષા ના પરિમાણો માટે એક ગાઈડ લાઈન બનાવી છે, સરકારે નક્કી કર્યું છે એટ  સીટર મોટર પ્રકારના વાહનો માં ઓછામાં ઓછી છ એર બેગ હોવી જોઈએ ,અમે લોકોના જીવ બચાવવા માંગીએ છીએ માર્ગ અને પરિવહન ધોરીમાર્ગ ના મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે આગામી જાન્યુઆરી મહિનાથી વાહનો માટે ની સલામતી ના પરિમાણો નો કડકપણે અમલ કરવામાં આવશે ,સરકાર દ્વારા તમામ મોટર વ્હીકલ ના ઉત્પાદકોને એર બેગ ની પુરતી સુવિધા આપવાનું ફરમાન કરી દીધું છે,

એર બેગ ના કારણે ગંભીર ઇજા અને મૃત્યુનું પ્રમાણ અવશ્યપણે ઘટાડી શકાય છે, તેમણે જણાવ્યું હતું કે મોટરો માં પૂર્તિ એર બેગ ની સુવિધા માટે અમે ઉત્પાદકોનો સહકાર ઇચ્છીએ છીએ, તેમણે એમ પણ જણાવ્યું હતું કે મોટર ઉદ્યોગને પડકારરૂપ પ્રશ્નો નો ઉકેલ આવશે અને પ્રદૂષણ અંગે ના નિયમો થી ઉત્પાદન ખર્ચ વધે છે તે અમે સમજીએ છીએ તેની સામે જરૂરી રાહતો પણ આપવામાં આવશે ,આઠ સતર વ્યક્તિ વાહનોમાં ઓછામાં ઓછી છ એર બેગ ફરજિયાત કરવાનું નીતિન ગડકરીનું ફરમાન વાહન અકસ્માત અને ખાસ કરીને વાહન અકસ્માતોમાં મૃત્યુનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ બનશે તેવો દાવો કરવામાં આવ્યો છે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.