Abtak Media Google News

પોકર-રમીને જુગાર નહીં પરંતુ આવડતની રમત ગણાવી પરવાનગી આપવાની દલીલ હાઈકોર્ટે ફગાવી

કલબમાં રમી અને પોકર રમાડવા માટે તંત્ર પરવાનગી આપે તેવો આદેશ આપવા મામલાની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. વિગતો મુજબ સમીર પટેલ નામના અરજકર્તાએ હાઈકોર્ટમાં પોલીસ અને સ્પોર્ટ એન્ડ કલ્ચર મંત્રાલય કલબમાં પોકરરૂમ શરૂ કરવા એનઓસી આપે તેવો આદેશ આપવા અરજી કરી હતી. તેણે દલીલ કરી હતી કે પોકર અને રમી જેવી કાર્ડ ગેમ આવડતના આધારીત છે જુગાર નથી.

તેણે વધુમાં કહ્યું હતું કે, તેના કલબમાં સ્કીલ બેઈઝડ કાર્ડ ગેમ શાંતિથી રમાય છે. તેમાં કોઈપણ ગેરકાયદે કામ થતુ નથી માટે કોર્ટ પોલીસને કલબમાં રમાતી પત્તાની રમતમાં દખલઅંદાજી ન કરે તેવો આદેશ આપે તેમ અરજી કરાઈ છે. હાઈકોર્ટમાં આ મામલે અનેક અરજકર્તાઓ અગાઉ અપીલ કરી ચૂકયા છે. આ મામલે સરકાર પોકરને જુગાર ગણાવી રહી છે. જેનાથી લોકો આર્થિક પતનનો ભોગ બનશે તેમજ અનેક પરિવારો તુટશે તેવી દલીલ પણ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.