Abtak Media Google News

દેશમાં 20 હજાર કરોડ રૂપિયાની આઈસ્ક્રીમ માર્કેટમાં રિલાયન્સ પર્દાપણ કરી લોકોને ઠંડક આપશે

રિલાયન્સ દરેક ક્ષેત્રે પોતાનું પગદંડો જમાવી રહ્યું છે ત્યારે દેશમાં 20,000 કરોડ રૂપિયાની આઈસ્ક્રીમ માર્કેટમાં રિલાયન્સ પડદા પણ કરી લોકોને ઠંડક ની અનુભૂતિ કરાવશે.

ગુજરાતમાં આગામી દિવસોમાં રિલાયન્સનો આઈસ્ક્રીમ બજારમાં ધૂમ મચાવે તો નવાઈ નહીં. ત્યારે આઈસ્ક્રીમ માર્કેટમાં રિલાઇન્સ અને ખાનગી કંપની વચ્ચે મંત્રાણા ચાલી રહી છે એને થોડા જ દિવસોમાં આ અંગે માહિતી પણ પૂરી પાડવામાં આવશે. રિલાયન્સના સંપર્ક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત માં આઈસ્ક્રીમનું ઉત્પાદન કરતી કંપની સાથે સલગ્ન થઈ રિલાઇન્સ આઈસ્ક્રીમનું આઉટસોર્સિંગ કરી વેચાણ કરશે.

આઇસ્ક્રીમ ક્ષેત્રમાં રિલાયન્સ આવતા ની સાથે જ સ્પર્ધામાં પણ વધારો થશે અને ખૂબ મોટી વેરાઈટી પ્રોડક્ટ પણ બજારમાં જોવા મળશે. સમગ્ર ભારતમાં આઈસ્ક્રીમની બજાર 20,000 કરોડ રૂપિયાની છે જેમાંથી માત્ર 50 ટકા જ લોકો આયોજનબદ્ધ વ્યવસાય સાથે સંકળાયેલા છે. આઇસ્ક્રીમ માર્કેટમાં રિલાયન્સ આવતાની સાથે જ આગામી પાંચ વર્ષમાં વિકાસ ડબલ ડિજિટમાં જોવા મળશે. બીજી તરફ રૂરલ ડિમાન્ડ એટલે કે ગ્રામ્ય માં પણ આઈસ્ક્રીમનું ચલણ ખૂબ વધ્યું છે ત્યારે વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી મોટી કંપનીઓ આઈસ્ક્રીમ ક્ષેત્રે આગળ આવી રહી છે.

આઈસ્ક્રીમ ઉત્પાદક એવા હેવમોર, વાડીલાલ અને અમુલ પોતાની ક્ષમતા વધારવા માટે મહેનત કરી રહ્યા છે. જેની પાછળનું મુખ્ય કારણ માંગમાં વધારો થયા હોવાનું છે. ત્યારે આઈસ્ક્રીમ ક્ષેત્રમાં રિલાયન્સ આગળ આવી રહ્યું છે તે જોતા આ ક્ષેત્રે સ્પર્ધામાં પણ વધારો જોવા મળશે.

પરંતુ એ વાત ખરી કે રિલાયન્સ જે કોઈ ક્ષેત્રે આગળ આવી રહ્યું હોય તે ક્ષેત્રનો વિકાસ પુરપાટ આગળ વધે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.