હવે ‘સેટ’ વિશ્વની કોઈ પણ યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવવા પુરતી !!!

ભારત સહિત વિશ્વની કોઈપણ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે માન્ય સેટની પરીક્ષા હાઈસ્કૂલમાં ભણતા-ભણતા આપી શકાય છે, વર્ષમાં પાંચ વાર લેવાતી સેટની પરીક્ષા માટે આ વર્ષની છેલ્લી તારીખ 8 એપ્રીલ

21મી સદીના વિશ્વમાં હવે ઝડપથી ફેલાઈ રહેલી વૈશ્ર્વિકરણની હવામાં ઉદ્યોગજગત બાદ શિક્ષણ ક્ષેત્ર પણ આંતરરાષ્ટ્રીય ફલક પર પાંખો ખેલાવી રહ્યું છે. દુનિયાના એક છેડે રહેતો વિદ્યાર્થી હવે બીજા છેડે ભણવા માટે જવા તત્પર બન્યા છે. ત્યારે ભારતના વિદ્યાર્થીઓને વિશ્વની કોઈપણ યુનિવર્સિટીમાં આસાનીથી પ્રવેશ અપાવનારી સેટની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે કોઈપણ યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવવા પુરતી છે.

‘સેટ’ ભારતના વિદ્યાર્થીઓને ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, શિંગાપુર, ઓસ્ટ્રેલીયા સહિતના વિશ્ર્વના તમામ દેશોમાં પ્રવેશ અપાવવા માટે સક્ષમ છે. સેટ  ભારતની 40 સહિત વિશ્ર્વની 4000થી વધુ યુનિવર્સિટીના પ્રવેશ માટે માન્ય બની છે. સેટની પરીક્ષા કોલેજ મંડળના ઈન્ડિયા ગ્લોબલ હાયર એજ્યુકેશન એલાયન્સ ‘આઈજીએ’ દ્વારા સેટની પરીક્ષાનું આયોજન થાય છે. જેનાથી ભારતના વિદ્યાર્થીઓને વિશ્ર્વની કોઈપણ યુનિવર્સિટી માટે સક્ષમ બનાવે છે. ભારત અને વૈશ્ર્વિક શિક્ષણ વચ્ચે આ પરીક્ષા સેતુ બની રહી છે. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ અને ઉમેદવારની આંતરરાષ્ટ્રીય ધોરણે લાયકાતને સેટ મહોર આપે છે. સેટ ભારતના વિદ્યાર્થીઓ માટે વિશ્વની કોઈપણ યુનિવર્સિટીમાં લાયકાત અપાવવા આશાનું કિરણ બની છે.

સેટ એ વિશ્વભરની તમામ યુનિવર્સિટીના પ્રવેશ માટે સૌથી સ્વીકૃત પ્રવેશ પરીક્ષા છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, કેનેડા, શિગાપુર, ઓસ્ટ્રેલીયા, ભારત અને વિશ્ર્વભરના કેટલીક યુનિવર્સિટીએ આ પરીક્ષાને માન્યતા આપી છે. આ પરીક્ષાથી ભારત કરતા વધારી વિદ્યાર્થીઓ સેટના સહારે વિદેશમાં ભણવા જવાના તેના સપના પુરા કરી રહ્યાં છે. સેટ વિદેશી યુનિવર્સિટીની માન્ય પ્રવેશ પરીક્ષા બની રહી છે. ભારતના વિદ્યાર્થીઓ વિશ્ર્વભરની યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જાય તે માટે ભારતમાં હોય કે વિદેશમાં વિદ્યાર્થીની લાયકાતને આ પરીક્ષા પ્રમાણીત કરે છે.

સેટને ભારતની તમામ યુનિવર્સિટીએ પ્રવેશ પરીક્ષા તરીકે માન્યતા આપી છે. સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમ માટે આ પરીક્ષા અંગે સંજુક્ત પોદાર જણાવે છે કે, આ પરીક્ષા વિદ્યાર્થી માટે વિશ્ર્વની તમામ યુનિવર્સિટીના દરવાજા ખોલનારી બની રહી છે. અર્થશાસ્ત્ર, મનોવૈજ્ઞાનિક કે જીવવિજ્ઞાનના કોઈપણ પ્રવેશ મેળવવો હોય તો સેટની પરીક્ષા, પ્રવેશ અને શિસ્યવૃતિ માટે પણ માન્ય રહેલી છે. અમદાવાદ, વીઆઈટી અને મનીપાલ યુનિવર્સિટીએ પણ સેટને માન્ય રાખી છે. સેટ સામાન્ય રીતે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ સચોટ છે. ઈન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટરના પ્રારંભીક જ્ઞાનનું આ પરીક્ષામાં કસોટી થાય છે. જ્યોર્જિયામાં અભ્યાસ કરતી ભારતની મુદુલા મહેશ્ર્વરી કહે છે કે, મેં 12માં ધોરણમાં સેટના અભ્યાસક્રમમાં જોડાય હતી અને આરામથી તે પૂરી કરી હતી. સેટના કારણે મારૂ પરર્ફોમન્સ સુધર્યું, 2 વર્ષના કોર્ષ બાદ મને મારી મનપસંદ યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો.

મોટાભાગના વિદ્યાર્થીઓ માટે સેટની પરીક્ષાની તૈયારીમાં 4 થી 5 અઠવાડિયા લાગે છે. ભારતીય વિદ્યાર્થીઓ હાઈસ્કૂલમાં ભણતા-ભણતા સેટની તૈયારી કરી શકે છે અને એક જ પ્રયત્નમાં પાસ થઈને વિશ્વભરના શૈક્ષણિક જગતમાં વિશાળ ફલક પર એડમિશન લેવા સક્ષમ બની જાય છે. સેટની પરીક્ષા વર્ષમાં 5 વખત યોજાય છે. તેનાથી વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં સરળતા રહે છે. સેટની પરીક્ષા માટે પ્રિ-કોચીંગની સુવિધા છે. સેટની વિદ્યાર્થીઓની કોલેજની તૈયારીઓ પણ અપાય છે. સેટ એક વિદ્યાર્થીની પૂર્ણતા ચકાસતી પરીક્ષા છે. આ વર્ષે સેટની પરીક્ષા માટે 8મી એપ્રીલ અંતિમ તારીખ છે.