Abtak Media Google News

પેટ, આંતરડા તથા લીવરના દર્દીઓ માટે અત્યાધુનિક ‘પ્રાઇમ હોસ્પિટલ’નો શુભારંભ

પ૦૦૦૦ થી વધુ એન્ડોસ્કોપી, રપ૦૦૦ થી વધુ કોલોનોસ્કોપી, ૧૦૦૦૦ ઇ.આર.સી.પી., પ૦૦૦ થી વધુ ઇયુએસ, ૧૦૦ થી વધુ પીઓઇએમ, ૩૦૦ થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટનો અનુભવ ધરાવતી ડોકટરની ટીમ પ્રાઇમ હોસ્પિટલમાં ઉપલબ્ધ

શરીરની મોટાભાગની બીમારીઓ કે તકલીફોનું મુખ્ય કારણ હોય છે – પેટ જો આપનું પેટ સ્વસ્થ તો સ્વાસ્થય મસ્ત, પાચનતંત્રને લગતા તમામ જટીલ રોગોના નીદાન અને સારવાર માટે અમદાવાદ કે મુંબઇ જવાની જ‚ર નથી. હવે રાજકોટમાં આવી ગઇ છે. નવીનતમ ટેકનોલોજી અને આધુનિક ઉપકરણોથી સુસજજ સૌરાષ્ટ્ર-કચ્છની સૌ પ્રથમ, એક માત્ર અને સર્વ શ્રેષ્ઠ ગેસ્ટ્રોમેડિસિન હોસ્પિટલ જયાં પેટ, આંતરડા, સ્વાદુપિંડ અને લિવરનાં રોગોની ઉત્તમ સારવાર ઉપલબ્ધ છે. રાજકોટ શહેરનાં હાર્દ સમા પંચવટી સોસાયટી મેઇન રોડ ખાતે આરંભ થયેલ અત્યાધુનિક Prime Institute of digestive sciences  કુલ ૨૫૦૦૦સ્કેવર ફુટમાં વિશાળ ક્ષેત્રફળમાં પ્રસરાયેલી છે.

ભારતના અને વિશ્ર્વના જુજ સેન્ટરમાં ઉપલબ્ધ પીઓઇએમ નામની ચીરા સહિત અને ટાંકા રહીત સર્જરી કે જે અન્નનળીમાં ખોરાક ચોટી જવાની એકલેશિયા કાર્ડીયા નામની બીમારીમાં કરવામાં આવે છે. જે પ્રાઇમ હોિ૫સ્ટલમાં ઉપલબ્ધ છે. તેમજ પરંપરાગત ઉપલા અને નીચલા જીઆઇ એન્ડોસ્કોપી પ્રક્રિયા દરમ્યાન નાનું આંતરડુ જોઇ શકાતું નથી. તો તેમના નિદાન તથા સારવાર માટે એન્ટેરોસ્ક્રોપીની પ્રક્રિયા  ફકત રાજકોટમાં પ્રાઇમ હોસ્પિટલ ખાતે જ થાય છે. આ ઉપરાંત પાચનતંત્રના વહેલા અને સચોટ નિદાન માટે દૂરબીન દ્વારા સોનોગ્રાફી અને હઠીલા કબજીયાત ના નિદાન માટે અન્નનળી અન મળમાર્ગની મેનોમેટ્રી તથા એસીડીટી  માપવાના મશીનની સુવિધા આ એક માત્ર હોસ્૫િટલમાં ઉપલબ્ધ છે.

પ્રાઇમનો ઘ્યેય દર્દીઓની ઉચ્ચત્તમ સારવાર આપવાનો છે જેના પાયામાં છે. ટેકનોલોજી નિષ્ણાંત ડોકટર્ર અને દર્દીઓની પ્રત્યે કાળજી અને સમર્પણ ની ભાવના પ્રાઇમ હોસ્પિટલ વિવિધ પ્રકારની પેટ, આંતરડા, સ્વાદુપિંડ અને લીવરને લગતી તબીબી સારવાર પ્રદાન કરે છે.

દર્દીઓને આરામદાયક અને અસરકારક તબીબી સંભાળ પૂરી પાડવા માટે વિશાળ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર છે. જેમાં ર૪*૭  મેડીકલ સ્ટોર ર૪*૭ ઇમરજન્સી, આધુનિક લેબોરેટરી સીટી સ્કેન, સોનીગ્રાફીનો સમાવેશ થાય છે. પ્રાઇમ હોસ્પિટલ, ૧૪ બેડનું આઇસીયુ ધરાવે છે. જે વેન્ટીલેટરઅને ડાયાલીસીસની સુવિધા સાથે છે.આ ઉપરાંત સેમી સ્પેશ્યલ રૂમ, ડીલક્ષ રૂમ, સ્યુટ રૂમ, કુલ મળીને હોસ્પિટલમાં ર૩ રૂમ અને પ૦ બેડનું આયોજન કરવામાં આવેલ છે.

૩ એન્ડોસ્કોપીશ્યસ  જાપનની પ્રખ્યાત કંપની ઓલિમ્પસ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ છે. આ સાથે જ ઇન્દ્રરનેશનલ સ્ટાટર્ડનું સર્જીકલ ઓપરેશન થીયેટર પણ બનાવવામાં આવેલ છે. આ સ્પેશિયલ અને સેન્ટ્રલી એ.સી. હોસ્પિટલ વિશ્ર્વસ્તરીય માપદંડો ને અનુસરીને નિર્માણ કરવામાં આવેલી છે. જેમાં દર્દીઓની દરેક જરૂરત અને આરામ નો ખ્યાલ રાખેલ છે. પ્રાઇમ હોસ્પિટલની સફળ કહાનીના મુખ્ય પાત્ર છે એના ત્રણ ફાઉન્ડેર્સ ડો. કે.કે.રાવલ, ડો. અવલ સાદિકોટ, ડો. ચિંતન કણસાગર, ડો. કે.કે. રાવલ કે જેઓ ગેસ્ટ્રોલોજી ડીપાર્ટમેન્ટનું નેતૃત્વ કરે છે, તેઓ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારના સર્વ પ્રથમ DM  ગેસ્ટ્રોન ટેકનોલોજીસ્ટ છે. એમને આ ક્ષેત્રમાં રપ વર્ષનો કિંમતી અનુભવ પ્રાપ્ત કરેલ છે. EUS  અને થર્ડ સ્પેશ એન્ડ્રોસ્કોપી રાષ્ટ્રીય કક્ષાએ એક ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થી અને લીવરનાં રોગો જેવા કે કમળી, હિપેટાઇસીસ બી, લીવર સિરોસિસ, ફેટીલીવર વગેરેના નિષ્ણાંત છે. તેઓ ૪૦૦ થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટનો બહોળો અનુભવ ધરાવે છે. આ ઉપરાંત મેનોમેટ્રી અને PH study ના પણ નિષ્ણાંત છે. તેઓ બાળકોના પાચનતંત્ર અને લીવરના રોગોમાં વિશેષ નીપુર્ણતા ધરાવે છે. ડો. ચિંતન કણસાગરા (એમ.ડી. મેડીસીન, ડીએમબી ગેસ્ટ્રોટેરોલોજી) અને સ્વાદુપિંડના વિવિધ રોગોના નિદાન અને સારવારમાં વપરાતી EUS અને ERP પ્રક્રિયાના નિષ્ણાંત છે. તેઓ પોતાના રિસર્ચ અને પબ્લિકેશન દ્વારા ઘણા પુરસ્કાર અને સન્માન મેળવી ચુકયા છે. પ્રાઇમ હોસ્પિટલમાં ફકત કુશળ અને અનુભવી ડોકટર્સની ટીમ જ નહીં પરંતુ તેજસ્વી અને કાર્યશીલ નર્સિંગ સ્ટાફ, ટેકનીશ્યન, એડમિનિસ્ટ્રેટીવ, ડાયેટીશ્યન, કાઉન્સેલ્સ, ફિઝીયોપેરાપીસ્ટ અને સપોર્ટ સ્ટાફનું પરિબળ પણ છે જે તેમને શ્રેષ્ઠ બનાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.