• હાલ 25 શેર ઉપર સેમ ડે સેટલમેન્ટ વ્યવસ્થા લાગુ, તેને 500 શેર ઉપર લાગુ કરવા સેબીનો પ્રસ્તાવ

સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ ટી+0 એટલે કે સેમ ડે સેટલમેન્ટ સાયકલનો વ્યાપ તબક્કાવાર રીતે 25 થી 500 શેર્સ સુધી વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે લિકવિડીટી વધારશે. જેનાથી શેરબજારમાં 24સ7 નાણાં મળી રહેશે.

સેબીના વડા માધાબી પુરી બુચ સામે આરોપો દાખલ કરવામાં આવ્યા બાદ પ્રથમ વખત મળેલી નિયમનકારી એજન્સીના બોર્ડે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા અને પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં આવતા ઉચ્ચ નેટ-વર્થ વ્યક્તિઓ માટે નવા એસેટ ક્લાસ સહિત અન્ય ચાવીરૂપ પહેલોને પણ મંજૂરી આપી હતી. યોજનાઓ  ’રોકાણ વ્યૂહરચના’ લઘુત્તમ રૂ. 10 લાખના રોકાણ સાથે આવશે.

અગાઉ, માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ 28 માર્ચથી શેરબજારમાં વૈકલ્પિક ધોરણે ટી+0 સેટલમેન્ટ લાગુ કર્યું હતું. જે લાગુ થતા જે દિવસે શેર વેચાય છે, તે જ દિવસે ખાતામાં આખા પૈસા જમા થઈ જાય છે.  આ પછી, નેશનલ સ્ટોક એક્સચેન્જની સાથે, બોમ્બે સ્ટોક એક્સચેન્જે અંબુજા સિમેન્ટ્સ, અશોક લેલેન્ડ અને બજાજ ઓટો સહિત 25 શેર માટે ટી+0 સેટલમેન્ટ સિસ્ટમની ટ્રાયલ શરૂ કરી.

હાલમાં ભારતીય શેરબજાર તમામ શેરો માટે ટી+1 સેટલમેન્ટ ચક્ર પર કામ કરે છે. ટી+0 એટલે શેરની ખરીદી અને વેચાણની પતાવટ એ જ દિવસે થશે.  આપણા દેશમાં 2002 પહેલા ટી+5 સેટલમેન્ટ સિસ્ટમ હતી. હવે સેબીએ ટી+ 0 સિસ્ટમ 25 શેરથી વધારીને 500 શેર ઉપર લાગુ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે.

હાલમાં લાગુ ટી+1 સિસ્ટમ શું છે?

સેટલમેન્ટ સિસ્ટમ એટલે ખરીદનારના ખાતામાં શેરનું ટ્રાન્સફર અને વેચેલા શેરની રકમ વેચનારના ખાતામાં ટ્રાન્સફર.  ભારતીય સ્ટોક એક્સચેન્જ હાલમાં ટી+1ને અનુસરે છે. આનો અર્થ એ છે કે ઓર્ડરના અમલીકરણના 24 કલાકની અંદર તમારા ખાતામાં ભંડોળ અને સિક્યોરિટીઝ જમા થઈ જાય છે. ધારો કે તમે બુધવારે શેર વેચ્યા.  ટી +1 મુજબ, આ શેર માટેના નાણાં 1 કામકાજી દિવસમાં તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.  જો તમે શેર ખરીદ્યા હોય તો આ શેર 1 દિવસની અંદર તમારા ડીમેટ ખાતામાં જમા થઈ જશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.