Abtak Media Google News

વિદેશી પ્રવાસીઓ માટે વિઝાના નિયમો બદલાતા અરજી રદ થઇ: ભારતીય હોટેલ અને ટ્રાવેલિંગ ઉદ્યોગને પહોંચશે માઠી અસર

કોરોના કાળને કારણે છેલ્લાં બે વર્ષથી વિદેશી પ્રવાસીઓની મુલાકાત આપડા દેશમાં બંધ હતી ત્યારે હવે ફરીથી વિદેશીઓ ની પ્રવાસ ભારત માટે ખુલ્લી મૂકવામાં આવી છે.  યુકે ભારત માટે સૌથી મોટું પ્રવાસી બજાર છે  .પરંતું છેલ્લી ઘડીએ બ્રિટિશ ટ્રાવેલ ટુ ઇન્ડિયા: વિઝાના નિયમમાં ફેરફારને કારણે હજારો બ્રિટિશ હોલિડેમેકર્સે ભારતની ટ્રિપ્સ રદ કરી હતી,  અને આનાથી ભારતમાં રોજગાર પર અસર પડી રહી છે.નિયમમાં અચાનક ફેરફારને કારણે બ્રિટિશ લોકોએ યુકેમાં વિઝા કેન્દ્રો પર રૂબરૂ હાજર રહેવાની અને પ્રવાસી વિઝા માટે અરજી કરવાની જરૂર હતી.જ્યારે પહેલાં પ્રવાસીઓ ટૂરિસ્ટ એજન્ટ પર નિર્ભર રહેતા ત્યારે હવે  આ પ્રક્રિયામાં, અરજદારે ઓનલાઇન અરજી કરવી પડશે અથવા તો વીએફએસ ગ્લોબલ એપ્લિકેશન સેન્ટર પર હાજરી આપવી પડશે.

જ્યારે આગામી બે મહિના સુધી બ્રિટિશરો માટે કોઈ એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ ન હતી ત્યારે બીજો અવરોધ ઊભો થયો, જેના કારણે હજારો બ્રિટિશ પ્રવાસીઓની ભારતમાં રજાઓની યોજનાઓ રદ કરવામાં આવી હતી. જેના કારણે થઈને બે દીવસમાં 42000 પાઉન્ડનું નુકશાન થયું છે. પ્રવાસીઓએ ભારત યાત્રા માટે વિઝા એજન્ટને સેંકડો પાઉન્ડ ચૂકવ્યા અને રિફંડ મળશે નહીં. કારણ કે અમુક બ્રિટિશ વિઝા એજેન્સઓ નું માનવું છે કે દર અઠવાડિયે ગ્રાહકને 900 જેટલા પાસપોર્ટ વિઝા માન્ય કરાવ્યા વિના પરત કરે છે જેમનાં કારણે એજન્સીને પણ ખૂબ મોટું નુક્સાન થાય છે જેથી તેઓ સર્વિસ ચાર્જ ગ્રાહકોને પરત કરી શકે નહીં.આ સાથે ગ્રાહકો નું માનવું છે તેમજ આ સાથે સમયનો પણ એટલો વ્યય થાય છે ત્યારે અમૂક બ્રિટિશ પ્રવાસીઓ એવું માનવા લાગ્યા છે કે જો આટલો બધો તણાવ લઈ તેમજ પૈસા અને સમયનો વ્યય કરીને તેઓએ ભારત પ્રાવસ માટે જાવું જ શું કામ જોઈએ?

નવા નિયમ મુજબ અરજદાર મુસાફરીના  ત્રણ મહિનાથી પહેલાંના સમયથી વિઝા માટે અરજી કરી શકતા નથી જેથી કરીને મુસાફરી માટે ટીકીટ બુક કરાવવા પ્રવાસીઓને ખૂબ જ ઓછો સમયગાળો મળે છે આ સાથે કોરોનાના સમય પહેલા જે પ્રવાસીઓએ પોતાની ટિકીટ બૂક કરાવી હતી એ કોરોનાના સમય પછી હવે બધી જ ટ્રિપ રદ કરવામાં આવી છે.ભારત દેશના ઘણા બધા શહેરો તેમજ વ્યાપાર ધંધાઓ ફ્કત વિદેશી પ્રવાસીઓ ઉપર આધારિત છે ત્યારે કોરોના કાળમાં આ વ્યાપરીઓનો ધંધો સાવ ઠપ થઈ ચૂક્યો છે જ્યારે રાજસ્થાનના પુષ્કરમાં હોટેલ પ્રેમ વિલાસના માલિક પવન મહાવરે કહ્યું: પુષ્કર બ્રિટિશ પ્રવાસીઓ પર ઘણો આધાર રાખે છે.  તેઓ ઇઝરાયલીઓ પછી અહીં આવનાર બીજા સૌથી મોટા રાષ્ટ્રીયતા છે.  હોટલો ખાલી છે અને રોગચાળા પછી પ્રવાસીઓમાં 90% ઘટાડો થયો છે.  અમે ઈચ્છીએ છીએ કે બ્રિટિશ પ્રવાસીઓ પાછા આવે.

“લંડનમાં ભારતના હાઈ કમિશને એક નિવેદન બહાર પાડીને કહ્યું: “અમારા ધ્યાને આવ્યું છે કે અનધિકૃત એજન્ટો અને વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે ફી વસૂલી રહ્યા છે અને ટઋજ કેન્દ્રો પર સબમિશન માટે ભારત વિઝા અરજીઓ એકત્રિત કરી રહ્યા છે, અરજદારોને ગેરમાર્ગે દોરે છે અને તેઓ કાયદેસર રીતે પ્રદાન કરી શકે તેવી સેવાઓને ખોટી રીતે રજૂ કરે છે.  આ બાબતની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. ભારતનું હાઈ કમિશન ભારપૂર્વક જણાવે છે કે યુકેમાં ભારત સંબંધિત પાસપોર્ટ/વિઝા/અને કોન્સ્યુલર સેવાઓ માટે ટઋજ ગ્લોબલ સર્વિસિસ એકમાત્ર અધિકૃત આઉટસોર્સિંગ પ્રદાતા છે. સ્થાપિત પ્રક્રિયા મુજબ, વ્યક્તિગત વિઝા અરજદારો, અને હંમેશા  ટઋજ કેન્દ્રો પર રૂબરૂમાં વિઝા અરજીઓ સબમિટ કરવી જરૂરી છે. અરજદારો વિઝા અરજીઓ સબમિટ કરવા માટે ઑનલાઇન એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.