Abtak Media Google News

વકીલો માટે સુવર્ણ કાળ

કોરોનાના કારણે શરૂ થયેલી વર્ચ્યુઅલ કોર્ટ વકીલો માટે આફત નહીં અવસર બની રહેશે

આભાસી કોર્ટના કારણે ન્યાયિક પ્રક્રિયા સરળ, સસ્તી અને ઝડપી બને તેવી સિસ્ટમ ગણાવતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ચંદ્રચુડ

આફતને મોટી સમસ્યા અને ગભરાટ ઉભો થતો હોય છે. પરંતુ આફત જ ઘણી વખત આર્શિવાદ બની જતી હોય છે. આવા જ સંજોગો વકિલાતના વ્યવસાય માટે વર્ચ્યુલ કોર્ટ ઉજળા સંજોગો બની રહેશે તેમ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂતિ ચંદ્રચુડ જણાવી વકીલો પોતાની ફિજીકલ હાજરી વિના દેશના ગમે તે ખૂણે બેસીને પોતાની ઇ ફાઇલીંગ કરી શકે તેવી સુવિધા આગામી દિવસોમાં એડવોકેટ માટે સુવર્ણ કાળ સમાન બની રહેશે તેમ કહ્યું છે.

કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા લોક ડાઉન દરમિયાન કેટલાયે એડવોકેટ નવરા બનવા સાથે બેકારીનું જોખમ જણાતું હતું અને ન્યાયિક પ્રક્રિયા કંઇ રીતે આગળ ધપાવવી, કોર્ટમાં કેસનો ભરાવો ન થાય તે તમામ બાબતને ધ્યાને લઇને ઝડપી તેમજ સસ્તો ન્યાય મળી રહે તે માટે ચાલી રહેલી મથામણ દરમિયાન ઇ-ફાઇલીંગ કરી વર્ચ્યુલ કોર્ટ દ્વાર કામ આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વર્ચ્યુલ કોર્ટમાં ન્યાયિક પ્રક્રિયા શરૂ થઇ ત્યારે ઘણા વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને વર્ચ્યુલ કોર્ટ શરૂ થતા વકીલો બેકાર બની જશે તેવી દહેશત વ્યક્ત થઇ હતી. વકીલો માટે આવેલી વર્ચ્યુલ કોર્ટની આફત ખરેખર સુવર્ણ અવસરમાં પરિણ્મી છે. વચ્યુલ કોર્ટના માધ્યમથી વકીલો દેશના ગમે તે ખૂણે બેસી દેશની ગમે તે કોર્ટમાં ઇ ફાઇલિંગ દ્વારા વકીલાત કરી પોતાની ટેલેન્ટની સાથે કમાવવાની ઉજવળ તક સમાન વર્ચ્યુલ કોર્ટના અધ્યક્ષ પદ શોભાવતા સુપ્રીમ કોર્ટના જસ્ટીશ ડી.વાય.ચંદ્રચુડએ જણાવ્યું છે.

કર્ણાટક હાઇકોર્ટમાં વર્ચ્યુલ કોર્ટના ઇ-ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા સુપ્રીમ કોર્ટના જસ્ટીશ ડી.વાય.ચંદ્રચુડ, સુપ્રીમ કોર્ટના જસ્ટીશ એ.એસ., કર્ણાટકના ચીફ જસ્ટીશ એ.એસ.ઓકા અને હાઇકોર્ટના ન્યાયધિશ અરવિંદકુમાર દ્વાર વર્ચ્યુલ કોર્ટના વકીલો માટે શું ફાયદા થશે તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

હાઇકોર્ટના ન્યાયમૂતિ અરવિંદકુમારે પેપરલેશ અદાલતના યુગની શરૂઆત થઇ છે. ન્યાયધિશના સંપર્ક વિના ઉલંઘન કરનારાઓ દ્વારા દંડ ભરી શકાશે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીશ અને વર્ચ્યુલ કોર્ટના અધ્યક્ષ ડી.વાય.ચંદ્રચુડે ઇ ચલણ સિસ્ટમ કંઇ રીતે કાર્ય કરશે તે અંગે વિસ્તૃત જાણકારી પી આપી ઇ-ફાઇલિંગથી કોર્ટની કામગીરી પેપરલેશ બની જશે જેના કારણે ખર્ચમાં ઘણો ઘટાડો થશે તેમ કહી કર્ણાટક હાઇકોર્ટના આ નિર્ણયને આવકારી અભિનંદન પાઠવ્યા છે.

કોરોનાની શરૂઆતના કારણે ન્યાયતંત્ર સામે ઘણા પડકારો આવ્યા હતા તેનો સામનો કરવા માટે વર્ચ્યુલ કોર્ટ શ્રેષ્ટ ગણવામાં આવી છે. વર્ચ્યુલ કોર્ટના શુ ફાયદા છે તે અંગે જણાવતા ચીફ જસ્ટીશ ચંદ્રચુડે નાના સભ્યોને સ્થાપિત થવાની તક મળશે મહિલા વકીલો પણ પોતાના ઘરે રહી આરામથી કોર્ટની કામગીરીમાં ભાગ લઇ શકે તેવી સિસ્ટમ છે. ઇ ફાઇલિંગના કારણે ૧૦૧ કરોડનો દંડ કર્ણાટકની વર્ચ્યુલ કોર્ટ દ્વારા વસુલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચોકસાઇ અને ઝડપી કામગીરી થશે ન્યાય તંત્ર પરનું ભારણ ઘટશે, વ્યસ્ત એડવોકેટોને પણ કામનું ભારણ ઘટી જશે તેમ કહી આ એક નિર્ણાયક સિસ્ટમથી પોલીસ અને જેલ તંત્રના વહિવટમાં પણ સરળતા સાથે મહત્વનો રોલ બની જશે તેમ કહ્યું હતું.

કોરોનાની સ્થિતી સ્થીર થયા બાદ કોર્ટની કામગીરીમાં અને પોલીસની કામગીરીમાં અનેક ગણો ભરાવો થયો હશે તેને પહોચી વળવા માટે આગોતરી તૈયારીના ભાગરૂપે વર્ચ્યુલ કોર્ટને પ્રાધાન્ય આપી ઝડપી અને સરળ રીતે કામગીરી થઇ શકે તે હેતુસર શરૂ કરાયેલી વર્ચ્યુલ કોર્ટ દ્વારા વકીલો માટે મહત્વનો અને સુર્વણ યુગ સમાન બની જશે તેમ જણાવવામાં આવ્યું છે.

કર્ણાટકમાં  શરૂ થયેલી વર્ચ્યુઅલ કોર્ટ અન્ય રાજ્યોમાં પણ કાર્યરત થશે. એટલે ટૂંક સમયમાં જ વકીલો પોતાની ફિઝિકલ હાજરી વિના કેસમાં પોતાની દલીલ કરશે તેમજ અરજદારોને પણ કોર્ટમાં હાજર રહેવાની જરૂર રહેશે નહીં. જેથી ન્યાય પ્રક્રિયા સરળ બને ઝડપી બનવાની સાથે સાથે ન્યાય સસ્તો પણ બની રહેશે. આથી આવનાર સમયમાં કોર્ટ પર કેસનું ભારણ વધેલુ જણાય છે તેમાં પણ ઘણો ઘટાડો થશે તેમ સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટીસ ચંદ્રચુડ અને કર્ણાટક હાઇકોર્ટના જસ્ટીસ અરવિંદકુમારે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.