હવે હાઇવે ઉપરના ગાબડાં કલેકટરે ‘પુરવા’ પડશે !!

હાઇવે પર ખાડાઓને લીધે થતાં અકસ્માત માનવ સર્જિત આપત્તિ : કેરળ હાઇકોર્ટ કરી મહત્વપૂર્ણ ટિપ્પણી

દેશમાં છેલ્લા 5 વર્ષમાં હાઈવે પર થયેલા મોતનો આંકડો ચોંકાવનારો છે. સરકારી ડેટા અનુસાર, 2016-20 દરમિયાન હાઇવે પર રોડ અકસ્માતમાં વાર્ષિક 2300 થી વધુ લોકોના મોત થયા હતા. જાણીને નવાઈ લાગશે કે, મોટાભાગના મૃત્યુ રસ્તા પરના ખાડાઓને કારણે થયા છે.  કેરળ હાઈકોર્ટે હાઈવે પરની દુર્ઘટનાને માનવસર્જિત ઘટના ગણાવી છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ(કલેકટર) માટે મોટો આદેશ પણ જારી કર્યો છે.

માર્ગ પરિવહન મંત્રાલયના ડેટા અનુસાર, હાઇવે પરના ખાડાઓને કારણે સૌથી વધુ મૃત્યુ થયા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018 માં સુપ્રીમ કોર્ટે હાઈવે પર રસ્તાઓની જાળવણીમાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી હતી. આ આંકડામાં 2021 નો ડેટા સામેલ નથી.

કેરળ હાઈકોર્ટે હાઇવે પરના ખાડાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી અને તેને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ માનવસર્જિત આપત્તિ ગણાવી હતી. કોર્ટે આદેશ આપ્યો છે કે, હવે હાઇવે પરના ખાડાઓને કારણે કોઈપણ અકસ્માત સર્જાય તો તે અંગે જે તે જિલ્લાના કલેકટરે કોર્ટમાં આવીને ખુલાસો આપવો પડશે.  ન્યાયમૂર્તિ દેવેન રામચંદ્રને કહ્યું, ’હું જિલ્લા કલેકટરને આદેશ આપું છું કે રસ્તા પર આવી માનવસર્જિત દુર્ઘટનાને રોકવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવે.  હું તેમને ચેતવણી પણ આપું છું કે જો ભવિષ્યમાં રસ્તા પર આવો કોઈ અકસ્માત થશે તો તેઓએ કોર્ટમાં આવીને ખુલાસો આપવો પડશે.કેરળ હાઈકોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકારની જવાબદારી છે, ખાસ કરીને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની કે રોડ નિર્માણના નિયમોનું ધ્યાન રાખવું. જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોઈ વ્યક્તિ ઘાયલ થાય છે અથવા મૃત્યુ પામે છે, તો તેનો અર્થ એવો થશે કે ઓથોરિટી રોડ ક્ધસ્ટ્રક્શન કંપની અને તેના અધિકારીઓ માટે જવાબદાર હોઈ શકે છે.

હાઈવે પરના ખાડાઓને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા(એનએચએઆઈ) ટૂંક સમયમાં આવી ઓનલાઈન સિસ્ટમ અને મોબાઈલ એપ્લીકેશન બનાવવાની તૈયારી કરી રહી છે, જેના દ્વારા કોઈ રસ્તા પરથી પસાર થતા મુસાફર રસ્તા પરના ખાડાઓ કે ક્ષતિગ્રસ્ત રસ્તા વિશે માહિતી આપી શકશે. હાઇવે ઓથોરિટીના એક સૂત્રએ જણાવ્યું હતું કે આ પછી ક્ષતિગ્રસ્ત રસ્તાના સમારકામ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવશે અને જેઓ આમ કરવામાં નિષ્ફળ જશે તેમને સજા કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું છે કે નેશનલ હાઈવે પર ખાડાઓ વધુ જીવલેણ છે.  કારણ કે આ રસ્તાઓ ઝડપી પરિવહન માટે છે. શહેરમાં કારની મહત્તમ સ્પીડ 40-60 કિમી પ્રતિ કલાકની વચ્ચે છે જ્યારે હાઇવે પર કારની મહત્તમ સ્પીડ 100 કિમી પ્રતિ કલાક છે. આવી સ્થિતિમાં, જ્યારે તે ખાડો જુએ છે ત્યારે ડ્રાઇવરને પોતાને બચાવવા માટે ખૂબ જ ઓછો સમય મળે છે.

ફરીદાબાદના રહેવાસી મનોજ રંધાવાએ 2014 માં હાઈવે પરના ખાડાઓને કારણે તેમના પુત્રના મૃત્યુને લઈને હાઇવે ઓથોરિટી સામે કેસ લડી રહ્યા છે. ત્યારે મનોજ રંધાવાએ કહ્યું છે કે, હવે જ્યારે હાઈકોર્ટે આ મુદ્દાઓ પર ટિપ્પણી કરી છે, મને થોડી આશા જાગી છે.

સાવધાન!!! આગળ મોત છે….

સરકારી ડેટા અનુસાર, 2016-20 દરમિયાન હાઇવે પર રોડ અકસ્માતમાં વાર્ષિક 2300 થી વધુ લોકોના મોત થયા હતા. જાણીને નવાઈ લાગશે કે, મોટાભાગના મૃત્યુ રસ્તા પરના ખાડાઓને કારણે થયા છે.  કેરળ હાઈકોર્ટે હાઈવે પરની દુર્ઘટનાને માનવસર્જિત ઘટના ગણાવી છે. માર્ગ પરિવહન મંત્રાલયના ડેટા અનુસાર, હાઇવે પરના ખાડાઓને કારણે સૌથી વધુ મૃત્યુ થયા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018 માં સુપ્રીમ કોર્ટે હાઈવે પર રસ્તાઓની જાળવણીમાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી હતી.

હવે એક ક્લિકથી હાઇવે પરના ખાડા બુરી દેવા તખ્તો તૈયાર !!

હાઈવે પરના ખાડાઓને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા(એનએચએઆઈ) ટૂંક સમયમાં ઓનલાઈન સિસ્ટમ અને મોબાઈલ એપ્લીકેશન બનાવવાની તૈયારી કરી રહી છે, જેના દ્વારા કોઈ રસ્તા પરથી પસાર થતા મુસાફર રસ્તા પરના ખાડાઓ કે ક્ષતિગ્રસ્ત રસ્તા વિશે માહિતી આપી શકશે. મુસાફર ખાડાનો ફોટો ક્લિક કરી એપ્લિકેશન થકી ફોટો સબમિટ કરે એટલે જીપીએસ થકી તે ખાડાનું લોકેશન મેળવી તતાકાલિક તેનું સમારકામ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. હાઇવે ઓથોરિટીના એક સૂત્રએ જણાવ્યું હતું કે આ પછી ક્ષતિગ્રસ્ત રસ્તાના સમારકામ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવશે અને જેઓ આમ કરવામાં નિષ્ફળ જશે તેમને સજા કરવામાં આવશે.