Abtak Media Google News

ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં રિલાયન્સ jioના સસ્તા ટૈરિફ પ્લાનને ટક્કર આપવા માટે ટેલિકોમ કંપનીઓને માર્કેટમાં ટકી રહેવા અને પોતાના યુઝર્સ સાચવી રાખવા માટે આકર્ષક પ્લાન્સ લાવવા જ‚રી બની ગયા છે તેવામાં  jioને ટક્કર આપવા  vodafone, BSNL, Airtel, idea જેવી કંપનીઓ પોતાના કસ્ટમર માટે નવા પ્લાન સાથે આવી રહી છે.

તો ચાલો જાણીએ તેના નવા પ્લાન વિશે…..

vodafone

– વોડાફોન કંપનીએ હાલમાં જ સ્ટુડન્ટ સર્વાઇવલ કિટ પ્લાન લોન્ચ કર્યો છે જેની કિંમત ૩૫૨ ‚પિયા છે. આ પ્લાનમાં 84 GBડેટા અને ફ્રી કોલની સુવિધા ૮૪ દિવસની વેલિડિટી સાથે આપવામાં આવશે. જેમાં દરરોજ 1 GB fupલિમિટ આપવામાં આવી છે. તેમજ ફ્રી કોલિંગ માટે પણ વોડાફોન દરરોજની ૩૦૦ મિનિટની લિમિટ રાખી છે.

– આ પ્લાન અંતર્ગત પ્રીપેડ યુઝર્સને માત્ર ૭‚.નું રિચાર્જ કરાવવુ પડશે. અને આ પ્લાનમાં યુઝર્સને ફ્રી વોડાફોનથી વોડાફોન લોકલ કોલ્સ અને એક કલાક માટે 4 GB/ 3 GB અનલિમિટેડ ડેટા મળશે.

Airtel

– એવી જ રીતે એરટેલ કંપની પણ  jio જેટલા જ પ્લાન (RS.399) સાથે મેગાપેક લઇને આવી રહ્યુ છે.

– જેમાં મુખ્યત્વે  RS.399 પ્લાનમાં  1 GB ડેટા (perday) અને 84દિવસની વેલિડિટી સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

– આ ઉપરાંત કોલિંગ સુવિધા આ પ્રમાણે છે.

૧- RS 0.10 per મિનિટ પર Airtel to Airtel

૨- RS 0.30 per મિનિટ પર Airtel to other Network

BSNL

આ ઉપરાંત  BSNL કંપની પણ પોતાના પ્લાન સાથે પીછે હટ કરી નથી તેમજ BSNLએ પોતાના ગ્રાહકો માટે પ્લાનમાં પહેલા કરતા વધુ ડેટા મળી રહે તેવી ખાસ સુવિધા સાથે રજુ કરાઇ છે.

જેમાં  BSNLકંપનીએ  RS.99 માં પહેલા જીરો ડેટા બેની ફીટ આપવા આવતુ હતુ અને હવે 250 MBડેટા આપવામાં આવશે.

– તેવી જ રીતે  RS. 225 માં 200 MBડેટાને વધારીને  1 GB ડેટા રાખવામાં આવશે.

– આ ઉપરાંત RS. 325 ના પ્લાનમાં 250 MB data વધારીને  2 GB data આપવામાં આવશે.

idea

– ideaકંપની પણ jioને ટક્કર આપવા પોતાના નવા પ્લાનમાં સુધારા કર્યો છે જે આ પ્રમાણે છે.

– RS 453 પ્લાનમાં 84 GB ડેટા (perday) અને 84દિવસની વેલિડિટી સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

– જેમાં કોલિંગ સુવિધામાં ૩૦૦ મિનિટ perdayઅને  1200 મિનિટ પર week રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.