હવે ઑનલાઇન ગેમિંગ માંથી મળેલા નાણાં ઉપર પણ ટેક્સ ચૂકવવો પડશે

ગેમિંગ ઉદ્યોગમાં થતી આવકવેરાની ચોરીને અટકાવવવા સીબીડીટીનો નિર્ણય, વ્યાજ સાથે 30 ટકા ટેક્સ ભરવો પડશે

આવકવેરા વિભાગ સતત એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે, ઉદ્યોગો દ્વારા આવકવેરા ની ચોરી કરવામાં આવતી હોય તેના ઉપર અંકુશ મૂકવામાં આવે જેથી આવકવેરા વિભાગ હરીયાલ એસ્ટેટની સાથે અનેકવિધ ક્ષેત્ર ઉપર તવાઈ બોલાવી રહ્યું છે પરંતુ હાલ એક નવા જ ક્ષેત્ર એટલે કે ગેમિંગમાં જે રીતે આવક ઊભી થઈ રહી છે તેમાં લોકો આવક દેખાડવાના બદલે ચોરી કરતા નજરે પડ્યા છે ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સી જે એક નવો જ નિર્ણય લીધો છે જેમાં જે કોઈ વ્યક્તિને ગેમિંગ મારફતે આવક ઊભી થશે તો તેને વ્યાજ સાથે 30 ટકાનો કર પણ ચૂકવવો પડશે.

એટલું જ નહીં આવકવેરા વિભાગ હવે દરેક ક્ષેત્રમાં પોતાની બાજ નજર રાખશે અને એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે કે કયા વિભાગ દ્વારા કરચોરી કરવામાં આવી રહી છે અને યોગ્ય માહિતી મળતાની સાથે જ તેના ઉપર આકરા પગલાં પણ લેશે ત્યારે હવે આવકવેરા વિભાગ એ ગેમિંગ ક્ષેત્રે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સાથો સાથ વિદેશોમાં સંપત્તિઓ ધરાવતા ભારતીયોના ડેટાનું વિશ્લેષણ કરાઇ રહ્યું છે. હવે અમે માત્ર રિયલ એસ્ટેટ કે ડેવલપર્સ સુધી સીમિત નથી. એસેટ રિસ્ટ્રક્ચરિંગ, વિદેશી કંપનીઓ, ગેમિંગ અને સટ્ટાબાજી જેવી પ્રવૃત્તિઓ પર પણ ફોકસ કરાય સહિયારા રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ

(સીઆરએસ) અને એફએટીસીએ હેઠળ ભારતીયોની વિદેશી સંપત્તિના આંકડા મોટાપાયે મળી રહ્યા છે આવકવેરા વિભાગનો મુખ્ય હેતુ એ પણ છે કે જે કરદાતા યોગ્ય રીતે પોતાના ઘરની ભરપાઈ કરે છે તો તેમને કોઈ પણ પ્રકારની અડચણનો સામનો ન કરવો પડે પરંતુ હાલ જે રીતે ઉદ્યોગકારો પોતાની આવક છુપાવીને ગેરરીતી હાચવી રહ્યા છે તેને ધ્યાને લઈ સરકાર દ્વારા અને આવકવેરા વિભાગ દ્વારા આંકડા પગલાઓ લેવામાં આવે છે અને પરિણામે સતત સર્ચ અને સર્વેની કામગીરીમાં પણ વધારો જોવા મળ્યો છે.