Abtak Media Google News

જી.જી.હોસ્પિટલમાં ફરજ બજાવતો નર્સિંગ સ્ટાફ પોતાની પડતર માગણીઓને લઈ હડતાળ પર ઉતર્યો છે.જ્યાં સુધી સરકાર તેમની પડતર માગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જી.જી.હોસ્પિટલમાં પોલીસે નર્સિંગ સ્ટાફના હડતાલથી કર્મચારીઓને અટકાયત કરવા પહોંચતા સ્ટાફના કર્મચારીઓ ઘરે જઈ વિરોધ ચાલુ રાખી અચોક્કસ મુદત સુધી ઘરે બેસવાનો નિર્ણય કર્યો છે.

Videocapture20210518 142720 1621328502

નર્સિંગ સ્ટાફના સભ્યોએ કહ્યું હતું કે, તાજેતરમાં સરકાર દ્વારા સાંજે 5:00 કલાકે યુએનએફ ટીમ પ્રતિનિધિ ગ્રુપે મીટીંગ બોલાવી એક તરફ ચર્ચા કરી હડતાળ પાછી ખેંચવા અપીલ કરાય છે અને બીજી તરફ આપણા તરફથી કોઈપણ ફાઇનલ નિર્ણય લેતા પહેલા બે પ્રતિનિધિઓ દીપકમલ વ્યાસની સોમનાથ અને ઇકબાલ કડીવાલાની રાજુલા અમરેલી ખાતે બદલી કરવાના આદેશ થયા છે. માનવતા જોડે વાવાઝોડામાં પણ રાજ્યના પ્રજાજનો અને નાગરિકોની સલામતી અને સારવારની ચિંતા કરી 30 નર્સિંગ કર્મચારી સાથે ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ બનાવી આગળ વધી રહ્યા હતા ત્યારે રાજ્ય સરકારનું પગલું વખોડવાને લાયક છે જેથી હવે આંદોલન જ્યાં સુધી આ મુદ્દાઓનો ઉકેલ રાજ્ય સરકાર ન લાવે ત્યાં સુધી ચાલુ રહેશે તેમ જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.