Abtak Media Google News

વિશ્વના બધા જ દેશો દ્વાર અલગ અલગ પ્રકારના સંશોધન માટે અંતરિક્ષમાં સેટેલાઇટ મુકવામાં આવે છે તેમાંથી ઘણા સેટેલાઇટ દ્વારા કામ પૂર્ણ થાય છે અને હજારો કચરાના ટુકડાઓ બીજા પ્રકારના કચરા પૃથ્વીનું પરિભ્રમણ કરી રહ્યા છે. તેનાથી હાલમાં ત્યાં કાર્યરત ઉપગ્રહો અને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સાથે ટકરાવાનું જોખમ રહે છે.

અવકાશના જોખમને ટાળવા માટે સ્વિસ કંપની પહેલી વખત અંતરિક્ષ સફાય અભિયાન ચલાવશે. યુરોપિયન સ્પેસ એજન્સીએ કહ્યું છે કે સ્પેસ એજન્સી સ્વિસ સ્ટાર્ટઅપના પ્રતિનિધિઓ સાથે 8.6 કરોડ યુરો સાથે હસ્તાક્ષર કરી રહી છે. ક્લિયરસ્પેસ નામની કંપનીને આશા છે કે 2025 સુધીમાં એક ખાસ સેટેલાઇટ અંતરિક્ષમાં મોકલવામાં આવશે અને પૃથ્વીની કક્ષાની આજુબાજુ જમા થયેલો કચરો એકઠો કરશે.

યુરોપિયન સ્પેસ એજન્સીના ડાયરેક્ટર યાન વુનરે ગત ડિસેમ્બરમાં ઘોષણા કરી હતી કે, ‘કલ્પના કરો કે જો ઇતિહાસમાં ખોવાઈ ગયેલા બધા જહાજો હજી પણ પાણીમાં ફરતા રહે તો સમુદ્રમાં ફરવું કેટલું જોખમકારક થશે. ‘ક્લિયરસ્પેસના સ્થાપક અને સીઈઓ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આગામી વર્ષોમાં હજારો નહિ પણ સેંકડો સેટેલાઇટ મોકલવાના થશે અને પૃથ્વીની આસપાસ વધુ કચરો ભેગો ભેગો થશે.

Screenshot 1 30

નીચેમુજબ થશે સફાઈ:

અંતરિક્ષની સફાઈનું પ્રથમ મિશન ક્લિયરસ્પેસ -1 ,112 કિલોના રોકેટના ટુકડા સાથે નિશ્ચિત સ્થળે પહોંચશે. રોકેટના આ ટુકડાને વેસ્પા કહેવામાં આવી રહ્યો છે જેણે 2013માં અવકાશમાં સેટેલાઇટ લાવવામાં મદદ કરી હતી.ઈએએસ કહે છે કે વેસ્પા શિખાવ માણસ માટે સારું રહેશે. આ મિશન દ્વારા મુશ્કેલ વસ્તુઓ અને પછી કચરાના ઢગલાને સાફ કરશે.

વેસ્પા સુધી પહોંચ્યા પછી ક્લિયરસ્પેસ -1 તેને પૃથ્વીની કક્ષાથી બહાર લઈ જશે જેનાથી તે વાતાવરણમાં પહોંચીને જાતે જ સળગી જાય. યુરોપિયન સ્પેસે એજન્સીનું કહેવું છે કે ઈએસએ કચરો સાફ કરવાની રીત વિકસાવવાને બદલે સ્પેસમાં ચુકવણી કરીને નવી રીત શોધશે.આ એજન્સી તેની કુશળતા અને પ્રથમ મિશન માટે ચુકવણી કરશે. સ્વિસ કંપની રોકાણકારો પાસેથી બાકીનો ખર્ચ મેળવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.