હવે ઘર બહાર બુટ ઉતરતા પહેલા વિચારજો નહિ તો પછતાવું પડશે

આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે ચોર ઘરમાંથી પૈસા ચોરી ગયા અથવા તો ચોર દુકાનમાંથી પૈસા કે ટીવી ચોરી ગયા ત્યારે એક આશ્ચર્ય જનક ઘટના સામે આવી છે જેમાં ચોર હવે બુટને પણ મૂકતા નથી… જી હા આવી ઘટના સુરતમાં આવી છે જેમાં મોંઘાદાટ બુટની ચોરી કરવામાં આવી રહી છે. ચોરીના સીસીટીવી ફૂટે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં એક ઈસમ મોંઘા દાટ બુટની ચોરી કરી ફરાર થઈ જતો દેખાઈ રહ્યો છે .

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હાઇરાઈઝ બિલ્ડીંગમાંથી લોકોના મોંઘાદાટ બુટની ચોરી થવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. ચોરને હવે ચોરી કરવા માટે શું કઈ બચ્યું નહિ હોય કે તે હવે મોઘા દાટ બુટની ચોરી કરવા લાગ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે બુટની ચોરી વળી ? એક આધેડ ઉંમરનો વ્યક્તિ લોકોના ઘરની બહાર રહેલા બુટની ચોરી કરી ફરાર થઇ જતો દેખાઈ રહ્યો છે.

આપણે જોઈ શકીએ છીએ સીસીટીવીમાં કે એક આધેડની ઉંમરનો વ્યક્તિ બિલાડી પગે બુટ જોવે છે અને છાની રીતે લઇ લ્યે છે. ઇસમને ખ્યાલ નથી કે મને કોઈ જોવે છે પરંતુ કોઈ વ્યક્તિ તેને ચોરી કરતો પકડી પાડે છે તે તેના ફોનમાં વીડીયો ઉતારે છે જેમાં જોઈ શકાય છે કે ૨ થેલી ભરીને બુટ લઇ જાય છે.