Abtak Media Google News
છેલ્લી પાંચ ટર્મથી સતત મહાપાલિકાના લડુ છું, હવે અન્ય કાર્યકરને તક આપવા પક્ષ સમક્ષ લાગણી વ્યકત કરી છે
પક્ષ જે જવાબદારી સોંપે તે જીવનભર નિભાવવા તૈયાર: કાનગડની જાહેરાતી રાજકીય ખળભળાટ

છેલ્લી પાંચ ટર્મથી હું મહાપાલિકાની ચૂંટણી લડી રહ્યો છું, ભારતીય જનતા પાર્ટીએ મને ૨૪ વર્ષની ઉંમરે મેયર બનાવ્યો હતો. બે ટર્મ સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન, એક ટર્મ ડેપ્યુટી મેયર અને એક ટર્મ શાસક પક્ષના નેતાની જવાબદારી સોંપી હતી, હવે મહાપાલિકાની ચૂંટણી લડવી ની તેવી ઈચ્છા પ્રદેશ હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરી છે. છેલ્લા ઘણા વર્ષોથી ખંતપૂર્વક નિર્સ્વા ભાવે પાર્ટીનું કામ કરતા અન્ય કાર્યકરને ટિકિટ આપવામાં આવે તેવી લાગણી વ્યકત કરી છે. આજે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે બજેટ મંજૂર કર્યા બાદ પત્રકાર પરિષદમાં મહાપાલિકાની ચૂંટણી નહીં લડવાની સત્તાવાર જાહેરાત કરતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.

તેઓએ ઉમેર્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી જેવા વિશાળ પરિવારના સભ્ય હોવું મારા માટે ખુબજ મહત્વની વાત છે. પક્ષ મને છેલ્લી પાંચ ટર્મથી મહાપાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપે છે. ચાર ટર્મમાં હું વિજેતા બન્યો છું. ૨૪ વર્ષની ઉંમરે મને મેયર પદ આપવામાં આવ્યું હતું. જે આજે પણ એક ઈતિહાસ છે. આ ઉપરાંત પક્ષે મને બે વખત સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન, એક વખત ડેપ્યુટી મેયર અને એક વખત શાસક પક્ષના નેતાની જવાબદારી સોંપી છે. હવે મહાપાલિકાની ચૂંટણી નહી લડવાની મેં પક્ષ સમક્ષ રજૂ કરી છે. અન્ય કાર્યકરને ટિકિટ આપવા લાગણી વ્યકત કરી છે. પાર્ટી મને જે કામ કે જવાબદારી સોંપશે તે હું જીવનભર પ્રામાણીકતાથી નિભાવીશ. હોદ્દો હંગામી હોય છે. ત્યારે કાર્યકર કાયમી હોય છે. કોર્પોરેશનની ચૂંટણી ન લડવાની ઈચ્છા મેં ગત ટર્મમાં કરી પણ પાર્ટીએ મને ચૂંટણી લડવા માટે આદેશ આપતા મેં આ આદેશને શિરોમાન્ય ગણ્યો હતો. હરહંમેશ પાર્ટીએ મને મોટો કર્યો છે. ભાજપથી મોટો કાનગડ નથી તે વાત ફાઈનલ છે.

મહાપાલિકાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યાં છે ત્યારે આજે ભાજપના કદાવર નેતા અને સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે મહાપાલિકાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતા રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની છેલ્લી બે ચૂંટણીમાં તેઓનું નામ રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક માટે ચર્ચામાં રહ્યું હતું. જો તેઓ મહાપાલિકા ન લડે તો બની શકે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરે અવા પક્ષ તેઓને કોઈ બોર્ડ નિગમના ચેરમેનની ખુરશીએ પણ બેસાડે. આ તમામ વાતો હાલ જો અને તો ના સમીકરણો વચ્ચે રમી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.