18+ લોકોએ રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

0
44

1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ કોરોનામાં વેક્સિન આપવામાં આવશે. ભારત સરકારે કોવિડ-19 રસીકરણના ત્રીજા તબક્કાની રણનીતિ જાહેર કરી છે. આ અંતર્ગત 18 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિને વેક્સિન મેળવવા માટે પાત્ર બનશે. સરકારે રસીકરણ ઝુંબેશ પર ભાર મુકતા અને રાજ્યો, ખાનગી હોસ્પિટલો અને ઔદ્યોગિક સંસ્થાઓને પણ રસી ઉત્પાદકો પાસેથી ડોઝ ખરીદવાની મંજૂરી પણ આપી દીધી છે.

કેવી રીતે કરશે રજિસ્ટ્રેશન

જો તમે 1 મે 2021 ના ​​રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના હો, તો તમારે કોરોના રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. કોવિન, આરોગ્ય સેતુ એપ દ્વારા રજિસ્ટ્રેશન થઈ શકે છે. આ સાથે ઓનસાઇટ રજિસ્ટ્રેશન એટલે કે હોસ્પિટલો અને રસીકરણ કેન્દ્રો પર પણ રજિસ્ટ્રેસનની સુવિધા કરવામાં આવશે. રજિસ્ટ્રેશન માટે તમારે માન્ય ઓળખકાર્ડની જરૂર પડશે જેમાં આધાર કાર્ડ, ડીએલ, પાસપોર્ટ, વોટર આઈડી કાર્ડ શામેલ છે.

શું છે પ્રક્રિયા

આના માટે યોગ્ય લોકો તેમના મોબાઈલ નંબર દ્વારા કો-વિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરી શકશે. પહેલા કો-વિન એપનો ઉપયોગ કરો અથવા www.cowin.gov.in પર લોગ ઇન કરો. ત્યાર બાદ તમારો મોબાઇલ નંબર દાખલ કરો. તમારું એકાઉન્ટ બનાવવા માટે ઓટીપી આપવામાં આવશે. ઓટીપી દાખલ કરો અને ‘વેરિફાઈ’ બટન પર ક્લિક કરો. ત્યાર બાદ તમે વેક્સિનેશન રજિસ્ટ્રેશન સાથે જોડાયેલા પેજ પર રિડાયરેક્ટર કરવામાં આવશે. અહીં તમારે ફોટો આઈડી પ્રૂફ નક્કી કરવો પડશે. સાથે, તમારું નામ, ઉંમર, લિંગ અને અપલોડ આઈડી પ્રૂફ વિશે માહિતી આપો. રજિસ્ટ્રેશન માટેની માહિતી દાખલ કર્યા બાદ ‘રજિસ્ટર’ બટન પર ક્લિક કરો.

કેન્દ્ર સરકારને 50% સપ્લાઈ

આવતા મહિને શરૂ થનારી રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કા હેઠળ, રસી ઉત્પાદકો તેમની કેન્દ્રિય ઔષધિ પ્રયોગશાળાઓ (સીડીએલ) માંથી બહાર પાડવામાં આવેલા 50% ડોઝ કેન્દ્ર સરકારને પૂરા પાડશે અને બાકીના 50% રાજ્ય સરકારોને વેચવામાં આવશે અને ખુલ્લા બજાર માટે સ્વતંત્ર હશે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સત્તાવાર નિવેદન મુજબ, રસી ઉત્પાદકોએ રાજ્ય સરકારો અને બજારોમાં પૂરા પાડવામાં આવતા 50 ટકા સપ્લાઈની કિંમત 1 મે 2021 પહેલા જાહેરત કરવી પડશે.

આ કિંમતના આધારે રાજ્ય સરકારો, ખાનગી હોસ્પિટલો, ઔદ્યોગિક મથકો વગેરે રસી ઉત્પાદકો પાસેથી વેક્સિનનો ડોઝ ખરીદી શકશે. તમામ રસીકરણ ‘રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ’ની ઉદારીકરણ અને પ્રવેગક તબક્કા -3ની વ્યૂહરચના હેઠળ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here