Abtak Media Google News

કરોડો યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોરથી જોડાયેલા છે જ્યાં આપણે સૌ અલગ અલગ એપ્લિકેશ ડાઉનલોડ કરી છીએ. હવે આ ગૂગલ પ્લે સ્ટોર એન્ડ્રોઈડ યુઝર માટે પોતાની પોલિસીમાં ફેરફાર લાવી રહ્યું છે. આ ફેરફાર આવતી કાલથી અમલમાં મુકાશે. આ પ્લેસ્ટોરના આ ફેરફાર એન્ડ્રોઈડ ફોનમાં રેકોર્ડિંગને લઈને એટલે કે, હવે તમે કોઈ પણ થર્ડ પાર્ટી કોલ રેકોર્ડિંગ એપ્સ વડે એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કોલ રેકોર્ડ કરી શકશો નહીં.

કંપની આ વિશે પહેલા જ જણાવી ચૂકી છે. સુરક્ષાના કારણે કોલ રેકોર્ડિંગ એપ્સ બંધ કરવામાં આવી રહી છે. કંપનીએ કહ્યું છે કે કોલ રેકોર્ડિંગ એપ્સ ઘણી પરમિશન લે છે જેનો ઘણા ડેવલપર્સ તેનો ખોટો ફાયદો ઉઠાવે છે.

આ સિવાય અલગ-અલગ દેશોમાં કોલ રેકોર્ડિંગ એપ્સ અંગેના કાયદા પણ અલગ-અલગ છે. જેના કારણે કંપની તેમાં ફેરફાર પણ કરી રહી છે. ગુગલની નવી પોલિસી આવતીકાલથી કોલ રેકોર્ડિંગ એપ્સને સંપૂર્ણપણે બંધ કરી દેશે. આ નીતિને કારણે, Truecaller એ પણ પુષ્ટિ કરી છે કે હવે Truecaller સાથે કૉલ રેકોર્ડિંગ શક્ય નહીં હોય.

ઇનબિલ્ટ કોલ રેકોર્ડિંગ એપ્સ કામ કરતી રહેશે

પરંતુ, જે ફોનમાં પહેલાથી જ કોલ રેકોર્ડિંગની સુવિધા આપવામાં આવી છે તે કામ કરવાનું ચાલુ રાખશે. એટલે કે, જો તમારા ફોનમાં ઇનબિલ્ટ કોલ રેકોર્ડિંગ એપ છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તેઓ પહેલાની જેમ કામ કરતા રહેશે.સમસ્યા તે લોકોને આવશે જેમના ફોનમાં ઈનબિલ્ટ કોલ રેકોર્ડિંગ એપ નથી અને તેઓ કોઈપણ થર્ડ પાર્ટી કોલ રેકોર્ડિંગ એપ દ્વારા કોલ રેકોર્ડ કરે છે. સેમસંગ, વિવો, રિયાલિટી અને અન્ય કંપનીઓના મોટાભાગના ફોન ઇનબિલ્ટ કોલ રેકોર્ડિંગ ફીચર સાથે આવે છે.

નવી પોલિસી પહેલા પણ કંપનીએ આવા પ્રયાસો કર્યા છે. કંપનીએ એન્ડ્રોઇડ 10માં કોલ રેકોર્ડિંગને ડિફોલ્ટ બંધ રાખ્યું હતું. આ પ્રતિબંધને દૂર કરવા માટે, એપ્લિકેશન્સે ઍક્સેસિબિલિટી API નો ઉપયોગ કરીને કૉલ્સ રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. હવે ગૂગલની નવી પોલિસી બાદ આ શક્ય નહીં બને.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.