Abtak Media Google News

ઉડયન મંત્રાલય દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સિક્યુરિટી ચેકને પણ વિકસિત કરાશે.

હવે વિદેશ જવા માટે ઈમીગ્રેશનની લાંબી લાઈનમાં ઊભું નહીં રહેવું પડે. ઉડયન મંત્રાલય દ્વારા એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સિક્યુરિટી ચેક અને ઇમિગ્રેશન પ્રોસેસને ઝડપી બનાવવા આવશે. ભારતના મુંબઈ અને દિલ્હી એરપોર્ટ ઉપર ઈમિગ્રેશન માટે યાત્રિકોએ પાંચ કલાક જેટલો લાંબો સમય વિતાવવો પડે છે જે માં હવે ઘટાડવા આવશે કારણ કે સરકાર એરપોર્ટ ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા વધુને વધુ વિકસિત કરવા જઈ રહ્યું છે. ઇમિગ્રેશન માટે ઇ-ગેટ સિસ્ટમ મુકવામાં આવી છે. પાસપોર્ટ અને વિઝા સ્કેન કરીને પેસેન્જરે -ઇ-ગે.ટમાંથી પસાર થવું પડશે. આ દરમિયાન કોમ્પ્યૂટરમાં પેસેન્જરનો ડેટા મેચ નહીં થાય તો ઈ-ગેટમાંથી નીકળી શકશે નહીં.

એરપોર્ટ ઓથોરીટીએ દેશના દરેક આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં હવે ઇમિગ્રેશન માટે ઇ ગેટની નવી સિસ્ટમ શરૂ કરશે. મહત્વનું છે કે આ પહેલા ઇમિગ્રેશન માટે યાત્રીઓની લાંબી લાઇનો લાગતી હતી અને લોકો પરેશાન થઇ રહ્યા હતા. પરંતુ હવે ઇમિગ્રેશન માટે ઇ ગેટની શરૂઆત થતા યાત્રીકોને હવે લાંબી કતારમાં ઉભુ રહેવું નહીં પડે. ઇમિગ્રેશનની કોમ્પ્યૂટરાઇઝ સિસ્ટમ ઇ-ગેટ સાથે કનેક્ટેડ કરાઈ છે. જો ઇમિગ્રેશન વિભાગની કોઈ ભૂલ સ્કેનિંગમાં કે પેસેન્જરનો ફોટો પાડવામાં થઈ હશે તો પેસેન્જર ઇ-ગેટમાંથી પસાર થઈ શકશે નહિ. ઈ-ગેટની કોમ્પ્યુટરાઇઝ્ડ સ્કીનમાં એરર આવે તો પેસેન્જરે પાછા ઇમિગ્રેશન કાઉન્ટર પર જવાનું રહેશે.

હાલ જે રીતે ઇમિગ્રેશનની લાઈનમાં લાંબો સમય યાત્રિકોએ વિતાઓ ફરે છે તેના વિતાઓ પડે તેના માટે ઓડિયન મંત્રાલયને કેન્દ્ર સરકાર એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુ વિકસિત બનાવશે અને સિક્યુરિટી ચેક અપ પણ એ રીતે બનાવવામાં આવશે જેનાથી લાંબી લાઈનો જોવા ન મળે અને સરળતાથી યાત્રીકો મુસાફરી કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.