Abtak Media Google News

વિવિધ વિષયો પર સંયુકત રીતે રિસર્ચ કરવા માટે નેટવર્કિગ અને ટેક્નિકલ ક્ષમતાઓના આદાન પ્રદાન માટે બન્ને સંસ્થાઓએ એમ.ઓ.યુ. કર્યા

નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC), એ કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (ખજઉઊ), ભારત સરકાર હેઠળ કાર્યરત સ્કીલ ઈન્ડિયા મિશન સાથે નોલેજ પાર્ટનર અને વ્યૂહાત્મક રીતે અમલીકરણ કરવા માટે સંકળાયેલું છે. NSDC અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ (ઈંછખઅ) એ સાથે મળીને ગામડાઓમાં સ્ટાર્ટઅપના વિકાસ માટે એક સાનુકૂળ વાતાવરણ નિર્માણ માટે પહેલ કરી છે. ખાસ કરીને વંચિત સમુદાયના લોકોને તાલીમ અને મેનેજમેન્ટની સુવિધા આપીને આ ઉદ્દેશ્ય હાંસલ કરવામા આવશે.

ઇન્સ્ટિટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ  કેમ્પસ આણંદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સીઓઓ અને ઓફિસીએટીંગ સીઇઓ,  વેદ મણી તિવારી અને આઇઆરએમએ ના ડાયરેક્ટર ડો. ઉમાકાંત દાશે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

આ સહયોગ દ્વારા વિવિધ કાર્યક્રમો મારફતે આધુનિક ટ્રેન્ડ, ઉદ્યોગોના અંદરની વાતો, ટેક્નોલોજીની માહિતી અને નેતૃત્વને લગતી તાલીમ આપવામા આવશે. એન.એસ.ડી.સી. અને આઇ.આર.એમ.એ તેમની નેટવર્કિંગ અને ટેક્નિકલ ક્ષમતા દ્વારા વિવિધ વિષયો પર સંયુક્ત રીતે રિસર્ચ હાથ ધરશે.

નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સીઓઓ અને ઓફિસીએટીંગ સીઇઓ, વેદ મણી તિવારીએ આ પ્રસંગે કહ્યું, ભારતને વિશ્વની કૌશલ્ય રાજધાની બનાવવાના ઉદ્દેશ્યને અનુરૂપ, એનએસડીસી એ ઉદ્યોગસાહસિકોની ક્ષમતા અને કૌશલ્યને વધારવા માટે, એક અગ્રણી શૈક્ષણિક અને સંશોધન સંસ્થા સાથે ભાગીદારી કરી છે, જેથી તેઓ ઝડપથી બદલાતા પરિપ્રેક્ષ્ય સાથે સંતુલન સાધી શકે. આપણા ઉદ્યોગસાહસિકો ભારતનું ભવિષ્ય છે અને તેઓ આપણા રાષ્ટ્રની આર્થિક વૃદ્ધિ, નવીનતા અને સ્પર્ધાત્મકતાને સક્રિય કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

IRMAના ડાયરેક્ટર, ડો. ઉમાકાંત દાશે આ પ્રસંગે જણાવ્યું, અમે NSDC સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ જેના લીધે વંચિતોને પ્રોફેશનલ મેનેજમેન્ટ કૌશલ્યની તાલીમ આપીને એક ઓંત્રપ્રેન્યોર તરીકે વિકસિત કરવામાં મદદ મળશે. ગ્રામીણ ભારતમાં નવીનતા, કૌશલ્ય અને ઉદ્યોગ સાહસિકતા દ્વારા પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યને આગળ લઇ જવામાં આ સહયોગ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

IRMA એવા મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેઓ તેમની મેનેજમેન્ટ કુશળતાને ગ્રામ્ય સ્તરે લાગૂ કરીને એક ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ સમાન વૃદ્ધિ લાવી શખે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.