- વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં DEO કચેરીએ કર્યો વિરોધ પ્રદર્શન
- DEO કચેરીએ NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો
- જવાબદાર તમામને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવે તેવી માંગ કરાઈ
સુરતના ગોડાદરામા શાળામાં ભણતી વિદ્યાર્થીનીએ ફી બાબતે આપઘાત કર્યો હોવાનો મામલે હવે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ABVP બાદ NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સામે જ NSUI અને યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. દીકરીને તો અધિકારી બતાવી ન શક્યા પરંતુ જવાબદારો સામે કાર્યવાહી કરો તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત વિરોધ કરી રહેલા NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસનું ઘર્ષણ સર્જાયું હતું. સુરેશ સુહાગિયાએ જણાવ્યું કે જવાબદાર તમામને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવે તેવી માંગ કરાઈ છે.
સુરતના ગોડાદરામા શાળામાં ભણતી વિદ્યાર્થીનીએ ફી બાબતે આપઘાત કર્યો હોવાનો મામલે હવે વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. એબીવીપી બાદ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સામે જ NSUI અને યુથ કોંગ્રેસે શર્ટ કાઢીને અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શિત કર્યો હતો. દીકરીને તો અધિકારી બતાવી ન શક્યા. પરંતુ અમે અમારી ઈજ્જત તમને આપીએ છીએ તેમ કહી જવાબદારો સામે કાર્યવાહી કરો તેવી રજૂઆત કરવામાં આવી હતી. વિરોધ કરી રહેલા NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસનું ઘર્ષણ સર્જાયું હતું.
શહેર NSUI પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકીએ કહ્યું કે, બાળકીને મેન્ટલની ટોર્ચર કરીને હેરાન કરવામાં આવતી હતી. જેથી આપઘાત તેણીએ કર્યો હતો. જેથી તંત્ર દ્વારા કાર્યવાહીના નામે ઠાગ ઠૈયા થતાં હોવાથી અમે અર્ઘનગ્ન થઈને ઈજ્જત ઉતારીને વિરોધ કર્યો છે. બાળકીના હિતમાં તેણીને ન્યાય મળે તે માટે થઈને અમે દેખાવો કરી રહ્યાં છીએ. અમારી બસ એક જ માગ છે કે, જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે.
સુરેશ સુહાગિયાએ કહ્યું કે, શિક્ષણને ભાજપ સરકારે વ્યાપાર બનાવી દીધો છે. એક વિદ્યાર્થિનીએ જીવ ગુમાવવો પડ્યો છે. ત્યારે અમારી માગ છે કે, આ કેસમાં દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. તાનાશાહી રીતે ફી ઉઘરાણી કરવામાં એક બાળકીએ જીવ ગુમાવવો પડ્યો છે. ત્યારે જવાબદાર તમામને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવે તેવી અમારી માગ છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય