Abtak Media Google News

 NSUI એ નકલી ચલણી નોટોનો હાર લઈને કુલપતી સમક્ષ અનોખી રીતે રજુઆત સાથે વિરોધ દર્શાવ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત વર્ષે મળેલી સિન્ડિકેટની બેઠકમાં પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા પાસ કરતા વિદ્યાર્થીઓ ની પાસિંગ એલીજીબિલિટી ત્રણ વર્ષની નક્કી કર્યા બાદ હવે યુનિવર્સિટી એ એક વર્ષની વેલિડીટી રાખવાનો તઘલખી નિર્ણય કર્યો જેને લઈને આજરોજ રાજકોટ એનએસયુઆઇ દ્વારા કુલપતિને પીએચ.ડી પ્રવેશ પરીક્ષામાં પાસીંગ એલીજીબીલીટ આજીવન રાખવા માંગ કરી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સતાધિશો નવા નવા કીમીયાઓ અપનાવી વિદ્યાર્થીઓના પૈસા વેડફી રહ્યા હોય અને યુનિ.માં સીન્ડીકેટ સર્વોપરી હોવા છતા તેના ઉપરવટ જઈ કુલપતીએ મનગણત નિર્ણય લીધો હોવાની આજે NSUI એ નકલી ચલણી નોટોનો હાર લઈને કુલપતી સમક્ષ અનોખી રીતે રજુઆત સાથે વિરોધ દર્શાવ્યો હતો.

વિદ્યાર્થીઓને દર વર્ષે પરીક્ષા આપવી પડશે. જે વિદ્યાર્થીઓ ને ગાઈડ નહી મળે તે વિદ્યાર્થી ને દર વર્ષે પરીક્ષા પાસ કરવી પડશે અને તે માટે દર વર્ષે  રુ.500 ની ફી ભરવી પડશે.

આ ઉપરાંત એનએસયુઆઈ દ્વારા 54 વર્ષ જૂની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં જો 115 જેટલા ગાઈડ જ પીએચ. ડી. કરાવવા તૈયાર થતા હોય અને બાકીના ગાઈડ જો વિદ્યાર્થીઓને પીએચ. ડી. કરાવવા માંગતા ન હોય અને વર્ષોથી માત્ર નામની ગાઈડશીપ લઈને બેઠા હોય તો તેમની ગાઇડશિપ તાત્કાલિક ધોરણે રદ કરવી જોઈએ.

આ કાર્યક્રમમા NSUI ના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત,અભિરાજ તલાટીયા, મીત પટેલ,પાર્થ બગડા,જીત સોની,જીત ડવ,સાવન પટેલ, મીલીંદ જીંજુવાડીયા,ઉતમ ડાંગર , અર્જૂન બોરીચા સહિત કાર્યકરો જોડાયા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.