‘નલ સે જલ’ યોજના ફેઇલ: માત્ર ૧૫૧૭ ભૂતિયા જ થયા રેગ્યુલરાઇઝડ !!

૪૦ થી ૫૦ હજાર ભૂતિયા નળ જોડાણ હોવાનો કોર્પોરેશનનો અંદાજ તદ્દન ખોટો સાબિત: ૩૧મીએ મુદત પૂર્ણ, અવધિ વધારવી પડે તેવી સ્થિતિ

કેન્દ્ર સરકાર દ્વારા દેશના દરેક નાગરિકને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ‘નલ સે જલ’ યોજના અમલમાં મુકવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા પણ આ યોજનાની અમલવારી શરૂ કરવામાં આવી છે.જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આ યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં હાલ માત્ર રૂપિયા ૫૦૦નો વહીવટી ચાર્જ વસૂલી ભૂતિયા નિયમિત કરી દેવામાં આવે છે. શહેરમાં અંદાજે ૪૦ થી ૫૦ હજાર ભૂતિયા નળ જોડાણ હોવાનો કોર્પોરેશનનો અંદાજ ખોટો સાબિત થયો છે. યોજનાને બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં શહેરના ૧૮ વોર્ડ માં માત્ર ૬૩૪ અને સરકારી ખરબા સહિતની જગ્યાઓમાં ૮૮૩ સહિત કુલ   ૧૫૧૭ ભૂતિયા નળ જોડાણ નિયમિત કરવામાં આવ્યા છે. આગામી ૩૧મી ડિસેમ્બરના રોજ આ યોજના પૂર્ણ થઇ રહી છે ત્યારે યોજનાની મુદત વધારી પડે તેવી સ્થિતિ નિર્માણ સર્જાય છે.

‘નલ સે જલ’ યોજના અંતર્ગત મહાપાલિકા દ્વારા માત્ર પાંચસો રૂપિયા વસૂલ ભૂતિયા નળ જોડાણને નિયમિત કરી દેવામાં આવે છે. આ યોજના પૂરી રીતે સફળ થાય તે માટે અધિકારીઓને જવાબદારી પણ સોંપવામાં આવી છે.પરંતુ બે મહિનાથી શરૂ થયેલી આ યોજના સંપૂર્ણ પણ નિષ્ફળ રહેવા પામી છે. યોજના અંતર્ગત કોર્પોરેશન દ્વારા સરકારી ખરાબા ખાનગી માલિકીની જમીન અને રિઝર્વેશન પ્લોટમાં ખડકાયેલા દબાણોમા ભૂતિયા નળ જોડાણ અંગે સર્વે કરવામાં આવ્યો હતો જે અંતર્ગત  ૯૩૨ ભૂતિયા નિયમિત કરવાની અરજીઓ આવી હતી જે પૈકી ૮૮૩ નિયમિત કરી દેવાયા છે. ૫૧  અરજી હાલ પેન્ડીંગ છે. કોર્પોરેશનની સર્વેની કામગીરી અંતર્ગત વેસ્ટ ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નંબર ૧,૮,૯,૧૦,૧૧ અને ૧૨ માંથી ૯૭૨૩ મકાનો, સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નંબર ૨,૩,૭,૧૩,૧૪ અને ૧૭માં ૫૯૨૧  મકાનો જ્યારે ઇસ્ટ ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નંબર ૪, ૫, ૬, ૧૫, ૧૬ અને ૧૮માં ૩૫૭૨ મકાનો સહિત કુલ ૧૯૨૧૬ મકાનોનું સર્વે કરવામાં કરવામાં આવ્યો હતો.

સર્વે દરમિયાન વોર્ડ નંબર એકમાંથી ૪૬, વોર્ડ નંબર ૮માંથી ૨૩, વોર્ડ નંબર ૯માંથી ૨૫, વોર્ડ નંબર ૧૦માંથી ૨૫,વોર્ડ નંબર ૧૧માંથી ૫૦ અને વોર્ડ નંબર ૧૨માંથી ૫૩ સહિત વેસ્ટ ઝોનમાં કુલ ૨૨૨ ભૂતિયા, જ્યારે સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નંબર બેમાંથી ૪૬ વોર્ડ નંબર ત્રણમાંથી ૪૨, વોર્ડ નંબર ૭ માંથી ૬૬, વોર્ડ નંબર શહેરમાંથી ૭૨ અને વોર્ડ નંબર ૧૪માંથી ૬૫, જ્યારે વોર્ડ નંબર ૧૭માંથી ૨૭ ભૂતિયા સહિત કુલ ૩૧૮ ભૂતિયાં નળજોડાણ મળી આવ્યા હતા, જ્યારે ઇસ્ટ ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નંબર ૪ માંથી ૭૧,વોર્ડ નંબર ૫ માંથી ૩૪ વોર્ડ નંબર ૬ માંથી ૩૮ વોર્ડ નંબર ૧૫થી ૧૫,વોર્ડ નંબર ૧૬ માંથી ૫૦ અને વોર્ડ નંબર ૧૮માંથી માત્ર ત્રણ ભૂતિયા નળ જોડાણ સહિત ૨૧૧ અનધિકૃત કનેક્શન મળી આવ્યા હતા. શહેરના ૧૮ વોર્ડ માંથી મળી આવેલા ૭૫૧ ભૂતિયા નળ જોડાણ પૈકી વેસ્ટ ઝોનમાં સમાવિષ્ટ છ વોર્ડમાં  ૧૮૩ ભૂતિયા, સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ ૬ વોર્ડમાંથી ૨૭૫ અને ઇસ્ટ ઝોનમાં સમાવિષ્ટ ૬ વોર્ડમાંથી ૧૭૬ સહિત કુલ ૬૩૪ ભૂતિયા નળ જોડાણનિયમિત કરી દેવામાં આવ્યા છે.હાલ ત્રણેય ઝોનમાં ૧૧૭ ભૂતિયા રેગ્યુલરાઇઝ કરવાની અરજીઓ પેન્ડિંગ છે સરકારી ખરાબા અને સર્વે દરમિયાન મળી આવેલા કુલ ૮૩ માંથી પંદરસો ફક્ત ભૂતિયા રેગ્યુલરાઇઝ કરી દેવામાં આવ્યા છે તે લગ્ન આ ગામ આગામી ૩૧મી ડિસેમ્બરના રોજ નલ સે જલ યોજના ની મુદત પૂર્ણ થઇ રહી છે ત્યારે જે રીતે માત્ર ૧,૫૧૭ ભૂતિયા રેગ્યુલરાઇઝ કરાયા છે તે જોતા યોજનાની મુદત વધારવી પડે તેવી સંભાવના પણ હાલ વર્તાય રહી છે.