Abtak Media Google News
15 દિવસ પૂર્વે રાજ્યમાં રોજિંદા સરેરાશ 30 આસપાસ કેસો નોંધાતા હતા, હાલ રોજિંદા કેસ 150ની ઉપર 

 ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં જ કોરોનાના કેસોમાં ધરખમ વધારો નોંધાયો છે. 15 દિવસ પૂર્વે કોરોનાના દર્દીઓની સંખ્યા 100 હતી. જેમાં હાલ 9 ગણો વધારો નોંધાયો છે. આમ લોકો સાવચેત નહ8 રહે તો કોરોનાના કેસ હજુ વધતા રહેશે.

ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી કોરોનાનો ગ્રાફ સતત ઉંચો ચડી રહ્યો છે. ગત તા.7 માર્ચના રોજ એક્ટિવ કેસની સંખ્યા 100 હતી. જે હાલ વધીને 916એ પહોંચી ગઈ છે. તારીખ પ્રમાણે કેસો જોઈએ તો રાજ્યમાં તા.7ના રોજ 25 કેસ નોંધાતા એક્ટિવ કેસ 100 થયા હતા. બાદમાં તા.8ના રોજ 23 કેસ નોંધાતા એક્ટિવ કેસ 112 થયા હતા. તા.9ના રોજ 30 કેસ નોંધાતા એક્ટિવ કેસ 136 થયા હતા. તા.10 ના રોજ 24 કેસ નોંધાતા એક્ટિવ કેસ 151 થયા હતા.

તા.11ના રોજ 51 કેસ નોંધાતા એક્ટિવ કેસ 181 થયા હતા. તા.12ના રોજ 48 કેસ નોંધાતા એક્ટિવ કેસ 213 થયા હતા. તા.13ના રોજ 45 કેસ નોંધાતા એક્ટિવ કેસ 223 થયા હતા. તા.14ના રોજ 58 કેસ નોંધાતા એક્ટિવ કેસ 268 થયા હતા. તા.15ના રોજ 90  કેસ નોંધાતા એક્ટિવ કેસ 336 થયા હતા. તા.16ના રોજ 119 કેસ નોંધાતા એક્ટિવ કેસ 435 થયા હતા.

તા.17ના રોજ 121 કેસ નોંધાતા એક્ટિવ કેસ 521 થયા હતા. તા.18ના રોજ 179 કેસ નોંધાતા એક્ટિવ કેસ 655 થયા હતા. તા.19ના રોજ 133 કેસ નોંધાતા એક્ટિવ કેસ 740 થયા હતા. તા.20 ના રોજ 118 કેસ નોંધાતા એક્ટિવ કેસ 810 થયા હતા. તા.21 ના રોજ 176 કેસ નોંધાતા એક્ટિવ કેસ 916 થયા હતા. બીજી તરફ ગઈકાલે તા.21ના રોજ ભરૂચમાં એક કોરોના દર્દીનું મોત પણ થયું છે.

વધુમાં છેલ્લા 15 દિવસની સ્થિતિ જોઈએ તો ત્યારે રોજિંદા સરેરાશ 30 આસપાસ કેસ નોંધાતા હતા. પણ હાલ તો 150 આસપાસ કેસ નોંધાઇ રહ્યા છે. આમ રાજ્યમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.