- ગુજરાતના ભુજ અને નલિયા વિસ્તાર અને રાજસ્થાનમાં ડ્રોન ધ્વસ્ત કરાયા
- ભારતીય સેનાએ પાકિસ્તાનના લગભગ 70 જેટલા ડ્રોનને તોડી પાડ્યા
- લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે કચ્છના રણમાં સુરક્ષાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો
ભારતીય વાયુસેના (IAF) અને દક્ષિણ કમાન્ડે મળીને એક ઓપરેશન કર્યું હતું, જેનું નામ છે ‘ઓપરેશન સિંદૂર’. આ ઓપરેશન ગુજરાતના ભુજ અને નલિયા વિસ્તાર અને રાજસ્થાનના કરવામાં આવ્યું હતું.
આ ઓપરેશન દરમિયાન, ભારતીય સેનાએ પાકિસ્તાનના લગભગ 70 જેટલા ડ્રોનને તોડી પાડ્યા હતા. આ ડ્રોનમાં તુર્કીમાં બનેલા અત્યાધુનિક ‘સોનગર’ નામના હથિયારબંધ ડ્રોનનો પણ સમાવેશ થતો હતો.
દક્ષિણ કમાન્ડના અધિકારી, લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ, પોતે કચ્છના રણમાં પહોચ્યા હતા અને ત્યાંની સુરક્ષાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમને તોડી પાડવામાં આવેલા ડ્રોનનો કાટમાળ પણ બતાવવામાં આવ્યો હતો.
ભારતીય સેના અને વાયુસેનાના જુદા જુદા યુનિટો પાસે આ ડ્રોન જેવા હવાઈ ખતરાઓનો સામનો કરવા માટે ઘણા પ્રકારની સુરક્ષા સિસ્ટમ છે. જેમાં જૂની L-70 બંદૂકો, Zu-23mm જેવા યુનિટો અને શિલ્કા સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમની પાસે આધુનિક ડ્રોન વિરોધી ટેકનોલોજી એટલે કે એન્ટી-ડ્રોન સીસ્ટમ પણ છે.
દક્ષિણ કમાન્ડે આ માહિતી તેમના X એકાઉન્ટ પર પણ શેર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠે ભુજમાં આવેલી ‘બાલ્ડ ઇગલ બ્રિગેડ’ની મુલાકાત લીધી હતી અને કચ્છના રણમાં સુરક્ષાની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે કમાન્ડરને બ્રિગેડ હેડક્વાર્ટરમાં ડ્રોનનો તૂટેલો ભાગ બતાવવામાં આવ્યો હતો. ગોલ્ડન કટાર ડિવિઝન હેઠળના આર્મી યુનિટો અને આ વિસ્તારમાં તૈનાત IAF યુનિટો પાસે હવાઈ હુમલાથી બચવા માટે ઘણાં સાધનો છે, જેમ કે L-70 બંદૂકો, Zu-23mm યુનિટ્સ, શિલ્કા સિસ્ટમ્સ અને નવા ડ્રોન ડિફેન્સ સિસ્ટમ્સ.