Abtak Media Google News

વિપક્ષી નેતાએ ગાંધીધામ-કચ્છની રામબાગ હોસ્5િટલ, ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ, અબડાસા રાતા તળાવ મઘ્યે કોવિડ હોસ્પિટલની મુલાકાત લઇ પરિસ્થિતિની સમીક્ષા કરી. હાલમાં કોરોના મહામારીની બીજી લહેરથી પ્રજામાં વધુમાં વધુ જાનહાની થઇ રહી છે. ઓકસીજન, રેમડીસીવર અને અપુરતી સારવારને કારણે લોકો મૃત્યુ પામી રહ્યા છે. તેવામાં સમગ્ર ગુજરાતની સાથો સાથ કચ્છ જીલ્લાની સમીક્ષા કરવા માટે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ તાજેતરમાં કચ્છ જીલ્લાનો પ્રવાસ ખેડયો હતો.

પ્રવાસની શરુઆતમાં ગાંધીધામ કચ્છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ધાનાણીને આવકારી આવા કપરા સમયમાં સંક્રમણ કાળમા પોતાની જાનની પરવાહ કર્યા વિના કચ્છ જીલ્લામાં આ ગંભીર મહામારીમાં કચ્છની પડખે રહી દુખ દર્દમાં ભાગ લીધો તે બદલ વિશેષ આભાર વ્યકત કર્યો હતો. ઉપરાંત સમગ્ર જીલ્લાના તમામ તાલુકા મથકોની હોસ્પિટલો, પ્રા. આરોગ્ય કેન્દ્રોની મુલાકાતો લઇ કોંગ્રેસ પક્ષ દ્વારા થયેલ કામગીરીથી વાકેફ કર્યા હતા.

કચ્છની મુલાકાત દરમ્યાન રામબાગ હોસ્પિટલની મુલાકાત વખતે તેઓ હોસ્પિટલમાં ઓકસીજન બેડ, રેમડીસીવર ઇન્જેકશન તથા દવાઓના જથ્થા બાબતે સરકારની આકરી ઝાટકણી કરી હતી. ભુજ મઘ્યે જી.કે. જનરલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડની પરિસ્થિતિની માહીતી મેળવી હતી. અને મેડીકલ સુપ્રિટેન્ડટડો. નરેન્દ્ર હિરાણી સાથે વેન્ટીલેટર, ઓકસીજન, બાયોપેપ, દવાનો જથ્થો વિ. બાબતે ગંભીરતા દાખવવા તથા ઓકસીજના જથ્થા અંગે સરકારની ઉપર કચ્છ પ્રત્યેના ભેદભાવની નીતીની ટીકા કરી હતી. તેઓએ આકોશ પૂર્વક જણાવ્યું હતું કે, આ કાળમુખો રોગને નાથવા આ સરકાર તદન નિષ્ફળ નીવડી છે. અને કોઇ નકકર આયોજન ન કરતા લોકો મોતને ભેટી રહ્યા છે.

ઉપરાંત જી.કે.ના વડા ડો. હીરાણી, ડો. શાર્દુલ સાથે વાતચીત કરી હાલમાં જે માળખુ હોસ્પિટલનું છે. તે પુરતુ છે. પરંતુ ઓકસીજન, દવા, ઇન્જેકશન બાબતે પ્રજા પાયમાલ ન થાય તે માટે માનવતાના ધોરણે કામગીરી કરવા જણાવ્યું હતું. કચ્છ જીલ્લા પ્રમુખ જાડેજાએ પણ આરોગ્ય સંબંધે રામબાગ તથા જી.કે. ના સતાવાળાઓને માનવીય અભિગમ અપનાવી બની શકે તેટલી માનવ જીંદગીઓ બચાવવા અનુરોધ કરી તમમ સહયોગની ખાતરી આપી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.