Abtak Media Google News

૧૯૮૬માં નવી શિક્ષણ પઘ્ધતિ આવી અને શિક્ષણમાં બદલાવ આવ્યો, એ પહેલા સંગીત, ચિત્ર, રમત-ગમત જેવી કલાને મહત્વ અપાતું આજે તો વિજ્ઞાન, વાણિજય પછી એ કલાનો નંબર છે

ભારતની શિક્ષણ પઘ્ધતિમાં સતત બદલાવ આવતો રહ્યો ઓલ્ડ એસ.એસ.સી. બાદ ધો. ૧૦ બોર્ડને ૧૧ ધો. શાળા કક્ષાને ધો.૧ર બોર્ડની નવી તરાહ આવી. પહેલા ટાઇપ હતું ને આજે કોમ્પ્યુટર આવ્યું, હજી હમણાં સુધી બોર્ડના પરિણામમાં ટકા દર્શાવતા પછી પી.આર. રેન્ક આવ્યા, શિક્ષણમાં સારા નરસા સતત અને સક્રિય રીતે સુધારા આવતાં જ જાય છે.

તેમાં શિક્ષણની પઘ્ધતિમાં બદલાવ આવ્યો, મૂલ્યાંકનમાં ફેરફારો થયા. પહેલા તો ઉઘોગની પરીક્ષામાં પૂંઠાના ઘર બનાવી શાળાએ વાર્ષિક પરીક્ષામાં લઇ જવા પડતાં આજે બધું જ બદલાયું છે.

શિક્ષણ પઘ્ધતિઓમાં સૌથી અસરકારક પઘ્ધતિઓ કઇ ગણી શકાય, આ પ્રશ્ર્નના જવાબ માટે ૧૯૮૦ પહેલાનું શાળા વાતાવરણ કે ૭૦ થી ૮૦ નો દશકો જોવો પડે. ગ્રીક ભાષામાં પઘ્ધતિ શબ્દનો અર્થ સમજવાની શકિતની પઘ્ધતિ એવો થાય. શિક્ષણ શાસ્ત્રમાં શિક્ષણ પઘ્ધતિની વિભાવના ઘણી વ્યાખ્યાઓમાં જોવા મળે છે. ટુંકમાં અત્યારે આપણે બાળકોને ભણાવીએ છીએ. પહેલા તે પોતે ભણતો શિક્ષકો અને વિદ્યાર્થીઓની એકબીજા સાથે જોડાયેલી પ્રવૃતિનો એક માર્ગ છે.

પહેલાની શિક્ષણ પઘ્ધતિમાં બાળગીત, બાળવાર્તા રમત ગમત, વિવિધ પ્રવૃતિઓ સાથે શિક્ષણ પણ કરતાને ખરા અર્થમાં તે ભાર વગરનું ભણતર હતું. તાસ પઘ્ધતિ ન હતી પણ બધા જ કોર્ષ પુરા થઇ જતાં શનિવારની બાલસભાની તો ગુરૂ વારે તૈયારી થઇ જતી જેમાં વાર્તા ગીતો નાટક, ઘડિયા જ્ઞાન સાથે મોટા સાહેબ ખુબ જ પ્રેરણાદાયક વાતો કરીને જીવનમૂલ્ય શિક્ષણ આપતાં રીસેષમાં તો ઘરેથી લાવેલો નાસ્તો ખાતાને દોસ્તારોની ટોળી સાથે ઘીંગામસ્તી કરતાં, લેશન કર્યુ જ હોય પણ ભૂલાઇ જાય ત્યારે માર ખાવાની તૈયારી રાખતા માસ્તરનો માર ખાઘો હોય પછી ગમે તે પૂછે એ આવડી જ જાય તેથી જ કહેતા ‘સોરી વાગે ચમચમને વિદ્યા આવે રમઝમ’ છ માસિક ને વાર્ષિક એમ બે પરીક્ષા હતી. વેકેશનમાં તો ‘નો ટેન્શન’સિઘ્ધા મામાને ઘર જલ્સો કરવા ઉપડતા

વાંચન, ગણન, લેખન આ શિક્ષણ ત્રણ પાયાનું સંપૂર્ણ જ્ઞાન અપાતું દરરોજ શ્રૃત લેખનમાં સારા અક્ષરે હિન્દી, ગુજરાતીની દશ લીટી લખવાની મઝા પડી જતાં જેવું લખાય કે તુરંત સાહેબને બતાવવા દોડી જતાં ટુંકમાં શિક્ષકોને ભણાવવામાં અને બાળકોને ભણવામાં આનંદ ઉત્સાહ ને ઉલ્લાસ હતો.

જે આજે છે જ નહીં !! ધો. ૧-૨-૩ માં તો પાયાનું શિક્ષણ મળી જતું વાંચન ગણનને લેખનમાં પણ નંબર વન થઇ જતાં

શ્રવણ, કથન, વાર્તા ચિત્ર, નાટય, સંવાદ, લેખન જેવી વિવિધ પઘ્ધતિ સાથે શિક્ષણ અપાતું, શિક્ષકોને પણ ભણાવવા સિવાય આજની જેમ હજારો કામ ન હોતા કરવા પડતા તેથી જ તે દિલ દઇને શિક્ષણ કાર્ય કરતાં, કવિતા ભણાવતી વખતે સુંંદર રાગમાં લેડી ટીચર કે સર ગવડાવતા ત્યારે કેવી મઝા પડતી, છુટયા બાદ રસ્તાઓ ઉપર કવિતા ગાતા જાતા એ સમયમાં પુનરાવર્તન કે દ્રઢિકરણનું ખુબ જ મહત્વ હતું સરવાળો, ગુણાકાર, બાદ બાકી કે ભાગાકાર તો શિક્ષક એટલી બધીવાર જુદી જુદી રીતેને વ્યકિતગત કરાવતા કે આખા વર્ગને આવડી જ જાય.

તહેવારો આવે એટલે ઘરની સાથે શાળામાં પણ ખબર પડી જાય, મેળામાંથી લીધેલા રમકડા કાપડની થેલી (દફતર)માં લઇને આખા વર્ગમાં બતાવતા એ દિવસો જ જુદા હતા. એ સમયે જ ખરેખર કોઇ ટેકનોલો ન હતી પણ ભણતરની સાથે ગણતર થતુંને ગમ્મત સાથે જ્ઞાન મળી જતું.

કકો, બારાક્ષરી, કાના માત્રા વગરના કે કાનાવાળા જોડયા શબ્દો, વાકયો, ફકરો, ગુજરાતી, હિન્દી બન્નેમાં ત્યારે અંગ્રેજીનું બહુ ચલણ ન હતું. ધો. ૧ થી ૪ ને ધો. પ થી ૭ પ્રા. શાળાને ધો. ૮ થી ૧૧ હાઇસ્કુલ કહેવાતી, ‘નોન મેટ્રીક’ પણ બે વેત ઊંચો ચાલતો એવો જ માનો હતો ને હાયર સેક્ધડ કલાસ વાળાને તો મેડીકલમાં એડમિશન મળી જતું હતું. તે માહોલમાં ભણેલા આજે જીવન ઉતરાર્થે (પપ થી પ૭ વર્ષ) જીવન સુખનો આનંદ માળે છે. એ વખતે થતાં નાનકડા પ્રવાસ તો જીવનભર યાદ કરી ગયા છે.

પ્રાર્થનાથી શરૂ  થતી શિક્ષણ યાત્રા રિસેષમાં પૂર્ણ આનંદે અને છુટ્ટી વખતે તો ‘છુટયા રે…. છુટયા’ જેવા નારા ગુંજી ઉઠતા ચાલુ શાળાએ વરસાદ આવે તો એ શિક્ષકો પર્યાવરણ ભણાવતાને ઋતુ ચક્રોની વાતો કરતાં કારતકથી આસો, જાન્યુઆરીથી ડિસેમ્બર સાથે વરસની ત્રણ ઋતુને તેના મહિના ચારની રમતા સમજ આપતાં વરસાદમાં દફતરને બચાવીને શાળાથી ઘર જતી વખતે ‘ઉની ઉની રોટલી ને કારેલાનું શાક આવરે વરસાદ ઢેબરીયો પ્રસાદ’ જેવા ગીતો ગાતા ગાતા જ શિક્ષણના બધા જ પાયા પાકકા કરી લેતાને સર્ંવાગી વિકાસ પણ

૧૯૮૬માં નવી શિક્ષણ નિતિને કારણે બદલાવ આવ્યો, કલા, વાણિજયને વિજ્ઞાનને સ્થાને વિજ્ઞાન વાણિજયને કલા છેલ્લા સ્થાને આવી ગઇ, આજનો છાત્ર ભલે ૧૦૦ માંથી ૧૦૦ લાગતો હશે પણ સહ અભ્યાસિક પ્રવૃતિમાં મીંડુ હશે. એ વખતે સાચુ શિક્ષણ મેળવતા હતા ને આજે ગોખણીયુ જ્ઞાન છે.

બાલ મંદિર કે પ્લે હાઉસ જેવું કશું  ના હતું અરે ખાનગી શાળા પણ આંગણીના વેઢે ગણી શકાય તેટલી હતી. મોટા ભાગે નંબરવાળી સરકારી શાળામાં જ બધા જ બાળકો ભણતાને બધા જ પાસ પણ થઇ જતાં  ‘નાપાસ’શબ્દ જેવું આવતું જ નહીં, કારણ બધા છાત્રો હોશિયાર જ હતાં.

ર૦૦૦ ની સાલ આસપાસ તરંગ ઉલ્લાસ મય અભ્યાસક્રમ આવ્યો. ધો.૧ માટે રંગબેરંગી  ચિત્રો વાળો ‘બાળ મિત્ર’ વર્ગખંડ આવ્યો, પર્યાવરણ જેવા નવા વિષયો આવ્યા, પહેલા તો ભૂગોળ ઇતિહાસની સાથે નાગરીક શાસ્ત્ર આવતું તે આજે કયાંય દેખાતું નથી. ખરેખર તો સારા નાગરીકો બનાવવા માટે નાગરીક શાસ્ત્રની સમજ હોવી જરૂ રી છે.

૧૯૬૫ની શિક્ષણ શાસ્ત્રમાં ચાલતી પઘ્ધતિઓમાં ‘શિક્ષક અને વિદ્યાર્થીની કાર્ય પઘ્ધતિમાં નોલેજ કુશળતા અને ક્ષમતાઓમાં નિપૂણ પણ બને તેવો અર્થ કરાયો હતો. એ પઘ્ધતિમાં તાલીમ, વિકાસ, અને શિક્ષણના લક્ષ્યો ને પ્રાપ્ત કરવાનો મુખ્ય હેતુ હતો. ત્યારે વાલીનો છોકરો શિક્ષણ પુરૂ  કરી લે ત્યારે સુધી કોઇ દિવસ શાળામાં ગયા પણ ન હતા, ‘હા’ કયારેક ઓચિંતુ બહાર જવાનું હોય તો શાળાએથી જ સિઘ્ધા સગાને ત્યાં કે બઝારમાં લઇ જતાં

એ જમાનામાં ‘માસ્તર’પાટીમાં દરરોજ છુટવાના સમય પહેલા અડધો કલાક ચિત્રો દોરવતા, પ્રથમએ બોર્ડ ઉપર દોરે અને પછી એના પરથી બાળકો  દોરતા, કવિતા બધા જ બાળકોને ક્રમ સહ બોલાવતા સમુહમાં ઘડીયા જ્ઞાન કરાવતા, વાર્તા કહેતા, પ્રાણીઓની વિવિધ વાતો કરતાંને પ્રેમસભર, ડર વગર, પવિત્ર વાતાવરણમાં ગુરુ શિષ્યોને ભણાવતા માસ્તર પણ બધા જ છોકરાને વ્યકિતગત ઓળખે, આજની જેમ હાજરી ન પૂરતા તેને ખબર જ હોય આજે કોણ નથી આવ્યો, સારા અક્ષર કરવાની હરિફાઇ થતી, વક્રતૃત્વ સ્પર્ધા થતી, દોડ હરિફાઇ થતી, સુવર્ણ દિવસો હતા એ શાળાના…. એ શિક્ષણના… એટલે જ આજે જુના આપણા શિક્ષક મળે તો આપણે પગે લાગીએ છીએ….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.