ઓ ટપૂ કે પાપા… હવે ફરી વાર જોવા મળશે ગરબે ઘૂમતા દયા બેન ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં….

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ નો જીવ સમાન ગણાતા દયાબેનને દર્શકો ખૂબજ મિસ કરી રહ્યા છે. આ સિરિયલના ચાહકોના મનપસંદ પાત્રોમાંથી એક દયા છે. દિશા પોતાની રમૂજી લાઈનોથી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દેતી હતી.દયા ના પાત્ર માટે જો યોગ્ય વ્યક્તિ હોય તો દિશા વાકાણી. અસિત કુમાર મોદીએ કહ્યું કે , “અમે હજુ સુધી દયાબેનનું પાત્ર પૂરું કર્યું નથી”.દયા બેન ઘણા સમય થી પોતાના અંગત કારણોસર શો છોડયો હતો ત્યારે તેના ચાહકો માટે ખુશી ના સમાચાર છે કે દયાબેન ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં ફરી કરી રહ્યા છે એન્ટ્રી.

હાલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ચર્ચામાં છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે બબીતાજી અને તારક મહેતા સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માંથી વિદાય લેવા જઈ રહ્યા છે. અહેવાલ છે કે શૈલેષ લોઢા અને મુનમુન દત્તાએ સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડવાનું મન બનાવી લીધું છે.ત્યારે કે ટૂંક સમયમાં જ સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં શો પર દયાબેન ફરી દેખાશે. આ વાતનો ખુલાસો ખુદ સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત કુમાર મોદીએ કર્યો છે. આસિત કુમાર મોદીએ કહ્યું, ‘અમે હજુ સુધી દયાબેનનું પાત્ર પૂરું કર્યું નથી. અમે છેલ્લા કેટલાક સમયથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. 2020-21નો સમય અમારા માટે ખૂબ જ ખરાબ હતો. હવે સમય સાથે વસ્તુઓ બદલાઈ રહી છે.

આસિત કુમાર મોદીએ ખુલાસો કરતાં કહ્યું, ‘અમે આશા રાખીએ છીએ કે દયાબેન વર્ષ 2022માં પાછા ફરે. ફરી એકવાર દયાબેન અને જેઠાલાલ સાથે મળીને લોકોનું મનોરંજન કરશે. મને ખબર નથી કે દિશા વાકાણી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પાછી ફરશે કે નહીં. દિશા વાકાણી સાથે હજુ પણ અમારા સારા સંબંધ છે.

આગળ વાત કરતા આસિત કુમાર મોદીએ કહ્યું, ‘દિશા વાકાણી અમારા પરિવારનો એક ભાગ છે પરંતુ હવે તે પરિણીત છે. તેને એક બાળક છે. તે તેના બાળકની સંભાળ રાખવામાં વ્યસ્ત છે. તેની પોતાની કેટલીક જવાબદારીઓ છે. અમે હજુ પણ દિશા વાકાણીને પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે ચાહકો દયાબેનને ખૂબ જ મિસ કરી રહ્યા છે.