Abtak Media Google News

રાજ્યના વિદ્યાર્થીઓ માટેનો શિક્ષણ વિભાગનો મહત્વપુર્ણ નિર્ણય

વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપી શકે તે માટે ચાલુ વર્ષ પૂરતો નિર્ણય લેવાયો: શિક્ષણમંત્રી

30 ટકા હેતુલક્ષી અને 70 ટકા વર્ણાત્મક પ્રશ્નો પુછાશે

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓને પરીક્ષામાં સરળતા માટે મોટો નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, ધોરણ 9, 10 અને 11 -12ના સામાન્ય પ્રવાહના વિધાર્થીઓ માટે અગત્યનો નિર્ણય લીધો છે. પરીક્ષા સરળતાથી આપી શકે અને કારકિર્દી ઘડી શકે તે માટે કેટલાક નિર્ણયો શિક્ષણ વિભાગે કર્યા છે. હેતુ લક્ષીપ્રશ્નો 30 ટકા પૂછાશે. પહેલા 20 ટકા પૂછાતા હતા. વર્ણાત્મક પ્રશ્નો 80 ટકા આવશે.

ધોરણ 9, 10, 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના વિશાળ હીતને ધ્યાનમાં રાખીને શિક્ષણમંત્રી જીતુ વાધાણીએ મોટી જાહેરાત કરી છે. જે અંતર્ગત હવે હવેથી સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો 30 ટકા પૂછાશે.રાજ્યના વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપી શકે, અને ચિંતામુક્ત વાતાવરણમાં હેતુલક્ષી પ્રશ્નો જે 20 ટકા પૂછાતા હતા, તે હવે 30 ટકા પૂછાશે, વણાત્મક જે 80 ટકા પૂછાતા હતા, તે હવે 70 ટકા પૂછાશે.

સ્પર્ધાત્મક પરીક્ષામાં ફાયદો થાય તેને ધ્યાને રાખીને હેતુલક્ષી પરીક્ષામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના 29 લાખ વિદ્યાર્થીઓને મોટો ફાયદો થવાનો છે. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ આ પ્રકારની મોટી જાહેરાત કરી છે. કોરોનાની સ્થિતીને ધ્યાને તથા સ્પર્ધાત્મક પરીક્ષામાં કામ લાગે તેથી આ નિર્ણય અતિ મહત્વનો માનવામાં આવે છે.

પરિક્ષાઓ સરળ બને તે માટે નિર્ણય લીધો છે. વર્ણાત્મક પ્રશ્નો 70 ટકા જે આ વર્ષે 80 વર્તનત્મક પ્રશ્નો આવશે. ઇન્ટરનલ ઓપશનમા ફેરફાર કરીને જનરલ ઓપશન વધારવામાં આવશે. 29 લાખ વિદ્યાર્થીઓને ધ્યાને લઈને નિર્ણય લીધો છે. 80 હતું જે 70 ટકા કરાયા. હેતુલક્ષી પ્રશ્નો 20 ટકા હતા જે હવે 30 ટકા રહેશે. વર્ણાત્મક પ્રશ્નો 80 ટકા હતા જે 70 ટકા પૂછાશે. ઓપશનલ પ્રશ્નો વધારવામાં આવશે. એક વર્ષ માટે જ આ નિર્ણય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.