Abtak Media Google News

મહાપાલિકાઓમાં મેટ્રો રેલ અને મેટ્રોલાઇટ સેવા પુરી પાડવા 722 કરોડની જોગવાઇ

  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વર્ષ-2024 સુધી લંબાવાઇ

  સ્માર્ટ સિટી હેઠળ મહાપાલિકાઓને 700 કરોડ ફાળવાશે

અબતક-રાજકોટ

શહેરીકરણના દરમાં વધારો થતાં રાજ્યની લગભગ 48 ટકા વસતિ શહેરોમાં રહે છે. શહેરમાં રહેતા લોકોના જીવનસ્તરમાં સુધારા માટે માળખાકીય સગવડો સાથે નવતર સેવાઓનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ શહેરી સત્તામંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે અમલમાં મૂકેલ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વર્ષ 2024 સુધી લંબાવવામાં આવેલ છે.  કેન્દ્ર સરકારનાં સ્વચ્છ સર્વેક્ષણ 2021માં દેશના ટોપ-10 સ્વચ્છ શહેરોની યાદીમાં ગુજરાતના ત્રણ શહેરો- સુરત, વડોદરા અને અમદાવાદ અનુક્રમે બીજા, આઠમા અને દસમા ક્રમે આવેલ છે. ગાંધીનગર દેશનું સૌથી સ્વચ્છ પાટનગર બન્યું છે.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળો માટે જોગવાઇ ‘5203 કરોડ.

ઓક્ટ્રોય નાબૂદી વળતરમાં આગામી વર્ષે 10 ટકાનો વધારો કરવામાં આવશે. આ યોજના અંતર્ગત જોગવાઇ ‘3041 કરોડ. શહેરી વિસ્તારમાં નવા 55 હજાર આવાસોના નિર્માણ અર્થે સહાય આપવા જોગવાઇ ‘942 કરોડ. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે વિવિધ નગરપાલિકાઓમાં 75 ઓપન જીમયુકત ગાર્ડન બનાવવા માટે જોગવાઇ ‘5 કરોડ. 15મા નાણાંપંચ હેઠળ આગામી પાંચ વર્ષમાં સ્થાનિક વિકાસનાં કામો માટે અંદાજે  ‘6 હજાર 500 કરોડનું આયોજન કરવામાં આવેલ છે. આગામી વર્ષ માટેની ‘1062 કરોડની જોગવાઇ કરાય છે.મહાનગરપાલિકાઓમાં મેટ્રોરેલ અને મેટ્રોલાઇટની સેવાઓ પૂરી પાડવા માટે જોગવાઇ ‘722 કરોડ. સ્માર્ટ સિટી યોજના હેઠળ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર મહાનગરપાલિકાઓ તથા દાહોદ નગરપાલિકાને માળખાકીય સગવડો માટે જોગવાઇ ‘700 કરોડ. અમૃત યોજના-2 અંતર્ગત પાણીપુરવઠા, ગટરવ્યવસ્થા, વરસાદી પાણીનો નિકાલ, તળાવનો વિકાસ અને પરિવહન વ્યવસ્થા માટે જોગવાઇ ‘350 કરોડ.

શહેરી વિસ્તારોને રેલ્વે ફાટક મુકત બનાવવાના અભિયાન અંતર્ગત ઓવરબ્રીજ બનાવવા માટે જોગવાઇ ‘271 કરોડ. સ્વચ્છ ભારત મિશન તથા નિર્મળ ગુજરાત યોજના હેઠળ જોગવાઇ ‘224 કરોડ. દીનદયાળ અંત્યોદય યોજના-નેશનલ લાઇવલીહુડ મિશન હેઠળ જોગવાઇ163 કરોડ. મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને અગ્નિશમન વાહનો અને બીજા અત્યાધુનિક સાધનો પૂરા પાડવા તેમજ 16 નગરપાલિકાઓમાં મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે જોગવાઇ ‘157 કરોડ. નગરપાલિકાઓ દ્વારા સ્ટ્રીટ લાઇટ, વોટર વર્ક્સ અને સુએઝ વર્ક માટે 150 મેગાવોટ વીજળી બિનપરંપરાગત સ્ત્રોતોથી મેળવી ઉર્જા ક્ષેત્રે નગરપાલિકાઓને આત્મનિર્ભર બનાવવા માટે ‘600 કરોડના ખર્ચે ગૃપ કેપ્ટીવ સોલાર અને વીન્ડ એનર્જી પાર્ક સ્થાપવામાં આવશે. જે યોજના માટે જોગવાઈ ‘60 કરોડ. વર્લ્ડબેન્ક સહાયિત ગુજરાત રેઝિલીયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ અમદાવાદ મહાનગરપાલિકાના ‘3 હજાર કરોડના માળખાકીય સુવિધાઓ અંગેના પ્રોજેક્ટને મંજૂરી.

સુરતમાં તાપી નદીકાંઠાના ડેવલપમેન્ટ માટે વર્લ્ડબેન્ક સહાયિત ‘1991 કરોડના પ્રોજેક્ટને મંજૂરી. ઔડા વિસ્તારમાં માળખાગત સુવિધાઓ માટે એશિયન ડેવલપમેન્ટ બેન્ક સહાયિત ‘1900 કરોડના પ્રોજેક્ટને મંજૂરી. રાજ્યની અ-વર્ગની 22 નગરપાલિકાઓમાં નાગરિકોને આપવામાં આવતી જુદી-જુદી સેવાઓ તાત્કાલિક મળી શકે તે માટે સિવિક સેન્ટરો ઊભા કરવા માટે  જોગવાઇ11 કરોડ. શહેરમાં રખડતાં તેમજ નિરાધાર ઢોરના નિભાવ તેમજ વ્યવસ્થા માટે જોગવાઇ કરાય છે. ‘50 કરોડ. ધાર્મિક સ્થળોની સેવા-પૂજા કરનાર વ્યકિતના ધાર્મિક પરિસરમાં આવેલ રહેઠાણના મકાનને મિલકત વેરામાંથી મુક્તિ આપવામાં આવશે.

ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ અને એકમાત્ર આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓનું કેન્દ્ર છે. જયાં હવે બધી રેગ્યુલેટરી સત્તાઓ ધરાવતી ઓથોરીટી કાર્યરત થયેલ છે. ભારત અને વિદેશની નામાંકિત બેન્કો, ઇન્શ્યોરન્સ કંપનીઓ, આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો સાથે જોડાયેલ ઇન્ટરમીડિઅરીઝ પણ ત્યાં કાર્યરત છે. એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ, ગ્લોબલ ઇન હાઉસ સેન્ટર્સ, શીપ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ, ગ્લોબલ ટ્રેઝરી જેવી સેવાઓને મંજૂરી મળતા તેવી સેવાઓ પણ ચાલુ થયેલ છે. ભારત સરકારે ગિફ્ટ સિટીને બુલીયન એકસ્ચેંજ તરીકે પણ માન્યતા આપેલ છે.ઓક્ટ્રોય ગ્રાન્ટમાં 10 ટકાનો વધારો કરાયો

ધાત્રી માતા અને સગર્ભા મહિલાઓના આરોગ્યને સુદ્રઢ કરવા માટે તેમના આહારમાં અન્ન સાથે પ્રોટિનની સાથે અન્ય પોષક તત્વો પણ મળી રહે તે માટે આવતા પાંચ વર્ષમાં ચાર હજાર કરોડ રુપિયાના ખર્ચે ’સુપોષિત માતા, સ્વસ્થબાળ યોજના’ અમલમાં મૂકવામાં આવશે. જેમાં સગર્ભા મહિલા અને ધાત્રી માતાને એક હજાર દિવસ સુધી વિના મૂલ્યે 1 કિલો તુવેરદાળ, 2 કિલો ચણા અને 1 લિટર ખાદ્યતેલ દર મહિને આપવામાં આવશે.

પશુપાલકો અને માછીમારોને વર્ષે 8થી 10 હજાર કરોડનું ટૂંકી મુદતનું ધિરાણ અપાશે

પશુપાલન અને માછીમારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ટૂંકી મુદ્દતના ધીરાણ આપવાની યોજનાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે.  આ યોજના હેઠળ 8-10 હજાર કરોડ રુપિયાનું દર વર્ષે ધીરાણ આપવામાં આવશે. તેવું નાણાંમંત્રીએ જણાવ્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.