ચોટીલાની અલમદીના સોસાયટીના લોકો ગંદકીથી હેરાન-પરેશાન

 

રણજીત ધાંધલ, ચોટીલા: ચોટીલાની અલમદીના સોસાયટીમાં અવાર નવાર ગટર ઉભરાવવાની  ફરિયાદ  સ્થાનીક રહેવાસીઓ કરતા હોય છે ત્યારે  સોસાયટીમાં કે જયાં તંત્ર દ્વારા ગટર બનાવવામાં ત્યારથી જ ગટર ઉભરાવવાની સમસ્યાથી લોકો પરેશાન છે. અનેક વખત ફરિયાદ કરેલ ત્યારે  તંત્ર દ્વારા ગટરની સાફ સફાઈ  રીપેરીંગ  કરવાામાં આવે  પરંતુ  થોડા દિવસ બાદ  સ્થિતિ  હોય તેવી જ બની જવા પામે છે.જેના કારણે  મચ્છરોનો ઉપદ્રવ વધે છે. અવર જવર કરવામાં પણ  મુશકેલી પડે  રહી છે. ત્યારે અલમદીના સોસાયટીના રહેવાસીઓની માંગ છે કે સતવરે અમારી સમસ્યાનો નિકાલ આવે.