ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન ની સ્થાપના ૧૮૬૫ માં થઈ હતી, આજે તેની ૧૬૦ મી વર્ષગાંઠ છે: ૧૯૯૫ માં ટ્રાઇ ની સ્થાપના કરવામાં આવી હતી: ૧૯૯૫ માં પેજર સેવા શરૂ થઈ એ જ ગાળામાં મોબાઇલ સેવાનો પણ પ્રારંભ થયો હતો: ૨૦૦૩ માં ઇન્કમિંગ સેવા ફ્રી થઈ હતી, ૨૦૦૮માં 3G અને ૨૦૧૨ માં 4G નેટવર્ક નું આગમન થયું હતું.
આ વર્ષની ઉજવણી થીમ માં “ડિજિટલ પરિવર્તનમાં જાતિ સમાનતા” છે: છેલ્લા અઢી દાયકામાં ટેલીફોન પછી દૂરસંચાર લોકોના ખિસ્સામાં પહોંચી ગયું છે: ડિજિટલ પરિવર્તન શિક્ષણ, આરોગ્ય, રોજગાર, વેપાર, સરકારી સેવા સાથે જીવનના દરેક ક્ષેત્રોમાં પ્રવેશી ગયું છે.
આજે વર્લ્ડ ટેલિકોમ્યુનીકેશન એન્ડ ઇન્ફર્મેશન ડે છે, જેની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહું છે, ત્યારે વૈજ્ઞાનિકોની અથાગ મહેનત બાદ આપણે હાલની શ્રેષ્ઠ સુવિધા ભોગવી રહ્યા છીએ. કોમ્યુનિકેશન ક્ષેત્રે આવેલી ક્રાંતિ આજે 5 G પ્લેટફોર્મ સુધી પહોંચી ગઈ છે. સમગ્ર વિશ્વના 800 કરોડ લોકો ઇન્ટરનેટ નો ઉપયોગ કરે છે જેમાં ભારતના 120 કરોડ લોકો ઉપયોગ કરી રહ્યા છે વિશ્વના અર્થતંત્રને વેગ આપવા છ દેશોએ ફાઇજીનું પેટન્ટ રજીસ્ટર કરાવેલ છે જેમાં ભારત પણ એક દેશ છે, આવનારી આ સુવિધાથી અર્થતંત્રને એક ટ્રિલિયન ડોલરનો વેગ મળશે. આજે પણ વિશ્વમાં અઢિયાબદ્ધ લોકો સુધી આપણે કનેક્ટ થયા નથી જેમાં મોટાભાગની મહિલાઓ અને છોકરીઓ છે.
આ વર્ષની ઉજવણી થીમ ” ડિજિટલ પરિવર્તનમાં જાતિ સમાનતા” છે, જેનો હેતુ ડિજિટલ યુગમાં મહિલાઓને છોકરીઓનો સમાવેશ કરવો. જેન્ડર ઇક્વાલિટી ઇન ડિજિટલ ઇન્ફોર્મેશન સંદર્ભે ડિજિટલ લિંગ વિભાજન બંધ કરવાથી બધા માટે તક પૂરી પાડે છે. આપણા દેશનું ટેલિકોમ ક્ષેત્ર ૧.૨ અબજ લોકોને જોડે છે આગામી દિવસોમાં 5g કવરેજ પણ વિસ્તરણ થશે દેશનું 99.6 પર્સન્ટેજ વસ્તીને નેટવર્ક કનેક્ટિવિટી ધરાવે છે ઇન્ટરનેશનલ ટેલીકોમ્યુનિકેશન યુનિયન (ITU) ની ૧૮૬૫ માં સ્થાપના કરવામાં આવી હતી આજે તેમને ૧૬૦ વર્ષ પૂર્ણ કરેલ છે. ૧૮૫ થી ૧૮૮૨ ના ગાળામાં ટેલિગ્રામ નેટવર્કની સ્થાપના થયા બાદ કલકત્તામાં પ્રથમ ટેલિફોન એક્સચેન્જનું પ્રારંભ થયો હતો.
૧૮૭૪ માં સ્વીઝરલેન્ડમાં સંચાર ક્રાંતિની શરૂઆત થઈ હતી. ૧૯૬૯ થી ટપાલ દિવસ પણ ઉજવાય છે, આપણા દેશમાં પણ પોસ્ટ સેવા બે સદી વટાવી ચૂકેલ છે. પ્રારંભે સંદેશા વ્યવહારમાં કબૂતરનો ઉપયોગ થતો, ત્યારબાદ ટપાલ સેવા અને તાર સેવાનો ઉદય થયો હતો. વિશ્વ દૂર સંચાર અને માહિતી સમાજ દિવસનો ઇતિહાસ જોઈએ હતો ૧૮૬૫ થી ૧૮૯૦ સુધી આંતરરાષ્ટ્રીય સહયોગ અને સંદેશા વ્યવહાર માટેનો પાયો નખાયો હતો, ૧૯૦૦ થી ૧૯૩૦ માં નવીનતા અને તકનીકી ધોરણનો વિકાસ થયો હતો, ૧૯૪૦ થી ૧૯૬૦ માં વિશ્વને જોડવું અને અવકાશમાં પહોંચવું તે સંદર્ભેની વિકાસયાત્રા હતી, ૧૯૭૦ થી ૮૦ ના દાયકામાં નવા વૈશ્વિક નેટવર્કને પ્રોત્સાહન મળ્યું હતું અને ૧૯૯૦ થી ૨૦૧૦ સુધી સમાવેશ ડિજિટલ સમાજને આકાર આપવામાં આવ્યો હતો. હવે આજે AI ટેકનોલોજીનો યુગ શરૂ થયો છે.
ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણ અને આરોગ્ય સેવામાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. ૧૯૯૫ માં ૨૦૦૦ સેવા શરૂ થયા બાદ એ જ ગાળામાં મોબાઈલ સેવાનો પણ આરંભ થયો હતો ૨૦૦૩ માં ઇન્કમિંગ ફ્રી સેવા શરૂ થયા બાદ માત્ર પાંચ જ વર્ષમાં 3G સેવા અને ૨૦૧૨ માં 4G યુગ પ્રારંભ થયો હતો આપણા દેશમાં ટ્રાયની સ્થાપના ૧૯૯૭ માં કરવામાં આવી હતી ૨૫ વર્ષમાં ટેલીફોન ની સેવા બાદ આજે લોકોના ખિસ્સા સુધી નેટવર્ક પહોંચી ગયુ છે.
સંદેશા વ્યવહારની હરણ ફાળ પ્રગતિ સાથે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ફર્મેશનનો ઉપયોગ સમાજ અને અર્થ વ્યવસ્થામાં ઉપયોગ તેમજ વિવિધ સમસ્યાને દૂર કરી જાગૃતિ લાવવાનો પ્રયાસ છે
૧૯૬૯ થી ઉજવાતા આ દિવસની વિકાસ યાત્રામાં દોરડા વગરનું વિશ્ર્વ સાથે જોડાણ અને આંગણીના ટેરવે માહીતી ઉપલબ્ધ બની છે.
સમગ્ર વિશ્વમાં ૧૭ મે ૧૮૬૫ ના દિવસે પેરિસમાં પ્રથમ ઇન્ટરનેશનલ ક્ધવેન્શન પર હસ્તાક્ષર કરાયા બાદમાં વિશ્ર્વ દૂર સંચારના ઝડપી પ્રગતિ થવા લાગી, સંદેશા પહોચાડવા પદયાત્રા, ઘોડા, કબુતરોનો ઉપયોગ થતો. બદલાતા યુગે ટપાલ, તાર, જેવી વિવિધ સુવિધા ઉમેરાયને બાદમાં વાયર વાળા ટેલીફોન પણ આવ્યા હતા.
આજે ર૧ મી સદીમાં ઇન્ફરમેશન ટેકનોલોજીનો વિકાસ ઝડપી બનતા સંદેશા વ્યવહારની આપણે ખુબ જ ઝડપી બની છે. ટેલી કોમ્પયુનિકેશન અને માહીતી સંચારનો અત્યારે વિશ્ર્વને એકબીજા સાથે સેકન્ડે સેકન્ડ જોડીને રાખે છે. ૧૯૬૯ થી ઉજવાતા આ દિવસનું મહત્વ નિરાળું છે. કોરોના કાળ દરમ્યાન આજ તકનીકને કારણે માહીતીના આદાન પ્રદાન થી લાખો લોકોના જીવન બચ્યા છે. આજે ઇન્ટરનેટ, મોબાઇલ, સોસીયલ મીડિયાને કારણે ઘણી સમસ્યાઓ પણ સમાજ ભોગવી રહ્યો છે. સાયબર ક્રાઇમ અને હેકીંગ જેવી ઘણી યાદીના વિશ્ર્વ ભોગવી રહ્યું છે. ત્યારે તેના અંકુશ બાબતે વિવિધ શોધ સંશોધનોને પ્રોત્સાહન આપવાનો પણ આ દિવસ છે.
સંચાર તકનિકોનો ઉપયોગ સમાજ અને અર્થવ્યવસ્થામાં તેમજ ડિજિટલને બ્રિજ બનાવવામાં કેમ ઉપયોગ કરવો તે વિચારવું પડશે. આ અંગેની જાગૃતિ સમાજમાં લાવવાની તાતી જરુરીયાત છે. આજે વિશ્ર્વ દૂરસંચાર દિવસ સાથે વિશ્ર્વ માહીતી સમાજ દિવસ પણ ગણી શકાય છે. ઇન્ટરનેટને માન્યતા પ્રાપ્ત થયા બાદ ૨૦૦૫ થી સંયુકત રાષ્ટ્રે વિશ્ર્વ માહીતી સમાજ દિવસ ઘોષિત કર્યો હતો. માહીતી સમાજ દિવસ વૃઘ્ધ વ્યકિતઓ માટે તંદુરસ્ત વૃઘ્ધાવસ્થા માટે ડીજીટલ તકનીકો સહેલાયથી ઉપલબ્ધ બને તેવા પ્રયાસો સક્રિય કરવા જરુરી છે. સંદેશા આપલે માં પોસ્ટ અને ટેલીફોન વિભાગે વર્ષોથી લોકોને એકબીજા સાથે જોડી રાખ્યા છે. ટેલીફોન, પેજર બાદ મોબાઇલ આવતા આજે તેમાં ફાઇવ જી યુગ આવી જતા લોકોના આંગળીના ટેરવે વૈશ્ર્વિક માહીતી ઉપલબ્ધ છે. દુનિયાના કોઇપણ છેડે વસતા માનવી સાથે આજે વિડીયો કોલ દ્વારા ફેસસ ટુ ફેસ લાઇવ વાત કરી શકીએ છીએ.