Abtak Media Google News

દરેક મનુષ્યને દરેક વખતે બધી વસ્તુ પ્રાપ્ત નથી થતી. પણ જો ભગવાનની ભક્તિ હોય અને તમારી નીતિ સ્વચ્છ અને માનવતા ભરેલી હોય તો અસંભવ ઇચ્છા પણ પૂરી થઈ જાય છે. માત્ર તમારો દ્રષ્ટિકોણ-સ્વભાવ બાળક જેવો નિર્દોષ હોવો જોઈએ.

રોજ માતા લક્ષ્મીજીને લાલ કલરનું ફૂલ ચઢાવવાથી માતાની આપણા પર વિશેષ કૃપા થાય છે. આપણા જીવનમાં રૂપિયા, જ્ઞાન, સ્વાસ્થ્ય, બાળકો ખૂબ મહત્વ ધરાવતાં હોય છે. આમાંથી જે વસ્તુ તમારા નસીબ ન હોય તો ન મળે, પણ તમે ઇશ્વરની કૃપાથી અસંભવ વસ્તુ પણ મેળવી શકો છો.

સૌથી પહેલા તમારે તમારા ઘરના મંદિરમાં મા લક્ષ્મીજીનો ફોટો મૂકી સ્થાપના કરવી. પછી રોજ નાહીધોઈને કંકુનો ચાંદલો કરી લાલ ફૂલ ચઢાવવું,જો તમે ફૂલ સવારે નવ વાગ્યે ચઢાવ્યું હોય તો કાલે પણ આજ સમયે ચઢાવવું અને પછી 11 વખત ગાયત્રી મંત્ર બોલી આપણી જે ઇચ્છા હોય એ મનમાં ધ્યાન ધરવી. આવી રીતે નવ દિવસ સુધી ફૂલ ચઢાવવાં.

ચઢાવેલા ફૂલ રોજ એક વાસણ કે ડિશમા મૂકવા. નવ દિવસ પછી એ બધાં ફૂલ ભેગા કરી નદીમા પધરાવી દેવા. આવી રીતે બે-ત્રણ દિવસ પછી પાછા રોજ ફૂલ ચઢાવી નવ દિવસ પછી નદીમા પધરાવી દેવા. આમ કરવાથી ઘરમા લક્ષ્મીનો વાસ થાય છે. તેમજ આપણને સારા સંકેતો આપી આપણુ માર્ગદર્શન કરે છે અને આપણને સાચી વસ્તુ પ્રાપ્ત થઈ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.