Abtak Media Google News

 

આર્થિક વ્યવસ્થાપન સમિતિની રચના કરાઇ: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીનો સભ્ય તરીકે સમાવેશ

 

અબતક, રાજકોટ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને આડે હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા મહિનાઓ જ બાકી રહ્યા છે. ત્યારે ભાજપે ફરી રાજયમાં ફરી તોતીંગ બહુમતિ સાથે સત્તારૂઢ થવા માટે જોરશોરથી તૈયારીઓ આરંભી દીધી છે. પાર્ટી ફંડ અને ચૂંટણી ફંડ ઉઘરાવવા માટે પ્રદેશ ભાજપ દ્વારા હવે સત્તાવાર રીતે આર્થિક વ્યવસ્થાપન સમિતિની રચના કરી છે. જેના અઘ્યક્ષ ખુદ પ્રદેશ પ્રમુખ સી.અર. પાટીલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો પણ સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આગામી દિવસોમાં કાર્યકરોથી માંડી મંત્રી સુધીના તમામને પાર્ટી ફંડના ટાર્ગેટ આપવામાં આવશે. ભાજપના ઇતિહાસમાં પ્રથમવાર આવી સમિતીની રચના કરવામાં આવી છે.

પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગઇકાલે સાંજે આર્થીક વ્યવસ્થાપન સમિતિની જાહેરાત કરવામાં આવી છે. જેના અઘ્યક્ષ તરીકે ખુદ સી.આર. પાટીલ રહેશે. જયારે ચાર સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ કોષાઘ્યક્ષ સુરેન્દ્રભાઇ પટેલ (સુરેન્દ્રકાકા) પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ સહ કોષાઘ્યક્ષ ધર્મેન્દ્રભાઇ શાહની સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. અત્યાર સુધી ભાજપ  વિવિધ નામો આપી કે યોજનાઓ મૂકી પાર્ટી ફંડ કે ચૂંટણી ફંડ ઉઘરાવતી હતી હવે સત્તાવાર રીતે ફંડ ઉઘરાવવા માટે સમિતિની રચના કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે. ચૂંટણીમાં અબજો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. અત્યાર સુધી સત્તાધારી પક્ષ ઉઘોગપતિઓ, સરકારી કોન્ટ્રોકટરો કે ચૂઁટાયેલા પદાધિકારીઓ પાસેથી પાર્ટી ફંડ લેતું હતું. પરંતુ આગામી દિવસોમાં હવે કાર્યકરો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, બોર્ડ નિગમના ચેરમેન વાઇસ ચેરમેન કે સભ્યોને પાર્ટી કે ચૂંટણી ફંડ માટે ટારગેટ આપવામાં આવશે ભાજપના ઇતિહાસમાં પ્રથમવાર આર્થીક વહીવટની સરળતા માટે કમિટિની રચના બનાવવામાં આવી છે. આ કમિટીની રચનાથી કાર્યકરોમાં ભારે આશ્ર્ચર્ય  ફેલાઇ જવા પામ્યું છે. સામાન્ય રીતે પ્રદેશ કોષાઘ્યક્ષ અથવા જે તે મંડળોના કોષાઘ્યક્ષો આવક અને જાવકનો હિસાબ રાખતા હોય છે પરંતુ હવે પક્ષના થતા આવક અને જાવકના એક એક રૂપિયાનો ખર્ચ ખૂદ ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ જ રાખશે. બની શકે આગામી દિવસોમાં જીલ્લા અને મહાનગર કક્ષાએ આવી આર્થીક વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવે.

પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલે કરોળીયાની જાળ જેટલા એમ ઉભા કરી દીધા છે. અને મોટાભાગના કાર્યકરોને અલગ અલગ સેલમાં સાચવી લેવામાં આવ્યા છે. પહેલા છુટા હાથે હોદાઓની લ્હાણી કર્યા બાદ હવે આગામી દિવસોમાં પાર્ટી ફંડ ઉઘરાવવા મળે તો ટાર્ગેટ પણ આપવામાં આવશે.

ભાજપના કાર્યકરોને શિસ્તમાં રાખવાની જવાબદારી સાંસદ મોહન કુંડારીયાના શીરે

પ્રદેશ ભાજપ દ્વારા પાંચ સભ્યોની અનુશાસન (શિસ્ત) સમિતિની કરાઇ રચના: જેના કારણે રાજકોટમાં

ભાજપ કાર્યાલયે તાળાબંધીની નોબત આવી હતી તે મોહનલાલ શિસ્ત સમિતિના વડા

પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ગઇકાલે પાંચ સભ્યોની અનુશાસન (શિસ્ત) સમિતિની રચના કરવામાં આવી છે જેના અઘ્યક્ષ તરીકે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાની વરણી કરવામાં આવી છે રાજયભરમાં ભાજપના કાર્યકરો અને મોટા માથાઓને પાર્ટી લાઇનમાં રાખવાની  જવાબદારી મોહનલાલના શીરે રહેશે.

પ્રદેશ ભાજપ દ્વારા ગઇકાલે અનુશાસન (શિસ્ત) સમિતિના સભ્યોના નામ જાહેર કરવામાં આવશે જેના અઘ્યક્ષ તરીકે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાની નિયુકિત કરવામાં આવી છે જયારે સભ્ય તરીકે પુષ્પદાનભાઇ ગઢવી, કનુભાઇ માવાણી, ભરતભાઇ બારોડ અને જયાબેન ઠકકરની વરણી કરવામાં આવી છે. આ સમિતિ ભાજપના કાર્યકરોને શિસ્તમાં રાખશે.

ભાજપને એક શિસ્તબઘ્ધ પાર્ટી ગણવામાં આવે છે કાર્યકરો, નેતાઓ અને પદાધિકારીઓ હમેંશા પાર્ટી લાઇનમાં રહીને જ કામ કરતા હોય છે.

નિવેદનો પણ પાર્ટીને કોઇ ક્ષતિ ન પહોંચે તેવા કરવામાં આવતા હોય છે છતાં પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પાંચ સભ્યોની શિસ્ત સમિતિ રચવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2014 માં જયારે લોકસભાની ચુંટણીમાં રાજકોટ બેઠકના ઉમેદવાર તરીકે મોહનભાઇ કુંડરીયાના નામની જાહેરાત કરવામાં આવી અને તેઓના ઉમેદવારી ફોર્મ ભરવા જતી વેળાએ તમામ સમાજના લોકોને સાથે રાખવાનો આદેશ આપવામાં આવ્યો ત્યારે ગુજરાતમાં ભાજપનો ગઢ ગણતા રાજકોટમાં કાર્યાલયે તાળા બંધી થઇ હતી અને દેશભરમાં શિસ્તબઘ્ધ  ગણાતી પાર્ટીની આબરુનું નીલામ થયું હતું.

જેના ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ તાળાબંધી જેવી આ શિસ્તની ઘટના બની તે મોહનલાલને શિસ્ત સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે.

રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા ની પ્રતિમા એક શાંતિ અને મીલનસાર વ્યકિત તરીકેની છે આવામાં શિસ્ત સમિતિના અઘ્યક્ષ તરીકે તેઓ જો કોઇ કાર્યકર પક્ષને હાની પહોચાડવાનું કામ કરશે તો તેની સામે લાલ આંખ કરી શકશે કે કેમ? તેની સામે પણ શંકા સેવાઇ રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.