Abtak Media Google News

બેન્કની કામગીરી નીહાળી અધિકારીઓ થયા પ્રભાવિત

શ્રી રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લી.ની આકોલા-વશીમ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક મહારાષ્ટ્રના ડેલીગેટની ટીમ મૂલાકાત લીધી હતી.

આ અંગે શ્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજર વી.એમ.સખીયાએ જણાવ્યા અનુસાર ચેરમેન જયેશભાઇ રાદડિયા, વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, મેનેજીંગ ડિરેક્ટર ઘનશ્યામભાઇ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કુશળ વહીવટથી શ્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે.

મહારાષ્ટ્ર આકોલા-વશીમ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લી.ના ચીફ ઓફીસર બી.ટી. પારધી સાથેની ટીમએ શ્રી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંકની મુલાકાત લીધી હતી. વિવિધ પ્રવૃત્તિઓનો અભ્યાસ કર્યા હતાં અને બેંકના જનરલ મેનેજર-સી.ઇ.ઓ. વી.એમ.સખીયાએ બેંકની વિવિધ કામગીરીની જાણકારી આપી હતી.

મહારાષ્ટ્ર આકોલા-વશીમ ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લી.ના ચીફ ઓફીસર બી. ટી. પારધી સાથેની ટીમએ આ બેકની ઉપરોકત બેનમુન કામગીરી, બેંકની મુખ્ય કચેરીમાં 24 કલાક 365 દિવસ લોકર ઓપરેટીંગ સુવિધા તેમજ રાત્રીના 10-00 વાગ્યા સુધી દાગીના ધિરાણ સુવિધાની વ્યવસ્થા જોઈ ખુબ જ પ્રભાવિત થયેલ અને આ બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા, બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા બેંકના મેનેજમેન્ટને ધન્યવાદ આપેલ. બેંકની મુખ્ય કચેરીની મુલાકાત બાદ બેંકની ગોંડલ મેઈન (હિરક) શાખા તથા બેંક સાથે જોડાયેલ શ્રી ગોંડલ જુથ સેવા સહકારી મંડળી લી. અને બિલીયાળા સેવા સહકારી મંડળી લી. ની મુલાકાત લઈ મંડળીઓની વિવિધ કામગીરીઓ જોઈ ખૂબ જ પ્રભાવિત થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.