ગીરગઢડાના ખિલાવડ ગામે પ્રાથમિક સુવિધાઓ મુદ્દે પદાધિકારીઓના ઉડાવ જવાબો!

ગીરગઢડાના ખિલાવડ ગામમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત લોકોની અનેક વખત કરાયેલી રજુઆતોને ઘ્યાને ન લેવાતા પદાધિકારીઓ દ્વારા ઉડાવ જવાબો જ મળે છે.

ખીલાવડ ગામ જે આઝાદિ પછી પણ તે ગામ નો વિકાસ ફક્ત કાગળ પર જોવા મળે છે ફકત ખીલાવડ ગામ મા હિંમતભાઈ પડશાળા તેમજ ગામના ઉપસરપંચ ની શેરી મા રોડ જોવા મળે છે ગામ ની આમ જંન્તા માટે એક પણ સુવિધા નહિવત કહી સકાય ગામ મા ઠેરઠેર ગંદકી જોવા મળે ઉકરડા તેમજ ગામ મા એક પણ ગટર નહિ ગામ મા એક પણ સ્ટ્રીટની સુવિધાનો પણ અભાવ છે તથા માર્ગો અતિશય  બીસ્માર જોવા મળે છે પાણી માટે વાસ્મો યોજના થી પણ વંચિત જેને લયને ગામ ના જાગૃત યુવાનો દ્વારા ત્રણસો અરજી કરવામાં આવી હતી. અને દશ આરટીઆઇ માહિતી માંગવામાં આવી તેમા એક પણ અરજી ની તટસ્થ તપાસ કરવામાં ના આવી અરજી ને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવી રહિ છે તો શુ આ મોટા ગજાના નેતા ના ગામમાં રેવુ તે આમ જંન્તા માટે અભિક્ષાપ કહિ શકાય સરકાર તરફથી લાખો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવે છે પણ ખીલાવડ ગામ વિકાસ ના નામે મીંડું ગામ ના જાગૃત યુવાનો પાસે થી જાણવા મળ્યું છે  કે ગામ ના સરપંચ ને કે તાલુકામા અરજી કરે એટલે સરપંચ દ્વારા એવુ પણ કહેવામાં આવે છે કે તમાંરી અરજી થી અમને કય ફરક નથી પડતો તમારા થી કય ના થાય અમુક મોટા નેતા ને કહે તો ત્યાંથી જવાબ મા એવુ કહેવામાં આવે છે કે અમારા પક્ષ ના સરપંચ છે અમે કંઇના કહી શકીએ આવા ઉડાઉ જવાબો આપવાથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.