કલેકટર સહિતના અધિકારીઓએ લીધો પ્રિકોશન ડોઝ

જિલ્લામાં 3 દિવસમાં 2956 લોકોને પ્રિક્રોશન ડોઝ સાથે કુલ 23,43,520 ડોઝનું રસીકરણ

 

અબતક,રાજકોટ

કોરોના સામે પ્રતિરોધક વેકસીનના પ્રથમ દ્વિતિય તેમજ બંને ડોઝ લેનાર ફ્રન્ટલાઈન વેરીયર્સ હેલ્થ વકર્સ અને સીનીયર સીટીઝન્સને હાલ પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા છે.

આજરોજ રાજકોટ સીવીલ હોસ્પિટલ રસીકરણ કેન્દ્ર ખાતે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ ડી.આર.ડી.એ નિયામક જે.કે. પટેલ, નિવાસી અધિક કલેકટર કે.બી. ઠકકર, રિજિયોનલ કમિશનર વરૂણકુમાર સહિતના મહાનુભાવોએ પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં આજે બપોરે 12.30 કલાકની સ્થિતિએ ત્રીજાદિવસના મળીને કુલ 2956 લોકોને ત્રીજો ડોઝ આપવામાં આવ્યો છે. જયારે 12,67,408 નાગરીકોને પ્રથમ ડોઝ 10,67,837 લોકોને બીજો ડોઝ આપી ચૂકવામાં આવ્યો છે.