કોરોનાને નાથવા કમર કસતા રાજકોટ જિ.પં.ના હોદેદારો, મેડિકલ સહાય માટે ફાળવ્યા આટલા કરોડ રૂપિયા

0
23

કોરોનાને નાથવા જિલ્લા પંચાયતનાં હોદેદારોએ કમરકસી છે. જિલ્લા પંચાયત દ્વારા મેડિકલ સહાય માટે રૂ.4.16 કરોડ ફાળવવામાં આવ્યા છે જે ભંડોળમાંથી તાત્કાલિક જરૂરી સાધન સામગ્રી તથા દવાઓ ખરીદવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પ્રવર્તમાન સમયમાં કોવિડ-19 વૈશ્ર્વિક મહામારીની વિકટ પરિસ્થિતિમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય લોકોના આરોગ્યની સુખાકારી માટે લોકો સુધી સંપૂર્ણપણે મેડિકલ સહાય પહોંચાડવાના શુભ આશયથી રાજકોટ જિલ્લા પંચાયતના તમામ 36 સદસ્યો કોવિડ-19 અંતર્ગત જરૂરી સાધન સામગ્રી તથા દવાઓ ખરીદવા માટે જિલ્લા પંચાયત સ્વભંડોળ સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટ વર્ષ 2021-22માં બજેટ જોગવાઈ મુજબ જિ.પં.સભ્ય દીઠ રૂ.10 લાખ એટલે કે કુલ 36 સદસ્યોનાં રૂા.3.60 કરોડ તેમજ ગત તા.16/04/2021ની જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સભ્ય દીઠ-1.00 (એક લાખ) તથા જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર તરફથી 10,00000/- દસ લાખ તથા જિલ્લા વિકાસ અધિકારી તરફથી 10,00000/- કુલ 56,00000/- છપ્પન લાખ પુરા પ્રમુખની ઐચ્છિક ગ્રાન્ટમાંથી તેમજ જિલ્લા વિકાસ અધિકારીની ઐચ્છિક ગ્રાન્ટમાંથી 10.00 (દસ લાખ) 56,00000/- અંકે છપ્પન લાખ પુરા કુલ બંને મળી રાજકોટ જિલ્લાના 36 સદસ્યો તરફથી જિલ્લા પંચાયત સ્વભંડોળ સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટ વર્ષ 2021-22માં બજેટ જોગવાઈઓમાંથી કુલ રૂપિયા 4,16,00000/- કુલ રૂપિયા ચાર કરોડ સોળ લાખ પુરા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય શાખા જિ.પં.ને હવાલે ગ્રાન્ટ ફાળવી કોરોના-19 અન્વયે તાત્કાલિક ગ્રામ્ય વિસ્તારમાં સહાય પહોંચાડવા પ્રમુખ જિલ્લા પંચાયત ભુપત બોદર તથા તમામ 36 સદસ્યો તરફથી ઝુંબેશ ઉપાડેલ છે.

રાજકોટ જિલ્લાની આ પહેલને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા તથા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા તથા ગોંડલ ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા તથા જિલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા તથા મહામંત્રી મનસુખભાઈ રામાણી, મહામંત્રી મનીષભાઈ ચાંગેલા સહિતની મહાનુભાવોએ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર તથા તમામ સદસ્યોની આ પહેલને આવકારેલ છે. તેમજ આવા કપરા સમયે ગ્રામ્ય લોકોની વહારે આવવા બદલ તમામ મહાનુભાવોએ અભિનંદન પાઠવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here