Abtak Media Google News

મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, તા દંડક અજયભાઈ પરમાર એક જણાવે છે કે, કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. જેના અનુસંધાને ૨૫ માર્ચ ૨૦૨૦થી સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે.

ગઈકાલે સંવેદનશીલ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ રાજ્યના નાના વેપારી, મધ્યમ વર્ગ, કારીગરો, રીક્ષા ચાલકો, પરંપરાગત વ્યવસાયિકો, વિગેરેને વાર્ષિક ફક્ત ૨% ના વ્યાજે રૂ.૧ લાખ સુધીનું ધીરાણ આપવાનું મંજુર કરી સંવેદનશીલ નિર્ણય કરેલ છે.આ ધીરાણ લેનાર લાર્ભાીએ શરૂઆતના ૬ મહિના વ્યાજ અને મુદત ભરવું નહી પડે, ત્યારબાદ ૩૦ સરખા હપ્તામાં ધીરાણ પરત કરવું રહેશે. તેમજ ધીરાણ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વરા સ્ટેમ્પ ફી માંથી મુક્તિ આપવામાં આવી છે. ધીરાણ અપાનાર સહકારી બેંકો, ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીઓને બાકીનું વાર્ષિક ૬% વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે. સરકારના આ નિર્ણયી નાના વેપારી, મધ્યમ વર્ગ, કારીગરો, રીક્ષા ચાલકો, પરંપરાગત વ્યવસાયિકો, વિગેરેને ખૂબ જ આશીર્વાદરૂપ થશે. સંવેદનશીલ નિર્ણય કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને સરકારનો રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ અભિનંદન સાથે આભાર વ્યકત કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.