Abtak Media Google News

મોરબીમાં લઘુનગર પાસે કારખાનામાં મજુરી કામ કરતા શ્રમિકની ગુદામાં અજાણ્યા શખ્સોએ પ્રેસરનો પાઇપ ઘુસાવી જવા ભરી દેતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં લધુનગર રોડ પર પાસે આવેલા સોનમ સેનેટરી કંપનીમાં કામ કરતા સરોજરામ દેવઈન સરૈયા નામના ૨૯ વર્ષીય યુવાન ગઇ કાલે રાત્રીના ઓટો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ આવીને તેના ગુદામાં પ્રેસર પાઇપ ઘુસાડી હવા ભરી દેતા યુવાનની તબિયત લથડતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

ભોગ બનનાર યુવક સરોજરામ છેલ્લા ત્રણ વર્ષથી મોરબીમાં રહીને મજૂરીકામ કરે છે. ગઈકાલે પોતે રાત્રે સૂતી હતો ત્યારે અજાણ્યા શખ્સોએ આવીને તેના મળ દ્વારમાં પ્રેસર પાઇપ નાખી હવા ભરી દીધી હતી. યુવકને ગંભીર હાલતમાં મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટનાની નોંધ કરી કૃત્ય આચરનાર અજાણ્યા શખ્સોની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.