Abtak Media Google News

સુરતમાં બનતી અજુક્તી ઘટનાઓને લઈને અનેક વાર લાઈમ લાઈટમાં રહેતું હોય છે ત્યારે ફરી એક વખત કરુણ ઘટના સામે આવી છે જેમાં પિતા સાથે ટ્રેક્ટરમાં બેઠેલી દીકરી ખોળામાંથી પટકાઈ જતા મૃત્યુ પામી હતી. ફક્ત થોડા જ ક્ષણોમાં હસતી રમતી પોતાની લાડકવાયી દીકરીનું મોત નીપજતાં જાણે પિતા પર આભ તુટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે આ બનાવને પગલે પોલીસે ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના સરથાણા વિસ્તારની છે મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાના નવાપાડા ગામ ખાતે રહેતા સીંગડીયા પરિવાર બે માસ પહેલા સુરતના સરથાણામાં પેટીયુ રડવા માટે આવ્યા હતા. ત્યારે પિતાની નજર સામે જ બે વર્ષીય માસુમ દીકરીનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. નેચર પાર્ક ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ કરી રહેલા ડ્રાયવર પિતા જ તેની દીકરી માટે કાળ બન્યા હતા. પિતા ૨ વર્ષની માસુમને ખોળામાં બેસાડીને ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા ત્યારે બાળકી નીચે પટકાઈ જતા તેનું મસ્તક ટ્રેક્ટર નીચે આવી જતા બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

પિતા જ બાળકી માટે કાળ બન્યા હતા તેવી ઘટનાને પગલે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. મજૂર સુરેશ તેની બે વર્ષથી દીકરી પ્રિયંકાને પોતાના ખોળામાં બેસાડી ટ્રેક્ટર ચલાવી કામકાજ કરી રહ્યો હતો. જ્યારે પરિવારના અન્ય સભ્યો નેચરપાર્ક આગળ મૂકવામાં આવેલા વિમાનના પાછળના ભાગે ભરાઈનું કામ કરી રહ્યો હતો. દરમિયાન પિતા સુરેશના ખોળામાંથી બાળકી ટ્રેકટરમાંથી નીચે પટકાઈ ગઈ હતી. બે વર્ષની પ્રિયંકાના માથા ઉપરથી પિતા દ્વારા જ ટ્રેકટ૨નું ડાબી સાઈડનું વ્હીલ ફરી વળ્યું હતું. બનાવને પગલે સરથાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.