Abtak Media Google News

બે મહિના માટે સુપર ફાસ્ટ ટ્રેન દોડાવવાનો રેલવેેનો નિર્ણય: 11મીથી ટ્રેન શરૂ થશે

મુસાફરોની સુવિધા માટે પશ્ર્ચિમ રેલવેએ 11મી જાન્યુઆરી 2022 થી 22મી ફેબ્રુઆરી 2022 સુધી ઓખાથી દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે બે મહિના માટે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડીવીઝનના સીનીયર અભિનવ જૈફએ જણાવ્યું હતું કે ટ્રેન નં. 09523/09524 ઓખા-દિલ્હી સરાઇ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ (14 ફેર) ટ્રેન નં. 09523 ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ દર મંગળવારે સવારે 10 વાગ્યે ઓખાથી ઉપડશે. તે જ દિવસે બપોરે 14.45 વાગ્યે રાજકોટ આવશે અને બીજા દિવસે સવારે 10.10 વાગ્યે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે. આ ટ્રેન 11 જાન્યુઆરી થી રર ફેબ્રુઆી 2022 સુધી ચાલશે.

એ જ રીતે ટ્રેન નંબર 09524 દિલ્હી સરાય રોહિલ્લા – ઓખા સ્પેશિયલ દિલ્હી સરાય રોહિલ્લા થી દર બુધવારે બપેરે 12.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 09.00 કલાકે રાજકોટ અને બપોરે 13.50 કલાકે ઓખા પહોંચશે, આ ટ્રેન 1ર જાન્યુઆરી થી ર3 ફેબ્રુઆરી  2022 સુધી ચાલશે. આ ટ્રેનો બન્ને દિશામાં દ્વારકા, ખંભાળીયા, જામનગર, હાપા, રાજકોટ જં., સુરેન્દ્રનગર, વિરમગામ જં., મહેસાણા જં., ઉંઝા, સિઘ્ધપુર, પાલનપુર જં., આબુ રોડ, ફાલના મારવાડ જં., બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદિકુઇ, અલવર અને રેવાડી સ્ટેશન પર સ્ટોપ કરશે. આ ટ્રેનમાં એસી ર ટાયર, એસી 3 ટાયર, સ્લીપર કલાસ અને સેક્ધડ કલાસ સીટીંગના કોચ હશે.

ટ્રેન નંબર 09523 માટે બુકીંગ ર જાન્યુઆરી 2022 થી પી.આર.એસ. અને આઇ.આર. ટી. સી. વેબસાઇટ પર શરુ થશે. ઉપરોકત ટ્રેન સંપૂર્ણ આરક્ષિત વિશેષ ટ્રેન તરીકે વિશેષ ભાડા પર દોડશે.

સ્ટોપેજ,  ઓપરેટીંગ સમય, રચના, આવર્તન અને ટ્રેનના સંચાલનના દિવસો સંબંધીત વિગતવાર માહીતી માટે મુસાફરો ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફશિહ.લજ્ઞદ.શક્ષ    ની મુલાકાત લઇ શકે છે. પશ્ર્ચિમ રેલવેએ મુસાફરોને બોડીંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ-19 સંબંધીત તમામ ધોરણો અને એસ.ઓ.પી. નું પાલન કરવા અનુરોધ કરાયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.